You are here
Home > Local News > અજયભાઈ બારોટનું ઉર્જામંત્રીના હસ્તે સન્માન કરાયુ

અજયભાઈ બારોટનું ઉર્જામંત્રીના હસ્તે સન્માન કરાયુ

બ્રહ્મભટ્ટ સમાજનું ગૌરવ – લોક સાહિત્યકાર
અજયભાઈ બારોટનું ઉર્જામંત્રીના હસ્તે સન્માન કરાયુ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાના હાસ્ય કલાકાર, લોક સાહિત્યકાર એવા અજયભાઈ બારોટનુ વડનગર ખાતેના જીલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વે ઉર્જા મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યુ હતુ. જેમણે આ સન્માન મેળવી વિજાપુર તાલુકાનુ અને સમસ્ત બ્રહ્મભટ્ટ સમાજનું ગૌરવ વધાર્યુ છે.
મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાના વતની અજયભાઈ જે.બારોટ (હાસ્ય કલાકાર)એ લોક સાહિત્ય અને કલા ક્ષેત્રે છેલ્લા ૧૧ વર્ષથી ગુજરાત ઉપરાંત્ત દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. જેઓ ઝી ગુજરાતી ટીવી ચેનલ પરની હાસ્ય કલાકારોની હરિફાઈ ‘લોટપોટ નો જેકપોટ’ મા પ્રથમ વિજેતા બન્યા હતા. જેમાં સમગ્ર ગુજરાતના નામી હાસ્ય કલાકારોએ ભાગ લીધો હતો. હાસ્ય કલાકારોની હરિફાઈમાં પ્રથમ વિજેતા બનવા બદલ તેમજ પોતાની ઔલોકીક વાણીથી દેશ વિદેશમાં પોતાની કલા દ્વારા ગુજરાતીઓમાં પોતાનુ આગવુ સ્થાન બનાવી જીલ્લાને ગૌરવ અપાવવા બદલ અજયભાઈ બારોટનુ ૭૨ માં સ્વાતંત્ર્ય પર્વ ઐતિહાસિક નગરી વડનગર ખાતે યોજાયેલ જીલ્લા કક્ષાની ઉજવણીમાં ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલના વરદ્‌ હસ્તે સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યુ.
વિજાપુર શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને બ્રહ્મભટ્ટ સમાજના આ ગૌરવશાળી કલાકારે બુલંદ અવાજ અને પ્રભાવશાળી રજૂઆતથી દેશ-વિદેશના ગુજરાતીઓના દિલ જીતી લીધા છે. લોકસાહિત્ય ક્ષેત્રે અભૂતપૂર્વ યોગદાન બદલ મહેસાણા જીલ્લાના કલેક્ટર એચ.કે.પટેલ, ડી.ડી.ઓ. એમ.વાય.દક્ષિણિ, ઇછઝ્ર એચ.એમ.વોરા અને સમગ્ર જીલ્લા વહીવટી તંત્ર તરફથી આ સન્માન બદલ અજયભાઈ બારોટને અભિનંદન આપવામાં આવ્યા હતા.
અજય બારોટના અનેક હાસ્યના અને લોક સાહિત્યના કાર્યક્રમો ગુજરાતી ટી.વી. ચેનલો પર આવે છે. રાજકીય, સરકારી અને સામાજીક મેળવડાઓમાં સભા સંચાલનની પણ અલગ ખાસિયત ધરાવતા આ ગૌરવશાળી કલાકારને જીલ્લાવાસીઓ તરફથી શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.

Leave a Reply

Top