You are here
Home > News > વિધાનસભાની ચુંટણી પહેલા હાર્દિક પટેલના પડછાયાની જેમ રહેતા મહેશભાઈ પાલડી કોર્ટના ચુકાદા ટાણે નહી દેખાતા ચર્ચા

વિધાનસભાની ચુંટણી પહેલા હાર્દિક પટેલના પડછાયાની જેમ રહેતા મહેશભાઈ પાલડી કોર્ટના ચુકાદા ટાણે નહી દેખાતા ચર્ચા

વિધાનસભાની ચુંટણી પહેલા હાર્દિક પટેલના પડછાયાની જેમ રહેતા
મહેશભાઈ પાલડી કોર્ટના ચુકાદા ટાણે નહી દેખાતા ચર્ચા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર વિધાનસભાની ચુંટણી પહેલા પાસના નેતા હાર્દિક પટેલ સાથે પડછાયાની જેમ રહેતા કોંગ્રેસના જીલ્લા સદસ્ય મહેશભાઈ પટેલ(પાલડી) ગત બુધવારે વિસનગર કોર્ટના ચુકાદા સમયે હાર્દિક પટેલની સાથે નહી દેખાતા લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. લોકોમાં એવી ચર્ચા છેકે મહેશભાઈ પટેલ ફક્ત વિદ્યાનસભાની ચુુંટણીમાં કોંગ્રેસમાંથી ટીકીટ મેળવવા માટેજ હાર્દિક પટેલની સાથે ફરતા હતા. પરંતુ હવે મહેશભાઈને હાર્દિકની જરૂર નહી હોવાથી તેઓ હાર્દિક સાથે દેખાતા નથી.
પાટીદાર અનામત આંદોલન દરમિયાન મોટાભાગના પાટીદારો પાસના નેતા હાર્દિક પટેલની સાથે હતા. પરંતુ સમય જતા કોઈ કારણોસર હાર્દિકના કેટલાક નજીકના સાથીદારો તેનો સાથ છોડી જતા રહ્યા હતા. આ સમયે વિસનગર તાલુકાના પાલડી ગામના વતની અને કડા સીટના કોંગ્રેસના જીલ્લા સદસ્ય પટેલ મહેન્દ્રભાઈ શંકરભાઈ(મહેશભાઈ પાલડી) હાર્દિક પટેલના નજીકના મિત્રો પૈકીના એક ગણાતા હતા. મહેશભાઈ પાલડી મોટેભાગે હાર્દિક પટેલની સભાઓમાં હાજર રહેતા હતા. જેમાં વિસનગર ધારાસભ્ય કાર્યાલયના તોડફોડ કેસની મુદતે હાર્દિક પટેલની સાથે મહેશભાઈ ઘણીવાર જોવા મળતા હતા. અને હાર્દિક પટેલ સાથેના નજીકના સબંધોના કારણે કોંગ્રેસે સ્થાનિક કાર્યકરોના ભારે વિરોધ વચ્ચે મહેશભાઈ પટેલને વિસનગર વિધાનસભાની ટીકીટ આપી હોવાનું લોકો માને છે. બદ્‌નસીબે વિધાનસભાની ચુંટણીમાં મહેશભાઈ પટેલ આશરે ૨૯૦૦ જેટલા મતોથી ચુંટણી હાર્યા હતા. જોકે રાજકારણમાં નિસ્વાર્થ માણસો કે મિત્રો મલવા તેતો આજના સમયમાં કુદરતનો એક ચમત્કારજ કહેવાય. રાજકારણમાં જોડાયેલા લોકો પહેલા પોતાનો સ્વાર્થ વિચારતા હોય છે. જેમાં વિધાનસભાની ચુંટણી પહેલા પાસના નેતા હાર્દિક પટેલની સાથે તેના પડછાયાની જેમ ફરતા મહેશભાઈ પટેલ વિધાનસભાની ચુંટણી હાર્યા બાદ ઘણા સમયથી હાર્દિક પટેલ સાથે દેખાતા નથી. જેમાં વળી વિસનગર ધારાસભ્ય કાર્યાલયના તોડફોડ કેસના ચુકાદાના દિવસે હાર્દિક પટેલ તથા એસપીજી અધ્યક્ષ લાલજીભાઈ પટેલ સહિતના આરોપીઓના મિત્રો, સમર્થકો મોટી સંખ્યામાં કોર્ટમાં હાજર રહ્યા હતા. અને તમામ આરોપીઓ નિર્દોષ જાહેર થાય તેવી પ્રાર્થના કરતા હતા. આવા કપરા સમયે હાર્દિક પટેલ સાથે પડછાયાની જેમ ફરી વિધાનસભાની ટિકીટ મેળવેલા તેમના નજીકના મિત્ર મહેશભાઈ પાલડી કોર્ટમાં નહી દેખાતા લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. લોકોમાં એવી ચર્ચા હતી કે મહેશભાઈ પાલડીએ પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાસના નેતા હાર્દિક પટેલ સાથે સારા સબંધો બનાવી કોંગ્રેસમાંથી વિધાનસભાની ટીકીટ લેવા માગતા હતા. અને હાર્દિક પટેલની ભલામણથી કોંગ્રેસે કાર્યકરોના ભારે વિરોધ વચ્ચે મહેશભાઈને વિધાનસભાની ટીકીટ ફાળવી હતી. જેમાં તેઓ સામાન્ય મતોથી હારી ગયા હતા. હવે મહેશભાઈને હાર્દિકની જરૂર નહી હોવાથી તેઓ તેની સાથે વિસનગરમાં દેખાતા નહી હોવાનું ચર્ચાય છે.

Leave a Reply

Top