You are here
Home > News > ખેરાલુમાં ઝરમરીયા વરસાદ પછી ગંદકીનું સામ્રાજ્ય

ખેરાલુમાં ઝરમરીયા વરસાદ પછી ગંદકીનું સામ્રાજ્ય

ખેરાલુમાં ઝરમરીયા વરસાદ પછી ગંદકીનું સામ્રાજ્ય
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ શહેરમાં એક સમય એવો હતો કે સ્વચ્છતા માટે દર વર્ષે એવોર્ડ મળતો હતો પરંતુ ખેરાલુ શહેરની કોની નજર લાગીકે સ્વચ્છતાના એવોર્ડ તો એક બાજુ રહ્યા પણ શહેરની ગંદકી પણ દુર કરવામા આવતી નથી. ખેરાલુ શહેરને ખાડા નગરની ઉપમા આપીએ તો ખોટુ ન કહેવાય.
ખેરાલુ પાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન ગાયત્રીબેન જગદીશકુમાર ઠક્કરના વિસ્તારમાં જ સૌથી વધુ ગંદકી જોવા મળે છે. સિંધી સોસાયટીથી રામ રોટી સુધીના વિસ્તારની ગંદકી આરોગ્ય સમિતિના ચેરમેન દુર કરાવે તો સારુ કહેવાય. ખેરાલુ શહેરમાં ઝરમરીયા વરસાદી માહોલમાં ઠેરઠેર ખાડાને કારણે પાણી ભરાઈ રહેતા વરસાદ બંધ થયા પછી પણ એક દિવસ સુધી રસ્તા ઉપરનો કીચડ દુર થતો નથી. જુમ્મા મસ્જીદથી હાટડીયા પાસેના અસંખ્ય ખાડાથી ખેરાલુ શહેરમાં પ્રવેશતા મોટા ભાગના લોકો પોતાના વાહનો આ વિસ્તારમાં લઈ જવાનું પસંદ કરતા નથી. મલેકવાડા વિસ્તારમાં ગંદકી માટે એવોર્ડ આપવો પડે તેટલી પારાવાર ગંદકીમાં ખદબદે છે. ખારીકુઈથી બહુચરાજી માતા મંદિર થઈ ખોખરવાડા સંઘ વિસ્તારમાં પારાવાર ગંદકી અને કાદવ કીચડ જોવા મળે છે. દેસાઈવાડાથી વિજ કચેરી સુધીના રસ્તા ઉપર ચાલુ વરસાદ દરમિયાન વાહનો ફસાઈ જાય તેટલા મોટા ખાડા જોવા મળે છે. કાદવ-કીચડથી ખદબદતો વિજ કચેરી આસપાસનો વિસ્તારનો નવો રોડ છેલ્લા ચાર વર્ષથી બનતો નથી. દેસાઈવાડા ડેરીથી સુર્યનારાયણ મંદિર સુધીનો રોડ ઉપરના ખાડા અને કિચડથી લોકો ત્રાસી ગયા છે. ખેરાલુ શહેરમાં દરરોજ દવાનો છંટકાવ ન કરે તે ચાલે પણ અઠવાડીયામાં એક વખત છંટકાવ ચોમાસા દરમિયાન થવોજ જોઈએ. દર બે-ચાર મહિને બે-ત્રણ લાખની દવાના બીલ જનરલમાં મુકાય છે તો આ દવાનો ઉપયોગ કયાં થાય છે. તે જોવાની જવાબદારી આરોગ્ય સમિતિના ચેરમેન ગાયત્રીબેન ઠક્કર અને સમિતિના બીજા પાંચ સભ્યોની કહેવાય પણ કોઈને સમજણ પડતી હોય તેવું લાગતુ જ નથી. ખેરાલુમાં નવા રોડ બનાવવા આખુ શહેર બુમો પાડી જાહેરમાં વિવાદો કરે છે. પરંતુ લોકોનુ પાલિકા સભ્યો સાંભળતા નથી. ખેરાલુ શહેરના નિચાણવાળા વિસ્તારોમાં આરોગ્ય સમિતિના ચેરમેન સહિત પાંચ સભ્યોને ચાલતા ફરે તો ખબર પડે કે લોકો કેવા જીવતા દોજખમાં જીવી રહ્યા છે. પંચમુખી હનુમાનજી મંદિર પાછળ આરોગ્ય સમિતિ ચાલુ વરસાદમાં વાહનો લઈને પણ પસાર થઈ બતાવે તો સાચા કહેવાય. ભાજપના ચુંટાયેલા સભ્યો લોકોને જીવતા દો-જખમાં મુકી પાલિકામાં બેસી વાયદાનો વેપાર કરે તેવું કયાં સુધી ચાલશે? ર૦૧૯ની લોકસભાની ચુંટણીમાં લોકો જવાબ આપશે ત્યારે સભ્યોની આંખો ખુલશે?

Leave a Reply

Top