You are here
Home > News > ભગવાન શંકરનો પ્રિયમાસ…શ્રાવણ માસમાં વિશેષ…

ભગવાન શંકરનો પ્રિયમાસ…શ્રાવણ માસમાં વિશેષ…

ભગવાન શંકરનો પ્રિયમાસ…શ્રાવણ માસમાં વિશેષ…
શ્રાવણમાસને સર્વોત્તમ માસ કહ્યો છે કારણ કે આ પાંચ પૌરાણીક બાબતોથી જાણવા મળશે શ્રાવણ માસનું મહત્વ…
(૧)મરકંડુ ઋષીના પુત્ર મારકન્ડેયે લાંબા આયુષ્યની પ્રાપ્તિ માટે શ્રાવણ મહીનામાં ઘોર તપ કરીને ભગવાન શીવની કૃપા પ્રાપ્ત કરી હતી. જેનાથી મળેલ મંત્ર શક્તિ સામે મૃત્યુના દેવ યમરાજ પણ નત મસ્તક થઈ ગયા હતા. (ર) ભગવાન શીવને શ્રાવણ માસ પ્રિય છે. કારણ કે શ્રાવણ મહીનામાં પૃથ્વી ઉપર અવત્તરીત થઈને ભગવાન શીવ એમની સાસરીમાં ગયા હતા અને ત્યાં એમનું સ્વાગત જળથી જળાભીષેક કરીને કરવામાં આવ્યુ હતુ. જેથી પૃથ્વી લોકના માનવ માટે ભગવાન શીવની કૃપા મેળવવાનો આ સુંદર અને ઉત્તમ સમય ગણાય છે.(૩) પૌરાણીક કથામાં વર્ણન આવે છે કે સમુદ્રમંથન શ્રાવણમાસમાં કરવામાં આવ્યુ હતુ. અને સમુદ્રમંથન વખતે જે હળાહળ ઝેર નીકળ્યુ તે ભગવાન શંકરે કંઠમાં રાખ્યુ અને સૃષ્ટીની રક્ષા કરી. આ સમયે એમનો કંઠ નીલર્વણનો થયો જેથી ભગવાન શીવ નીલકંઠ કહેવાયા. અને ઝેરના પ્રભાવને હળવો કરવા માટે દેવી+દેવતાઓએ ભગવાન શીવ ઉપર જળથી અભિષેક કર્યો જેથી શીવલીંગ ઉપર જળ ચડાવવાનું ખુબજ મહત્વ છે. (૪) શીવપુરાણમાં ઉલ્લેખ છે કે ભગવાન શીવ સ્વયં જળ સ્વરૂપ છે, એટલા માટે જળથી જો અભીષેકના રૂપમાં આરાધના કરવામાં આવે તો ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે.(પ) શાસ્ત્રોમાં વર્ણન છે કે શ્રાવણ મહીનામાં ભગવાન વિષ્ણુ યોગ નીંદ્રામાં જાય છે. એટલા માટે આ ચોમાસાનો સમય (ચાર મહિના) ભક્તો-સાધુ-સંતો બધાના માટે અમૂલ્ય હોય છે. આ ચાર મહીનામાં જે પૂજા-પાઠ, સ્તુતિ, આરાધના, ભક્તિ કરવામાં આવે એ વૈદીક યજ્ઞ સમાન પુણ્ય આપનારી છે, જેને એક પ્રકારનુ પૌરાણીક વ્રત પણ કહેવાય છે. આ દીવસોમાં સૃષ્ટીના સંચાલનનું ઉતરદાયીત્વ ભગવાન શિવ ગ્રહણ કરે છે. એટલા માટે શ્રાવણના પ્રધાનદેવ ભગવાન શીવશંકર ગણાય છે.
શીવ પુરાણ અનુસાર ભગવાન શિવને પ્રસન્ન કરવાના ઉપાય આ પ્રમાણે છે.
