You are here
Home > News > ઝાંસીની રાણી, પાણીવાળી બાઈ અને સિંહણ જેવુ વ્યક્તિત્વ ધરાવતા પૂર્વ ધારાસભ્ય રમિલાબેન દેસાઈના કોંગ્રેસને રામ રામ…

ઝાંસીની રાણી, પાણીવાળી બાઈ અને સિંહણ જેવુ વ્યક્તિત્વ ધરાવતા પૂર્વ ધારાસભ્ય રમિલાબેન દેસાઈના કોંગ્રેસને રામ રામ…

ઝાંસીની રાણી, પાણીવાળી બાઈ અને સિંહણ જેવુ વ્યક્તિત્વ ધરાવતા
પૂર્વ ધારાસભ્ય રમિલાબેન દેસાઈના કોંગ્રેસને રામ રામ…
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ વિધાનસભાની ચુંટણી વખતે કોંગ્રેસને ધોબી પછાડ મળી, તે પછી ખેરાલુ નગરપાલિકામાં કોંગ્રેસના સુપડા સાફ કરી દીધા ત્યારે અંદરખાને પુર્વ ધારાસભ્ય રમિલાબેન દેસાઈએ ભાજપને છુપી મદદ કરી હતી. રમીલાબેન દેસાઈ કોંગ્રેસમાં હોવા છતા તેમના ભત્રીજા સુભાષભાઈ દેસાઈને ભાજપની પાલિકાની ટીકીટ અપાવી હતી. છેલ્લા ત્રણ ચાર મહિનાથી રમિલાબેન દેસાઈનું વલણ અચાનક ભાજપ તરફ જુકવા લાગ્યુ હતુ ત્યારે એવુ લાગતુ હતુ કે રમિલાબેન દેસાઈ ભાજપમાં આવી જાય તો કોંગ્રેસ પાલિકા તાલુકા પંચાયત અને જિલ્લામાં નામ શેષ થઈ જાય ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે ભાજપ છોડીને ગયેલા તમામ આગેવાનોને એક સુત્રતામાં બાંધવા ઘર વાપસીનો કાર્યક્રમ રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના ખાનગી ટેકાથી શરુ કર્યા હતો. રમીલાબેન દેસાઈ મુળ આર.એસ.એસના. ચુસ્ત વફાદાર હતા. પરંતુ ર૦૦૬-૦૭ મા પ્રવાહી પરિસ્થિતિમા પુર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો સાથ આપતા કોંગ્રેસમા જોડાયા હતા. તેમનું કોંગ્રેસે ઝંઝાવતી વક્તા તરીકે ભરપુર ઉપયોગ કર્યો પરંતુ ર૦૧૭મા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ અલ્પેશજી ઠાકોર સાથે હાથ મિલાવતા ખેરાલુ વિધાનસભાના તમામ કોંગ્રેસી આગેવાનોની નિરાશ કરી રામાજી ઠાકોરને વિધાનસભાના ઉમેદવાર બનાવતા રમીલાબેન દેસાઈ પણ ગુસ્સે થયા હતા છતા તેમણે સમગ્ર વિધાન સભામાં ઠેરઠેર પ્રચાર કર્યો હતો.


