You are here
Home > News > હાર્દિક પટેલની બે વર્ષની સજાનો ચુકાદો હાઈકોર્ટે મોકુફ રાખ્યો

હાર્દિક પટેલની બે વર્ષની સજાનો ચુકાદો હાઈકોર્ટે મોકુફ રાખ્યો

હાર્દિક પટેલની બે વર્ષની સજાનો ચુકાદો હાઈકોર્ટે મોકુફ રાખ્યો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર ધારાસભ્ય કાર્યાલયના તોડફોડ કેસમાં વિસનગર સેસન્સ કોર્ટે પાસના નેતા હાર્દિક પટેલ, એસ.પી.જી.અધ્યક્ષ લાલજીભાઈ પટેલ તથા પાટીદાર આગેવાન એ.કે.પટેલને કસુરવાર ગણી બે વર્ષની સાદી કેદની સજા તથા રૂા.૫૦૦૦ ના દંડનો હુકમ કર્યો હતો. જે કેસની સજાઓ ચુકાદો રદ કરવા હાર્દિક પટેલે વકીલ મારફતે નામદાર હાઈકોર્ટમાં રીટ દાખલ કરતા હાઈકોર્ટે હાલ પુરતો સેસન્સ કોર્ટના સજાના ચુકાદાને મોકુફ રાખ્યો છે. જોકે જામીન માટે કરેલી શરત મુજબ હાર્દિક પટેલ મહેસાણા જીલ્લાની હદમાં પ્રવેશ કરી શકશે નહી તેવો હાઈકોર્ટે હુકમ કર્યો છે.
વિસનગરમાં તા.૨૩-૭-૨૦૧૫ ના રોજ પાટીદાર અનામતની માગણી સાથે શહેરમાં પાટીદારોની વિશાળ રેલી નિકળી હતી. રેલી પૂર્ણ થયા બાદ એક ટોળુ ધારાસભ્ય કાર્યાલય તરફ પહોચ્યુ હતુ. જ્યાં કાર્યાલયમાં ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ નહી દેખાતા ઉશ્કેરાયેલા ટોળાએ ધારાસભ્ય કાર્યાલયમાં તોડફોડ કરી હતી અને સમગ્ર ઘટનાનુ કવરેજ કરી રહેલા પત્રકારો ઉપર હુમલો કર્યો હતો. આ બનાવમાં પત્રકારની ફરિયાદ આધારે પોલીસે તપાસ દરમિયાન પાસના નેતા હાર્દિક પટેલ, એસ.પી.જી.અધ્યક્ષ લાલજીભાઈ પટેલ તથા પાટીદાર આગેવાન એ.કે.પટેલ સહિત ૧૭ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો હતો. જે કેસ વિસનગર સેસન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટના જજશ્રી દેસાઈ સાહેબે હાર્દિક પટેલ, લાલજીભાઈ પટેલ તથા એ.કે.પટેલને કસુરવાર ઠરાવી બે વર્ષની સાદી કેદની સજા તથા રૂા.૫૦૦૦ ના દંડનો હુકમ કર્યો હતો. જે સજાના ચુકાદાને રદ કરવા પાસના નેતા હાર્દિક પટેલે તેમના વકીલ ઝુબિન ભરડા અને રફીક લોખંડવાલા મારફતે નામદાર હાઈકોર્ટમાં રીટ દાખલ કરી હતી. જેમાં હાર્દિક પટેલે નામદાર હાઈકોર્ટ સમક્ષ એવી રજુઆત કરી હતી કે પોતાની સામે થયેલી પોલીસ ફરિયાદ ખોટી છે. આ બનાવ સમયે પોતે સ્થળ ઉપર હાજર હોવાના કોઈ આધાર-પુરાવા નથી. આતો પોલીસે પોતાની જાતે જ નિવેદનો નોંધી કાર્યવાહી કરી છે. હાર્દિક પટેલની તમામ દલીલો હાઈકોર્ટે ધ્યાને લઈ વિસનગર સેસન્સ કોર્ટના સજાના ચુકાદાને હાલ પૂરતો મોકુફ રાખ્યો છે. જોકે જામીન માટે કરેલી શરત મુજબ હાર્દિક પટેલ મહેસાણા જીલ્લાની હદમાં પ્રવેશ કરી શકશે નહી તેવો નામદાર હાઈકોર્ટે હુકમ કર્યો છે.

Leave a Reply

Top