You are here
Home > Prachar News > બન્ને વેપારી મહામંડળ વેપારીઓને લુંટાતા બચાવે-ર્ડા.કાન્તીભાઈ

બન્ને વેપારી મહામંડળ વેપારીઓને લુંટાતા બચાવે-ર્ડા.કાન્તીભાઈ

સફાઈ અને લાઈટ વેરાની ચુંગાલમાંથી
બન્ને વેપારી મહામંડળ વેપારીઓને લુંટાતા બચાવે-ર્ડા.કાન્તીભાઈ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકા દ્વારા સફાઈ અને લાઈટ વેરાનો અમલ શરૂ થતા, મોટાભાગના મિલ્કત ધારકોને આ વેરા ખૂંચી રહ્યા છે. કોમર્શીયલમાં સીધોજ રૂા.૬૦૦ નો વધારો થયો છે. ત્યારે પાલિકાના પૂર્વ સભ્ય ર્ડા.કાન્તીભાઈ પટેલે જણાવ્યુ છેકે વેપારીઓને લુંટાતા બચાવવા વિસનગરના બન્ને વેપારી મહામંડળોએ એક થઈ લડત ચલાવવી જોઈએ.
બહુમતી તો ભાજપની પણ હતી પરંતુ વિસનગર પાલિકાના વર્તમાન બોર્ડની ગઠબંધનની બહુમતી લોકોને ભારે પડી રહી છે. સફાઈ અને લાઈટ વેરાનો વર્તમાન વર્ષથી અમલ કરવામાં આવતા મિલ્કત દીઠ રહેણાંક વિસ્તારમાં રૂા.૩૦૦ તથા કોમર્શીયલ વિસ્તારમાં રૂા.૬૦૦ ના વેરાનો વધારો ઝીંકાયો છે. બજારમાં મંદી છે, વરસાદ નથી, ઘરાકી નથી તેવામાં વેપારીઓને રૂા.૬૦૦ નો વેરો વધારો સહન કરવાનો વારો આવતા વેપારીઓમાં રોષ છે. નવાઈની વાત છેકે વિસનગરના તમામ માર્કેટની દુકાનોના વેરા લેવાય છે. જ્યારે માર્કેટ ખાનગી છે જેથી સ્વચ્છતા અને લાઈટની જવાબદારી પાલિકાની નથી તેમ કહી સ્વચ્છતા અને લાઈટની સુવિધાઓ આપવામાં પાલિકા દ્વારા ધરાર ઈન્કાર કરવામાં આવે છે. પાલિકા દ્વારા સફાઈ અને લાઈટ વેરાનો અમલ કરી દુકાન દીઠ રૂા.૬૦૦ વસુલવામાં આવી રહ્યા હોવા છતા હજુ સુધી માર્કેટોમાં સફાઈ શરૂ કરવામાં આવી નથી જેની પણ માર્કેટમાં દુકાનો ધરાવતા વેપારીઓની નારાજગી છે.
વિસનગર પાલિકા દ્વારા સફાઈ અને લાઈટ વેરાના નામે વેપારીઓને લુંટવામાં આવતા તેમજ વેરા વસુલાત બાદ ખાનગી માર્કેટોમાં પુરતી સુવિધા આપવામાં નહી આવતા, પાલિકાના પૂર્વ સભ્ય ર્ડા.કાન્તીભાઈ પટેલે વિસનગરના બન્ને વેપારી મહામંડળો જોગ જણાવ્યુ છેકે, બન્ને વેપારી મહામંડળે એકબીજા ઉપર આક્ષેપો છોડી વેપારીઓના હિતમાં પાલિકા સામે લડત ચલાવવી જોઈએ. બન્ને વેપારી મહામંડળમાં બુધ્ધીજીવી હોદ્દેદારો છે. અત્યારે પાલિકા દ્વારા પાલિકાના કાયદાની આડમાં વેપારીઓને સફાઈ અને લાઈટ વેરાના નામે લુંટવામાં આવી રહ્યા છે. દુકાન દીઠ સીધો રૂા.૬૦૦ નો વેરો વધ્યો છે. જે વેપારીઓ સહન કરી શકે તેમ નથી. પાલિકા દ્વારા સફાઈની અને લાઈટની પુરતી સુવિધા આપવામાં આવતી નથી અને ખોટી રીતે વેરા વસુલવામાં આવી રહ્યા છે. ત્યારે બન્ને વેપારી મહામંડળોએ વેપારીઓના હિતમાં પાલિકા સામે આંદોલન કરવુ જોઈએ. ખોટા વેરા નાબુદ કરવા માટે લડત ચલાવવી જોઈએ.

Leave a Reply

Top