શ્રીફળમાં લોટ-ખાંડ-ધી ભરી કીડીયારૂ પુરવાનું જીવદયાનું કામ કરતા કમાણાના દશરથભાઈ પટેલ

શ્રીફળમાં લોટ-ખાંડ-ધી ભરી કીડીયારૂ પુરવાનું જીવદયાનું કામ કરતા કમાણાના દશરથભાઈ પટેલ

Prachar News No Comments on શ્રીફળમાં લોટ-ખાંડ-ધી ભરી કીડીયારૂ પુરવાનું જીવદયાનું કામ કરતા કમાણાના દશરથભાઈ પટેલ

શ્રીફળમાં લોટ-ખાંડ-ધી ભરી કીડીયારૂ પુરવાનું જીવદયાનું કામ કરતા કમાણાના દશરથભાઈ પટેલ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ચોમાસમાં કીડી, મકોડા જેવા જીવજંતુઓને પુરતો ખોરાક મળતો નથી. આવા જીવ જંતુઓ માટે વિસનગર તાલુકાના કમાણા ગામમાં રોડ ઉપરઅગાઉ પેટ્રોલપંપ ચલાવતા હતા તે દશરથભાઈ અંબારામ પટેલ અનોખુ જીવદયાનું કાર્ય કરી રહ્યા છે.જેઓ પાણી વગરના સુકાયેલા શ્રીફળમાં ખાંડ બાજરીનો લોટ તથા ઘી ભરીને આ શ્રીફળ ગામની સીમ અને વગડામાં ખાડો ખોદી જમીનમાં ભંડારે છે. સીમ અને વગડામાં ફરતા કુતરા, શીયાળ જેવા પશુઓ ખાડામાં દાટેલ શ્રીફળ બહાર ન કાઢી લે તેમજ ચોમાસામાં ખોદેલ ખાડામાં વરસાદી પાણી ન ભરાય તે માટે દશરથભાઈ પટેલ ખોદેલ ખાડા આસપાસ ઈંટો ગોઠવી તેની ઉપર લાદી કે ટાઈલ્સ ઢાંકે છે. જીવદયા પ્રેમી દશરથભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે આવા એક શ્રીફળમાંથી લાખ્ખો કીડીઓને પોષણ મળી રહે છે. આવુ એક શ્રીફળ ભરી જમીનમાં દાટવાથી એક હવનનું પુણ્ય મળે છે.

Leave a comment

Back to Top