You are here
Home > News > વિસનગર સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડીક સર્જન ર્ડા.યશ દ્વારા હાડકાના સફળ ઓપરેશન

વિસનગર સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડીક સર્જન ર્ડા.યશ દ્વારા હાડકાના સફળ ઓપરેશન

વિસનગર સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડીક સર્જન ર્ડા.યશ દ્વારા હાડકાના સફળ ઓપરેશન

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પંથકના લોકોને એ જાણીને આનંદ થશે કે વિસનગર સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડીક સર્જન ર્ડાક્ટરની સેવા શરૂ થઈ ગઈ છે. ટુંકજ સમયમાં ઓર્થોપેડીક ર્ડા.યશ દ્વારા એક વૃધ્ધાના થાપાનુ અને અકસ્માતના એક કેસમાં હાથે ફેક્ચર થતા આ બન્ને ઓપરેશન સફળ રીતે કરવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલના અધિક્ષક ર્ડા.પારૂલબેન પટેલ દ્વારા આવા ઉત્સાહી યુવાન ર્ડાક્ટર વધુમાં વધુ ઓપરેશન કરે તે માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે.
અકસ્માતમાં કે અન્ય કારણે હાથ કે પગનુ હાડકુ ભાગે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આ ખર્ચાળ ઓપરેશન કરાવી શકતા નથી. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ઘણી વખત રૂા.૩૫ થી ૪૦ હજારના ખર્ચવાળા આવા ઓપરેશન માટે દેવુ કરવુ પડ્યુ હોવાના પણ અનેક દાખલા છે. પરંતુ વિસનગર શહેર અને તાલુકાના લોકો એ જાણીને આનંદ પામશે કે વિસનગર સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડીક સર્જન ર્ડાક્ટરની સેવા શરૂ થઈ ગઈ છે. જેના કારણે ફુલટાઈમ ઓપીડી, ઈન્ડોર, ઓપરેશન, ઈમરજન્સી, એક્સીડન્ટમાં હવે તાત્કાલીક ૨૪ કલાક ઓર્થોપેડીક ર્ડાક્ટરની સેવા મળી રહેશે.
ર્ડા.યશ ઉત્સાહી છે. જેમણે સિવિલ હોસ્પિટલમાં ડ્યુટી જોઈન્ટ કર્યાના ૧૫ દિવસમાંજ બે સફળ ઓપરેશન કર્યા છે. વિસનગર તાલુકાના કામલપુર(ખ) ગામના ૬૦ વર્ષના વૃધ્ધા વિનુબેન કાન્તીજી ઠાકોરને ત્રણ મહિના પહેલા થાપાનું ફેક્ટર થયુ હતુ. જેઓ ઓપરેશન કરાવી નહી શકતા પથારીવસ હતા. ત્યારે ર્ડા.યશ એ ડાબા થાપાનો ગોળો જેને હીપ રીપ્લેસમેન્ટ કહેવાય છે તે સફળ ઓપરેશન કર્યુ હતુ.
વડનગર અરજણબારીના મેરૂજી ગીધાજી ઠાકોર ઉં.વ.૪૬ રીક્ષામાં જતા હતા ત્યારે ડમ્પરે ટક્કર મારતા આ અકસ્માતમાં મેરૂજી ઠાકોરને ડાબા હાથે ફેક્ચર થયુ હતુ. જેમણે હાથના ફેક્ચરનુ ઓપરેશન કરાવવા માટે ત્રણથી ચાર ઓર્થોપેડીક હોસ્પિટલમાં સંપર્ક કર્યો હતો. પરંતુ ઓપરેશનનો ખર્ચ વધારે હોઈ આર્થિક સંકડામણના કારણે મેરૂજી ઠાકોર ઓપરેશન કરાવી શકતા નહોતા. ત્યારે ર્ડા.યશ એ વિસનગર સિવિલ હોસ્પિટલમાં મેરૂજી ઠાકોરના ડાબા હાથના ફેક્ચરનુ સફળ ઓપરેશન કર્યુ હતુ.
વિસનગર સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડીક ર્ડા.યશ માટે બીરદાવનારી બાબત તો એ છેકે સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડીક ઓપરેશનના સાધનો ન હોવા છતા ર્ડા.યશ એ તેમના અન્ય ઓર્થોપેડીક ર્ડાક્ટરોની મદદથી વિસનગર સિવિલમાં સાધનો લાવી બે સફળ ઓપરેશન કર્યા હતા. સિવિલ હોસ્પિટલના અધિક્ષક ર્ડા.પારૂલબેન પટેલ દ્વારા આ ઉત્સાહી ઓર્થોપેડીક સર્જનને પુરેપુરૂ પ્રોત્સાહન મળી રહ્યુ છે. હોસ્પિટલ અધિક્ષક ર્ડા.પારૂલબેન પટેલે જણાવ્યુ છેકે ઓર્થોપેડીક ર્ડાક્ટરની સેવાથી હોસ્પિટલમાં ફુલટાઈમ ઓપોડી, ઈન્ડોર, ઓપરેશન, ઈમરજન્સી, એક્સીડન્ટ જેવા કેસમાં ૨૪ કલાક સેવા મળશે. હવે અકસ્માતના કેસમાં વિસનગર સિવિલમાં સારવાર લેનાર દર્દીને ઓર્થોપેડીક સારવાર માટે મહેસાણા સિવિલમાં રીફર કરવાની જરૂર પડશે નહી. ર્ડા.પારૂલબેન પટેલે વધુમાં જણાવ્યુ છેકે સી.એમ. સેતુ અંતર્ગત બાળકોના અને સર્જન ર્ડાક્ટરની મંજુરી મળી છે. સિવિલ હોસ્પિટલમાં ટુંક સમયમાં બાળકોના ર્ડાક્ટર મેહુલભાઈ પંડ્યા અને સર્જન ર્ડાક્ટર અમીતભાઈ દેસાઈની સેવા મળી રહેશે.

Leave a Reply

Top