You are here
Home > News > પુરતા પ્રમાણમાં પાણી નહી મળે ત્યાં સુધી ટેન્કરથી પાણી આપવાના આશ્વાસન આપતા અર્બુદાનગરમાં પાણી નહી આપતા ઉપવાસની ચીમકી

પુરતા પ્રમાણમાં પાણી નહી મળે ત્યાં સુધી ટેન્કરથી પાણી આપવાના આશ્વાસન આપતા અર્બુદાનગરમાં પાણી નહી આપતા ઉપવાસની ચીમકી

પુરતા પ્રમાણમાં પાણી નહી મળે ત્યાં સુધી ટેન્કરથી પાણી આપવાના આશ્વાસન આપતા
અર્બુદાનગરમાં પાણી નહી આપતા ઉપવાસની ચીમકી
(પ્ર.ન્યુ. સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં ધરોઈ કોલોની રોડ ઉપર આવેલ અર્બુદાનગર સોસાયટીમાં પીવાનુ પૂરતુ પાણી નહી મળતુ હોવાની સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે. ત્યારે પૂરતા પ્રમાણમાં પાણી નહી મળે ત્યાં સુધી ટેન્કરથી પાણી આપવાનુ આશ્વાસન આપવામાં આવ્યુ હતુ. અર્બુદાનગરમાં ટેન્કરથી પણ પાણી આપવામાં નહી આવતા સોસાયટીના એક રહીસ દ્વારા પાણીના ત્રાસે ગાંધી ચીન્ધ્યા માર્ગે ઉપવાસની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
વિસનગરમાં ધરોઈ કોલોની રોડ ઉપર ગીરીશભાઈ પટેલ પાલિકા પ્રમુખપદેથી ઉતર્યા ત્યારથી પાણીની સમસ્યા ઉદ્‌ભવી છે. ગીરીશભાઈ પટેલ બે વર્ષ વોટર વર્કસના ચેરમેન રહ્યા અને પ્રમુખ રહ્યા ત્યાં સુધી આ વિસ્તારમાં પાણીની કોઈ બુમરાડ હતી નહી. પરંતુ પાલિકામાં જ્યારથી આ વિસ્તારનું નેતૃત્વ ઘટ્યુ ત્યારથી પાણીની બુમરાડ થતી જોવા મળી રહી છે. અત્યારે અર્બુદાનગર સોસાયટીમાં વધારેમાં વધારે પાણીનો ત્રાસ જોવા મળી રહ્યો છે.
અર્બુદાનગર સોસાયટીના રહીશ નિકુંજભાઈ રાવલ દ્વારા પાણીના મુદ્દે પાલિકા પ્રમુખ સમક્ષ રજુઆત કરવામાં આવી છેકે, અગાઉ પાણીના મુદ્દે અર્બુદાનગર સોસાયટીમાં તત્કાલીન પ્રમુખ શકુન્તલાબેન પટેલની અધ્યક્ષતામાં મીટીંગ મળી ત્યારે જણાવાયુ હતું કે, પુરતા પ્રમાણમાં પાણી નહી મળે ત્યાં સુધી ટેન્કરથી પાણી પુરૂ પાડવામાં આવશે. શકુન્તલાબેન પટેલને પાણીના ટેન્કર બાબતે રજુઆત કરીએ ત્યારે ટેન્કરથી પાણી મળતુ હતુ. ત્યારબાદ ગોવિંદભાઈ ગાંધી પ્રમુખ બનતા તેમને પાણીના ટેન્કર બાબતે જણાવતા બે વખત ટેન્કર મોકલ્યુ હતુ. અને હવે પાણીના ટેન્કર માટે વોટર વર્કસમાં માગણી કરીએ ત્યારે પૈસા માગવામાં આવે છે. પુરતા પ્રમાણમાં પાણી મળતુ ન હોય તો પાણી પુરૂ પાડવાની જવાબદારી પાલિકાની છે. વળી પૂરતા ફોર્સથી પાણી ન મળે ત્યાં સુધી ટેન્કર દ્વારા પાણી આપવા અગાઉ આશ્વાસન આપવામાં આવ્યુ છે. ત્યારે પાણીની પુરતી સુવિધા આપવાની જવાબદારી પાલિકા તંત્રની છે. ઘરમાં બીલકુલ પાણી આવતુ નથી ત્યારે પાણીની વ્યવસ્થા કરવામાં નહી આવે તો ગાંધી ચીન્ધ્યા માર્ગે ઉપવાસ કરવાની ફરજ પડશે.

Leave a Reply

Top