સ્કુલમાં આવતા ૨૫૦૦ બાળકોનુ હિત જોવામાં આવતુ નથી  –  સહજાનંદ સ્કુલ સામે અકસ્માત બાદ બંપ બનશે?

સ્કુલમાં આવતા ૨૫૦૦ બાળકોનુ હિત જોવામાં આવતુ નથી – સહજાનંદ સ્કુલ સામે અકસ્માત બાદ બંપ બનશે?

News No Comments on સ્કુલમાં આવતા ૨૫૦૦ બાળકોનુ હિત જોવામાં આવતુ નથી – સહજાનંદ સ્કુલ સામે અકસ્માત બાદ બંપ બનશે?

સ્કુલમાં આવતા ૨૫૦૦ બાળકોનુ હિત જોવામાં આવતુ નથી
સહજાનંદ સ્કુલ સામે અકસ્માત બાદ બંપ બનશે?

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં સહજાનંદ સ્કુલ આગળના રસ્તાની બન્ને બાજુ બંપ મુકવા માટે ઘણા સમયથી માગણી છે. પરંતુ સ્કુલ આગળ બંપ બનાવવાનો નિયમ માર્ગ અને મકાન વિભાગ ભુલ્યા હોય તેમ જણાય છે. શાળામાં અવરજવર કરતા ૨૫૦૦ બાળકોના હિત ખાતર બંપ બનાવવા શાળાના મેનેજીંગ ટ્રસ્ટી દ્વારા રજુઆત કરવામાં આવી છે.
વિસનગરથી મહેસાણા રોડ ફોરલેન બન્યા પછી વાહનોની ગતિ વધી છે. વિસનગરમાં મહેસાણા રોડ ઉપર જુનિયર કેજી થી ધો.૧૨ સુધી ૨૫૦૦ બાળકોની સંખ્યા ધરાવતી સહજાનંદ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ આવેલી છે. સ્કુલ શરૂ થવાના અને છુટવાના સમયે બાળકોને મુકવા અને લેવા આવતી રીક્ષાઓ, સ્કુલ વાન, સાયકલ અને બાળકોનો ભારે ટ્રાફીક રહે છે. રોડ ઉપરજ સ્કુલનો ગેટ આવેલ છે. ગેટ આગળજ રીક્ષા અને વાનનો ખડકલો થાય છે. આવા સમયે વિસનગર અને મહેસાણા તરફથી પુરઝડપે આવતા વાહનોના અકસ્માતનો ભય સતાવે છે. રોડ ઉપર આવેલ શાળા કોલેજોની બન્ને બાજુ રોડ ઉપર બંપ બનાવવો એ સરકારનો પરિપત્ર છે પરંતુ વિસનગરનો માર્ગ અને મકાન વિભાગ બાળકોની સુરક્ષાને લગતો આ પરિપત્ર ભુલ્યા હોય તેમ જણાય છે. શાળામાં અભ્યાસ કરતો કોઈનો લાલ ફુલ સ્પીડે આવતા વાહનની અડફેટે આવશે પછી તંત્ર જાગશે?
સહજાનંદ સ્કુલની બન્ને બાજુ રોડ ઉપર બંપ બનાવવા અથવા બંપ બનાવવાની મંજુરી આપવા માટે શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ઉદયનભાઈ મહારાજા દ્વારા વિસનગર માર્ગ મકાન વિભાગના નાયબ ઈજનેરને ભલામણ કરી છે. ત્યારે જોવાનુ રહ્યુ કે માર્ગ અને મકાનના અધિકારીઓના બહેરાકાને આ રજુઆત સંભળાય છેકે નહી.
નોંધપાત્ર બાબત છેકે મહેસાણા ચાર રસ્તા આસપાસ તથા સહજાનંદ સ્કુલની બન્ને બાજુ રોડ ઉપર બંપ મુકવા છેલ્લા ઘણા સમયથી માગણી કરવામાં આવી રહી છે. જે બાબતે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ સમક્ષ પણ રજુઆત કરવામાં આવી છે. પરંતુ ધારાસભ્ય બાળકો પ્રત્યે લાગણી વિહિન હોય તેમ જણાય છે. ધારાસભ્ય શાળા પ્રવેશોત્સવમાં જઈ વક્તવ્યો આપે છે, પરંતુ હકિકતમાં જ્યાં કામ કરવાનું હોય તે કામ કરતા નથી. શાળા-કોલેજો આગળ બંપ નથી એવુતો નથીજ. મહેસાણામાં વિસનગર રોડ ઉપર એન.જી.ઈન્ટરનેશનલ સ્કુલ આગળ બન્ને બાજુ બંપ છે. વાસણીયા શંકરસિંહ બાપુની કોલેજના ગેટ આગળ બન્ને બાજુ બંપ છે. મહેસાણા પાલનપુર નેશનલ હાઈવે ઉપર બળવંતસિંહ રાજપૂતની ગોકુલ ટ્રસ્ટની કોલેજ સામે હાઈવે ઉપર બન્ને બાજુ બંપ છે ત્યારે નવાઈની વાત છેકે વિસનગરમાં સહજાનંદ સ્કુલની સામે આવેલ રોડ ઉપર બંપ કેમ નથી? આ બંપ માટે વિસનગરના ધારાસભ્યનુ માર્ગ મકાન વિભાગમાં સંભળાતુ નથી કે પછી ઉપજતુ નથી?

Leave a comment

Back to Top