You are here
Home > News > વિસનગરમાં પાણીપુરીવાળા નહિ સુધરે તો જનતા રેડની શક્યતા

વિસનગરમાં પાણીપુરીવાળા નહિ સુધરે તો જનતા રેડની શક્યતા

વિસનગરમાં પાણીપુરીવાળા નહિ સુધરે તો જનતા રેડની શક્યતા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા પાણીપુરીવાળાના વિવાદમાં વિસનગર શહેર પણ જોડાય તે પહેલા શહેરના પૂરી પકોડીવાળા સુધારો લાવે તે જરૂરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત રાજ્યમાં ગામેગામ પાણીપુરીવાળાઓ દ્વારા આરોગ્યને હાનિકારક રખાતી ગંદકી બાબતે ચળવળ ચાલી રહી છે. આમેય પાણીપુરીવાળા આરોગ્યને હાનિકારક ખાદ્ય સામગ્રી આપવાનુ ગેરવર્તન કરે છે. એક જ તેલમાં વારંવાર પૂરી પકોડીઓ તળવાથી આરોગ્યને હાનિકારક કાર્ય બને છે. જે અટકાવી શકાવાનું નથી. બીજુ જેનો અમલ કરી શકાય તેવું કાર્ય છે. પાણીપુરીની બનાવટમાં સ્વચ્છતા જાળવવામાં આવતી નથી. પાણીપુરીમાં વપરાતી ખાદ્ય સામગ્રીમાં બટાકા હલકી કક્ષાના હોય છે. વિસનગર શાકમાર્કેટમાં ભદ્દા બટાકા(બગડેલા બટાકા)ના ખરીદનાર પાણીપુરીવાળા અને કેટલાક નાસ્તા હાઉસવાળા છે. બાફેલા ચણા વધે તો તેને બીજા દિવસે ઉપયોગ કરાય છે. પાણીની સ્વચ્છતા જળવાતી નથી. પાણીપુરીવાળા હાથમાં ગ્લોઝ પહેરતા નથી., ગ્લોઝ, એપ્રન અને માથે ટોપી પહેરવી જોઈએ. વિસનગર શહેરમાં ખાણી પીણીવાળા સામેની જેહાદની શરૂઆત થોડા સમયથી ચાલુ થઈ ગઈ છે. ગ્રાહક સુરક્ષાના ચેરમેન ગોરધનભાઈ પટેલે મહેસાણા આરોગ્ય ખાતાને ખાણીપીણીવાળા સ્વચ્છતા જાળવે તે માટે ટકોર કરી છે. રાજ્યમાં પાણીપુરીવાળાઓ ઉપર જનતા રેડ ચાલુ થઈ છે. તે રીતે જો વિસનગરના પાણીપુરીવાળા સુધરશે નહિ તો કદાચ શહેરમાં જનતા રેડ ચાલુ થાય તો પૂરી પકોડીવાળાને શોષવા વારો આવી શકે છે.

Leave a Reply

Top