You are here
Home > News > ઘરફોડ ચોરીઓ સામે કુંભકર્ણની નિંદ્રામાં રહે છે ત્યારે વડાપ્રધાનના વતનનો કાચબો ચોરાતા તંત્રની ઉંઘહરામ

ઘરફોડ ચોરીઓ સામે કુંભકર્ણની નિંદ્રામાં રહે છે ત્યારે વડાપ્રધાનના વતનનો કાચબો ચોરાતા તંત્રની ઉંઘહરામ

ઘરફોડ ચોરીઓ સામે કુંભકર્ણની નિંદ્રામાં રહે છે ત્યારે
વડાપ્રધાનના વતનનો કાચબો ચોરાતા તંત્રની ઉંઘહરામ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવમાંથી કોઈ ઈસમોએ કપડાથી આશરે ૪૦ કિલોના મહાકાય કાચબાની ચોરી કરી હોવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા સમગ્ર વહીવટીતંત્ર દોડતુ થયુ છે. આ બનાવ અંગે વડનગર રેન્જ ફોરેસ્ટ ઓફિસરની ફરિયાદ આધારે પોલીસે કાચબાની ચોરી કરનાર ઈસમોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવમાં આશરે ૪૦ થી ૬૦ કિલોના મહાકાય કાચબા અને મહાકાય મગરો હોવાનુ સ્થાનિકો જણાવી રહ્યા છે. જેમાં થોડા દિવસ પહેલા કોઈ અજાણ્યા ઈસમોએ આ તળાવમાંથી આશરે ૪૦ કિલો વજનના મહાકાય કાચબાની ચોરી કરી હોવાનો વિડીયો વાયરલ થતા સમગ્ર વહીવટી તંત્રના અધિકારીઓમાં દોડધામ મચી હતી. આ બનાવ અંગે વડનગર રેન્જ ફોરેસ્ટ ઓફીસરની ફરિયાદ આધારે વડનગર પોલીસે અજાણ્યા શખ્સો સામે આઈ.પી.સી. કલમ-૩૭૯, ૧૧૪ તથા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ ની કલમ ૫૧ મુજબ અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં વડનગર પી.એસ.આઈ.બી.એમ.પટેલે તાલુકાના કેટલાક શકમંદોની પુછપરછ હાથ ધરી છે. પરંતુ હજુ સુધી કાચબાના ચોરોનુ પગેરૂ શોધવામાં પોલીસને સફળતા મળી નથી.
અત્રે નોંધપાત્ર બાબત છેકે વડનગર સહિત અન્ય તાલુકાઓમાં અનેક મોટી ઘરફોડ ચોરીઓ થઈ છે. ગીરના જંગલોમાં સિંહોના શિકાર થયા છે, ગૌમાતાને કતલખાને લઈ જઈ હત્યાઓ કરાય છે. છતાં ગૌરક્ષકના નામે પ્રજાના મતો મેળવનાર નેતાઓ અને વહીવટીતંત્રના અધિકારીઓનુ પેટનુ પાણી પણ હલતુ નથી. તેઓ ઘોર નિંદ્રામાં રહેતા હોય છે. જો કોઈ વ્યક્તિ નામજોગ ફરિયાદ આપે તો પોલીસ તેની ફરિયાદ નોંધી કાગળ ઉપર કાર્યવાહી કરે છે. ત્યારે વડાપ્રધાનના માદરે વતન વડનગરના શર્મિષ્ઠા તળાવમાંથી આશરે ૪૦ કિલો વજનના કાચબાની ચોરીનો વિડીયો વાયરલ થતા સમગ્ર વહિવટી તંત્રના અધિકારીઓ કાચબાના ચોરોને ઝડપી પાડવા રાત-દિવસ મહેનત કરી રહ્યા છે. કારણકે આ કાચબો વડાપ્રધાનના વતનનો માનીતો કાચબો છે. જ્યારે કેટલાક ટીખળખોરો એવી રમુજ કરી રહ્યા છે કે જે અધિકારી વડાપ્રધાનના વતનના આ કાચબાને શોધી લાવશે તેનુ ખાતાકીય પ્રમોશન સાથે જાહેરમાં સન્માન પણ થઈ શકે છે.

Leave a Reply

Top