You are here
Home > News > સરકાર ટ્રી ગાર્ડ આપે,અપાવે અથવા  વૃક્ષારોપણના નાટકો બંધ કરે

સરકાર ટ્રી ગાર્ડ આપે,અપાવે અથવા  વૃક્ષારોપણના નાટકો બંધ કરે

સરકાર ટ્રી ગાર્ડ આપે,અપાવે અથવા  વૃક્ષારોપણના નાટકો બંધ કરે


ચોમાસુ આવે વરસાદની શરૂઆત થાય વન વિભાગ જાગૃત થાય અખબારોમાં વૃક્ષારોપણની જાહેરાતો અને આર્ટીકલ ચાલુ થાય. નેતાઓ લાંબા લાંબા ઝભ્ભા પહેરી વૃક્ષારોપણ કરી ફોટા પડાવી અખબારોમાં છપાવી સંતોષ માને કે વરસાદ લાવતા વૃક્ષોનો તેમણે ઉછેર કરી નાંખ્યો. ત્યારબાદ શરૂ થાય સરકારી નર્સરીઓ, એન.જી.ઓ., અને સેવાકીય સંસ્થાઓ, મફત કે કિફાયત ભાવે છોડનું વિતરણ કરે આ બધા કાર્યો અખબારોમાં છપાવી સંતોષ માને કે અમે વૃક્ષારોપણનું ભગીરથ કાર્ય કર્યુ. નરેન્દ્રભાઈ મોદી સી.એમ. હતા ત્યારે વૃક્ષારોપણના કાર્યને વેગ આપ્યો હતો. તે પી.એમ.બન્યા બાદ વૃક્ષારોપણ કાગળ ઉપર રહી ગયું. ગુજરાતના સી.એમ.વૃક્ષારોપણ કરે ત્યારબાદ સરકારી સંસ્થાઓમાં પણ વૃક્ષારોપણના નાટકો ચાલુ થાય. નેતાઓ, ઉચ્ચ અધિકારીઓ દ્વારા વાવવામાં આવેલ એકપણ વૃક્ષનો ઉછેર થયો હોય તેવા બહુજ જુજ દાખલા છે. તેમના વૃક્ષારોપણ કરેલા વૃક્ષો ઉછરી જાય તો બીજા વર્ષે ક્યાં વૃક્ષારોપણ કરે? નરેન્દ્રભાઈ મોદીના સમયમાં શહેરી વિસ્તારમાં વૃક્ષોની માવજત થાય તે માટે ટ્રી ગાર્ડ લગાવવામાં આવતા હતા. જેથી વાવેલા વૃક્ષોનો ઉછેર થતો હતો. છેલ્લા વર્ષોમાં પટેલ અનામત બાદ ગ્રામ સ્વરાજની સંસ્થાઓમાં કોંગ્રેસ શાસન આવ્યું છે. વૃક્ષારોપણ ભાજપનો કાર્યક્રમ ગણવામાં આવે છે. જેથી ગ્રામ સ્વરાજની સંસ્થાએ જે અત્યાર સુધી ટ્રી ગાર્ડ મંગાવી વિતરણ કરતી હતી તે બંધ થઈ ગયું છે. ટ્રી ગાર્ડની બજાર કિંમત ૪૦૦/- રૂા. થી ૧૫૦૦/- રૂપિયા સુધીની છે. પહેલાં ટ્રી ગાર્ડ વિનામુલ્યે મળતા હતા. ત્યારે શહેરી વિસ્તારની સોસાયટીના રહીશો વિનામુલ્યે મળતા છોડ અને વિનામુલ્યે મળતા ટ્રી ગાર્ડ લગાવી ઝાડનો ઉછેર કરતા હતા. જેનું પરિણામ ૫૦ ટકા કરતાં પણ વધારે હતુ. હવે ગ્રામ સ્વરાજની સંસ્થાઓમાં ટ્રી ગાર્ડ મળતા બંધ થઈ ગયા છે. ભલે છોડ મફત મળે પણ ટ્રી ગાર્ડ વગર ઉછેર કરવો કઠીન છે. મોંઘા ટ્રી ગાર્ડ લાવી છોડના ઉછેર કરવા લોકો ઓછી તૈયારી બતાવે, સોસાયટી વિસ્તારના વૃક્ષપ્રેમી લોકો ટ્રી ગાર્ડ માટે પૈસા ખર્ચવા તૈયાર થાય તો ટ્રી ગાર્ડ આસાનીથી મળી શકે નહિ. જેથી વૃક્ષપ્રેમીઓ પણ વૃક્ષો ઉછેરવાનો વિચાર માંડી વાળે માટે સરકારે તથા એન.જી.ઓ. કે સેવાકીય સંસ્થાઓએ સસ્તા ટ્રી ગાર્ડ લોકોને ઉપલબ્ધ કરાવવા માટે કમર કસવી જોઈએ. ગ્રામ સ્વરાજની સંસ્થાઓએ ટ્રી ગાર્ડ ઉત્પાદક સાથે કોન્ટ્રાક્ટ કરી સબસીડી વાળા ટ્રી ગાર્ડ શહેરી વિસ્તારમાં આપવામાં આવે તો ચોક્કસ પણે ઘરની શોભા વધારવા સોસાયટી વિસ્તારમાં વૃક્ષનો ઉછેર થાય વૃક્ષ એ વરસાદ ખેંચી લાવતું માધ્યમ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જ્યાં લીલોતરી છે તે વિસ્તારમાં વરસાદ મન મૂકીને પડે છે. ઉત્તર ગુજરાતમાં વૃક્ષોનું પ્રમાણ ઘણું ઓછું હોવાથી પૂરતો વરસાદ આવતો નથી. સરકાર તરફથી વૃક્ષ વાવનારાઓને પ્રોત્સાહિત કરવામાં આવે તો શહેરી વિસ્તારમાં ચોક્કસ વૃક્ષારોપણ થાય. દર વર્ષે થોડા થોડા વૃક્ષનો ઉછેર થાય તો ચોક્કસ વૃક્ષોની સંખ્યા વધે. વૃક્ષોની સંખ્યા વધે તો વરસાદ વધે તે ચોક્કસ વાત છે. સરકારે ટ્રી ગાર્ડની ઉપલબ્ધિનો વિચાર કર્યા વગર વૃક્ષારોપણના નાટકો બંધ કરી દેવા જોઈએ.

Leave a Reply

Top