You are here
Home > News > નૂતન હોસ્પિટલના કેમ્પમાં ૩૦૦૦થી વધુ દર્દિઓએ લાભ લીધો

નૂતન હોસ્પિટલના કેમ્પમાં ૩૦૦૦થી વધુ દર્દિઓએ લાભ લીધો

તાલુકાના તમામ ગામમાં રોગ નિદાન કેમ્પનુ આયોજન છે-પ્રકાશભાઈ પટેલ
નૂતન હોસ્પિટલના કેમ્પમાં ૩૦૦૦થી વધુ દર્દિઓએ લાભ લીધો

(પ્ર. ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પંથકના લોકોને મફત તબીબી સારવારનુ સ્વ.સાંકળચંદ કાકાનુ સ્વપ્ન હતુ. દાદાનુ આ સ્વપ્ન તેમના પૌત્ર પ્રકાશભાઈ પટેલ સાચા અર્થમાં સાકાર કરી રહ્યા છે. નૂતન જનરલ હોસ્પિટલમાં તમામ પ્રકારના રોગના ર્ડાક્ટર ઉપલબ્ધ છે. સરકારની તમામ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. જેનો લાભ લેવા યુનિવર્સિટીના પ્રેસીડન્ટ પ્રકાશભાઈ પટેલે જણાવ્યુ છે. લોકોને ઘર આંગણે સારવાર મળે તે માટે વિવિધ કેમ્પનુ પણ આયોજન કરવામાં આવી રહ્યુ છે. જેમાં દિપરા દરવાજા ખાતેના મેડીકલ કેમ્પમાં ૫૦૦ ઉપરાંત દર્દિઓએ લાભ લીધો હતો.
વિસનગરની નૂતન જનરલ હોસ્પિટલ દ્વારા તા.૧૨-૮-૨૦૧૮ ના રોજ દિપરા દરવાજા ખાતે રોગ નિદાન અને સારવાર માટે મેડીકલ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ, ર્ડા.મીઠાવાલા, ગાયનેક ર્ડા.કાકાણી, ફીઝીશીયન ર્ડા.કેતનભાઈ જણસારી, બાળકોના ર્ડા.સોઢા તથા હોસ્પિટલના તમામ સ્ટાફે હાજરી આપી હતી. એ મેડીકલ કેમ્પમાં દિપરા દરવાજા વિસ્તારના ૫૦૦ ઉપરાંત્ત દર્દિઓએ લાભ લીધો હતો. તબીબી ચકાસણી બાદ જરૂરીયાત મુજબ દર્દિઓને વિનામૂલ્યે દવા પણ આપવામાં આવી હતી. દિપરા દરવાજા વિસ્તારના લોકોએ નૂતન જનરલ હોસ્પિટલના આ મેડીકલ કેમ્પને બીરદાવ્યો હતો. અત્યારે સ્પેશ્યલ ર્ડાક્ટરની સારવાર લેવા જાય તો રૂા.૨૦૦ થી ૩૦૦ કેસ ફી થાય છે અને દવા અલગ. ત્યારે નૂતન જનરલ હોસ્પિટલનો આ કેમ્પ મોંઘવારીમાં આશિર્વાદરૂપ બન્યો હતો.
મેડીકલ કેમ્પ બાબતે યુનિવર્સિટીના પ્રેસીડન્ટ પ્રકાશભાઈ પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતું કે અત્યાર સુધી તાલુકાના દઢિયાળ, ખરવડા, સુંશી, કુવાસણા અને વડનગર ડેપો ખાતે પાંચ કેમ્પ કરવામાં આવ્યા છે. દિપરા દરવાજા ખાતેનો મેડીકલ કેમ્પ છઠ્ઠો હતો. જે ૬ કેમ્પમાં થઈ ૩૦૦૦ થી પણ વધારે દર્દિઓએ ચેકઅપ કરાવ્યુ છે. દર્દિઓને જરૂરીયાત પ્રમાણે વિનામુલ્યે દવાઓનુ વિતરણ પણ કરાયુ છે. પ્રકાશભાઈ પટેલે વધુમાં જણાવ્યુ છેકે નૂતન જનરલ હોસ્પિટલમાં તમામ પ્રકારના રોગના સ્પેશ્યલ ર્ડાક્ટરની સેવા ઉપલબ્ધ છે. હોસ્પિટલમાં સરકારની તમામ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. આખા તાલુકાના તમામ ગામમાં મેડીકલ કેમ્પ કરવાનુ આયોજન છે.
નોંધપાત્ર બાબત છેકે કર્મવીર સ્વ.સાંકળચંદકાકાનુ એક સ્વપ્ન હતું કે વિસનગર તાલુકાની જનતાને સસ્તી અને સારી તબીબી સારવાર મળી રહે. ત્યારે તેમના પૌત્ર પ્રકાશભાઈ પટેલ શહેરના વિવિધ વિસ્તારો અને તાલુકાના ગામડામાં મેડીકલ કેમ્પ કરી લોકોને ઘર આંગણે સારવાર મળી રહે તેમજ નૂતન જનરલ હોસ્પિટલમાં મળી રહેલી વિવિધ સ્પેશ્યલ ર્ડાક્ટરની સારવાર અંગે જાણકાર થાય તે માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે.

Leave a Reply

Top