• ચોખા – ચઢાવવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. • બીલીપત્ર – ચઢાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે. • ડાંગર-જવ – ચઢાવવાથી કન્યાની પ્રાપ્તિ થાય છે. • દુર્વા-ધરો – ચઢાવવાથી લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે. • ગાયનુ ઘી – ચઢાવવાથી સુખ+સમુધ્ધિની પ્રાપ્તિ થાય છે. • દર્ભ – ચઢાવવાથી શત્રુ ઉપર વિજય પ્રાપ્તિ થાય છે. • જળ – ચઢાવવાથી શાંતીની પ્રાપ્તિ થાય છે. • ગંધ-અત્તર – ચઢાવવાથી સુખની પ્રાપ્તિ થાય છે. • પંચામૃત – ચઢાવવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. • દુધ – ચઢાવવાથી આયુષ્ય + આરોગ્યની પ્રાપ્તિ થાય છે. • દહીં – ચઢાવવાથી સંપત્તિની પ્રાપ્તિ થાય છે. • મધ – ચઢાવવાથી પ્રભુની કૃપા+ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. • શેરડીનો રસ – ચઢાવવાથી આરોગ્ય+મનની શાંતીની પ્રાપ્તિ થાય છે. • શ્રીફળનું પાણી – ચઢાવવાથી અલૌક્ય આનંદની પ્રાપ્તિ થાય છે. • હળદર – ચઢાવવાથી રાજસ્ય આપનાર+ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. • સુંગધીત ફુલ- ચઢાવવાથી દેવામાંથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. • આમળાનો રસ – ચઢાવવાથી પિત્તૃઓને શાંતિની પ્રાપ્તિ થાય છે. • દ્વાક્ષ – ચઢાવવાથી દરીદ્રતા દુર થાય છેે. • દાડમ – ચઢાવવાથી રાજ્યની પ્રાપ્તિ થાય છે. • ગંધોદક – ચઢાવવાથી જ્ઞાન+ભક્તિની પ્રાપ્તિ થાય છે. • દુધ+સાકર – ચઢાવવાથી પુત્ર પ્રાપ્તિ અને સારી બુધ્ધિ પ્રાપ્ત થાય છે. • બીલીપત્ર – ચઢાવવાથી ત્રણ જન્મના પાપમાંથી મુક્તિ મળે છે.
નવગ્રહોની કૃપા પ્રાપ્ત કરવા માટે શીવલીંગની આગળ વાર પ્રમાણે ફળ મુકવાથી ભગવાન શીવની ખુબજ કૃપા પ્રાપ્ત થાય છે. • રવિવારે- દ્વાક્ષ • સોમવારે-સાકર • મંગળવારે-સોપારી • બુધવારે-મોસંબી • ગુરૂવારે-જામફળ • શુક્રવારે-બીજોરું અથવા કેળું • શનિવારે-ખારેક • બુધવારે-ટોપરુ(રાહુ માટે) • સોમવારે-દાડમ(કેતુ માટે)
• પુજા ખુબજ શાંતીથી શાંતચીત્તે – પવિત્ર ભાવથી કરવી કારણ કે પવિત્રતા પરમાત્માને પ્રિય છે. • શીવલીંગ ઉપર દુધ તાંબાના પાત્રથી ચડાવવું નહી, તાંબાના પાત્રથી શીવલીંગ ઉપર જળ ચડાવવું. • દુધ+પાણી મીક્ષ કરીને શીવલીંગ ઉપર ચઢાવવું નહી. • પૂજા કરતાં પહેલાં રોજ તીલક કરવું. રૂદ્રાક્ષની માળા શક્ય હોય તો ગળામાં ધારણ કરવી. • પુજામાં આસનનું ખુબ જ મહત્વ છે, પુજા માટે દર્ભનું અથવા ઉનનું અથવા સાદુ આસન જેના ઉપર બેસીને પુજા કરવાની હોય તે આસન એક જ રાખવું. પુજા માટે આસન પોતાના ઘેરથી લઈને જવું, બીજાના આસન પર બેસીને પુજા કરવી નહી. • સાચા હૃદયથી સારી ભાવનાથી કરેલી પુજા ચોક્કસ સફળ થાય છે.

Leave a Reply

Top