વિસનગર નવીન વેપારી મહામંડળમાં કોંગ્રેસી અગ્રણીઓ  –  પ્રમુખ તરીકે પરેશભાઈ પટેલ મહામંત્રી પદે નિમેષભાઈ તાવડાવાળા

વિસનગર નવીન વેપારી મહામંડળમાં કોંગ્રેસી અગ્રણીઓ – પ્રમુખ તરીકે પરેશભાઈ પટેલ મહામંત્રી પદે નિમેષભાઈ તાવડાવાળા

Prachar News No Comments on વિસનગર નવીન વેપારી મહામંડળમાં કોંગ્રેસી અગ્રણીઓ – પ્રમુખ તરીકે પરેશભાઈ પટેલ મહામંત્રી પદે નિમેષભાઈ તાવડાવાળા

વિસનગર નવીન વેપારી મહામંડળમાં કોંગ્રેસી અગ્રણીઓ
પ્રમુખ તરીકે પરેશભાઈ પટેલ મહામંત્રી પદે નિમેષભાઈ તાવડાવાળા

(પ્ર. ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર વેપારી મહામંડળનો છેલ્લા થોડા સમયથી ચાલતા વિવાદનો અંત બીજુ સમાંતર વેપારી મહામંડળ બનતા આવ્યો છે. આ ફક્ત વિરામ છે. ભવિષ્યના મહાસંઘર્ષના મંડાણ થઈ ગયા છે. જો બન્ને મહામંડળો વચ્ચે સમાધાન નહિ થાય તો શહેરની એક વધુ સંસ્થા ખરાબી તરફ જશે.
પ્રાપ્ત માહિતી મુજબ વિસનગર વેપારી મહામંડળમાં છેલ્લા કેટલાક સમયથી હોદ્દેદારોની નિમણુંક બાબતે વિવાદ ચાલતો હતો. પૂર્વ વેપારી મહામંડળના પ્રમુખ કાળુભાઈ પટેલને ટેકો કરતા જુથના સહકારથી કાળુભાઈ પ્રમુખ તથા નવી કારોબારીની રચના થઈ. કાળુભાઈ જુથ બનેલી કારોબારીને કાયદેસર કહે છે. જ્યારે જુના વેપારી મહામંડળના મંત્રી કીર્તિભાઈ પટેલ જુથ તેને ગેરકાયદેસર કહેતુ હોવાથી છેલ્લા બે દાયકા કરતાં વધારે સમયથી મંત્રી પદ સંભાળનાર વિસનગર કલાનિકેતન વાળા કાપડ એસોસીએશનના પ્રમુખ, પૂર્વ વિસનગર શહેર ભાજપ પ્રમુખ ખરેખર પ્રમુખના હકદાર કીર્તિભાઈ પટેલની ગાઈડલાઈનથી એડહોક કમિટિના કેટલાક સભ્યોએ તાજેતરમાં સમાંતર વેપારી મહામંડળ બનાવવા માટે સ્વાગત હોટલમાં મીટીંગ બોલાવી હતી. જેમાં શહેરના કેટલાક એસોસીએશનના પ્રમુખો અને કારોબારી સભ્યોએ હાજરી આપી હતી. વિસનગર શહેર ચોક્સી બજાર એસોસીએશનના પ્રમુખ રાજુભાઈ પટેલ મીટીંગમાં એસોસીએશનના પ્રમુખ તરીકે હાજર હોવાથી તેમના સાનિધ્યમાં વિસનગર માર્કેટ કમિટિના સભ્ય વડનગર તાલુકા પંચાયત કોંગ્રેસના ડેલીગેટ પરેશભાઈ પટેલની હાજર એસોસીએશનો દ્વારા સર્વાનુમતે નવા વેપારી મહામંડળના પ્રમુખ તરીકે તથા વિસનગર શહેરના કોંગ્રેસી અગ્રણી, વિસનગર જી.આઈ.ડી.સી. એસોસીએશનના મંત્રી નિમેષભાઈ શાહ(તાવડાવાળા)ની મહામંત્રી પદે નિમણુંક કરવામાં આવી છે. બીજા પદાધિકારીઓની જાહેરાત થઈ નથી કે જાણવા મળી નથી. વિસનગર શહેરની નાગરીક બેંક જેવી મોટી સંસ્થાઓ અગ્રણીઓના વિવાદથી બંધ થઈ છે. ભલે જેનો વહીવટ મોટો નથી, જેમાં વિવાદ ન હોઈ શકે, શહેરના નાક સમી વિસનગર શહેરની એકમાત્ર મોટી સંસ્થા વેપારી મહામંડળમાં ભાગલા પડતા ભવિષ્યમાં વિવાદો વધવાના છે. નવીન વેપારી મહામંડળના વહીવટકર્તાઓના જણાવ્યા પ્રમાણે તેમને શહેરના બાવન પૈકી ૩૨ એસોસીએશનનો ટેકો છે. વિસનગર વેપારીઓ ઘણા શાણા છે. તે બન્ને વેપારી મહામંડળના હોદ્દેદારોને રમાડે જાય છે. બન્ને વેપારી મહામંડળના વહીવટકર્તાઓ જરૂર પડે ત્યારે સંમતિ કે વિરોધ માટે સહી લેવા જાય છે ત્યારે સહીઓ કરી આપે છે.

Leave a comment

Back to Top