ઉપરોક્ત બનાવ પછી રમીલાબેન દેસાઈને એવુ લાગતુ હતુ કે ભારતીય જનતાપાર્ટીમા કયારેય નાના કાર્યકરોની અવગણના થતી નથી હું ખોટી પાર્ટીમાં આવી ગઈ છુ. એક વ્યક્તિ દ્વારા આખી પાર્ટીનું સંચાલન થાય છે. પરિવાર વાદ સિવાય કોંગ્રેસમાં કશુ જ નથી. એક બાજુ નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિશ્વમાં ભારતની છબી મજબુત કરે છે. તેની સામે કોંગ્રેસ કારણ વગર વિરોધ કરે છે. રમીલાબેન દેસાઈએ ભલે ભાજપ છોડયુ હતુ પરંતુ તેમણે રપ વર્ષ સુધી હાલના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને રાખડી બાંધી હતી. જેથી તેમની લાગણી કોંગ્રેસમાં રહીને પણ ભાજપ સાથે જ હતી. તેમના લોહીમાં ભાજપ વણાયેલું હતુ. આવા સમયે જિલ્લા ભાજપ પ્રમુખ નિતિનભાઈ પટેલને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલની સુચના મળી કે રમીલાબેન દેસાઈનો સંપર્ક કરો અને ઘર વાપસીનો કાર્યક્રમ અંતર્ગત આપણી બહેનને પાછી લાવો. રમીલાબેન દેસાઈને ભાજપમાં લાવવા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મોઘજીભાઈ દેસાઈ ગત લોકસભાની ચુંટણી વખતે પણ વધુમાં વધુ વખત મિટીંગો કરી હતી જેથી ફરીથી આ વખતે રમીલાબેન દેસાઈને ભાજપમાં લાવવા મોઘજીભાઈ પટેલને સુચના મળી. મોંઘજીભાઈ પટેલે રમીલાબેન દેસાઈ સાથે મિટીંગો કરી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલનો સંદેશો રમીલાબેન દેસાઈ સુધી પહોચાડયો રમીલાબેન દેસાઈ ૧ર-૧૩ વર્ષથી કોંગ્રેસ સાથે રહી કોંગ્રેસની નિતિ રીતીઓથી ખુબજ અકળાયા હતા. છેવટે તેમણે ભાજપ સાથે આવવા મન બનાવી લેતા સોશિયલ મિડીયાની ફેસબુક એકાઉન્ટમાંથી ભાજપ વિરોધી તમામ પોસ્ટો દોઢ મહિના પહેલા ડીલીટ કરી દેવાતા રમીલાબેન દેસાઈ બુધ્ધિજીવી લોકોમાં ચર્ચાનુ કેન્દ્ર બન્યા હતા. હવે તેઓ કયારે ભાજપમાં આવે છે તેવી રાહ જોવાતી હતી. છેવટે એક પરિવારની પેઢી હોય તે રીતે વર્તન કરતા કોંગ્રેસ પક્ષને તિલાંજલી આપવાનો નિર્ણય કરતા ગત મંગળવારે તા.ર૪-૭-ર૦૧૮ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે પુર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિવાસ સ્થાને ભાજપમાં જોડાવા માટે સંમતિ લેવા ગયા ત્યારબાદ ગાંધિનગર કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, કે.સી. પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ નિતીનભાઈ પટેલ સહિત પ્રદેશ ભાજપના તમામ હોદેદારો સાથે ભાજપનો ખેસ પહેરતા કમલમમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.
રમીલાબેન દેસાઈને ભાજપમાં લાવતા પહેલા દંડક ભરતસિંહ ડાભીની સેન્સ લેવાઈ હતી ત્યારે તેમણે કોઈપણ સંજોગોમાં રમીલાબેન દેસાઈને મનાવી લેવા વિનંતી કરી હતી. ભરતસિંહ ડાભીએ પ્રચાર સાપ્તાહિકને જણાવ્યુ હતુ કે પુર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ સંગઠનના માહિર ખેલાડી છે. ખેરાલુ વિધાનસભા સહિત ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજના મુખ્ય આગેવાનો પૈકીના એક આગેવાન છે. તેમના ભાજપમાં આવવાથી ખેરાલુ વિધાનસભાનો સાથ મળી અભુતપુર્વ વિકાસ કરીશુ. તેમની સંગઠન શક્તિનો ભારતીય જનતા પાર્ટીને ભરપુર લાભ મળશે. હું તેમને આદર સાથે આવકારુ છુ. કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, મહામંત્રી કે.સી.પટેલ, ભીખુભાઈ દલસાણીયા સહીત પ્રદેશની ટીમે ખુબજ આદર સાથે ભાજપનો ખેસ પહેરાવી અવકાર્યો હતો.
રમીલાબેન દેસાઈના ચાહકો ખેરાલુ વિધાનસભામાં ગામેગામે ગામ છે. અને તમામ લોકોને રમીલાબેન દેસાઈ નામ સાથે ઓળખે છે. તેમની સ્મરણશક્તિ અને બુધ્ધિ શક્તિનો કોંગ્રેસ લાભ ન લઈ શકયુ પણ ભાજપ ભરપુર લાભ મળશે.

Leave a Reply

Top