You are here
Home > News > વિસનગરના વેપારીઓએ બે વેપારી મહામંડળો સ્વીકારવા પડશે

વિસનગરના વેપારીઓએ બે વેપારી મહામંડળો સ્વીકારવા પડશે

પ્રતિકુળ પરિસ્થિતિને સાનુકુળતામાં રાખવાનું શીખી
વિસનગરના વેપારીઓએ બે વેપારી મહામંડળો સ્વીકારવા પડશે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર શહેરના વેપારીઓ નસીબદાર છે કે તેમની સેવા કરવા માટે બે વેપારી મહામંડળો મળ્યા છે. આ આનંદની વાત નથી પણ જે પરિસ્થિતિનું સર્જન થઈ ગયું છે તે આનંદથી સ્વીકાર્યા વિના છૂટકો નથી.
વિસનગર વેપારી આલમ માટે શરમ સાથે દુઃખની વાત છેકે ગામમાં બે વેપારી મહામંડળો બન્યા છે. તે શહેરના તમામ વેપારીઓની આબરૂ ઓછી કરવાનો પ્રસંગ બન્યો છે. ભૂલ કરનારને તેની ભૂલ ખોટી દેખાતી નથી. ભૂલ કરનાર પોતાને સાચો જ સમજે છે તેવી રીતે શહેરના કયા વેપારી મહામંડળે ભૂલ કરી તે સ્વીકારવા કોઈ તૈયાર નથી. ત્યારે તો સમાધાનના પ્રયત્નો સફળ રહ્યા નથી કે કેટલાક સત્તા લાલસુ વ્યક્તિઓએ સમાધાનના પ્રયત્નો સફળ થવા દીધા નથી. જે થયું તે પ્રતિકુળ પરિસ્થિતિને સાનુકુળ બનાવી શકે તે સાચો વેપારી. વિસનગરના તમામ વેપારીઓએ એમ સમજવાનું કે તેમની સેવા, મદદ કરનાર બે જુથો છે. બન્ને જુથો બધાજ વેપારીઓને મદદકર્તા છે. જો વેપારીઓ કોઈના નહિ થાય તો આજ નહિ તો કાલે બન્ને વેપારી મહામંડળને તેમની ભૂલ સ્વીકારવી જ પડશે. બે વેપારી મહામંડળના જુથમાં વેપારીઓજ છે. વેપારી મહામંડળ સમજે છેકે તેમને વેપારીઓનીજ સેવા કરવાની છે. વેપારીઓના પ્રશ્નો હલ કરવાના છે. વેપારીઓ તેમના પ્રશ્નો માટે વેપારીઓએ પોતાના કે પારકા ભૂલી જે પ્રશ્નો હલ કરી શકે તેની પાસે જવાની નીતિ રાખવી પડશે. વેપારીઓ ગાય વાળે તે ગોવાળ જેવી નીતિરીતિ રાખશે તોજ ગામ વિવાદથી પર રહેશે. ઊભી થયેલી પરિસ્થિતિ શાંતિ જળવાય તેવી નથી બન્ને વેપારી મંડળો એકબીજા ઉપર દોષારોપણ કરી એકબીજાની લીટી ટૂંકી કરવાનું ન વિચારે. પોતાની લીટી લાંબી કરી બીજાની લીટી ટૂંકી કરવાનો અભિગમ રાખશે તોજ વેપારી આલમમાં શાંતિ રહેશે. એક વેપારી મહામંડળ કોઈ કાર્યક્રમ કરે તો બીજા વેપારી મંડળે તેમને ટેકો આપવો જોઈએ. ટેકો આપવામાં નાનમ અનુભવાતી હોય તો બીજો વેપારી મહામંડળના કાર્યક્રમનો વિરોધ તો નજ કરવો જોઈએ. જો આવી નીતિ રખાશે તોજ ગામમાં આવી પડેલા વિવાદો ટળશે. નહિ તો શહેરના તમામ એસોસીએશનોમાં ભાગલા પડશે. ભલે બન્ને વેપારી મહામંડળો વેપારીઓની સેવા કરે ત્રણ વર્ષ પછી જ ગામના વેપારીઓએજ નક્કિ કરવાનું રહેશે કે કયા વેપારી મહામંડળના કયા કાર્યકરનું કામ સારુ હતું? કોણ ફક્ત સત્તા માટે આવ્યા હતા. કામ કરતા કાર્યકરોને રાખી સત્તા માટે આવેલા કાર્યકરોને વિદાય(જાકારો) આપી નવું એસોસીએશન બનાવવું પડશે. ત્યારે વેપારી મહામંડળ થકી ગયેલી શહેરના વેપારીઓની આબરૂ પરત આવશે.

Leave a Reply

Top