You are here
Home > News > ગ્લોબલ વોર્મીંગના સમયકાળમાં વરસાદની આશા રાખ્યા વિના ખેડૂતોએ ખેતી માટે ટપક પધ્ધતિ અપનાવવી પડશે

ગ્લોબલ વોર્મીંગના સમયકાળમાં વરસાદની આશા રાખ્યા વિના ખેડૂતોએ ખેતી માટે ટપક પધ્ધતિ અપનાવવી પડશે

ગ્લોબલ વોર્મીંગના સમયકાળમાં વરસાદની આશા રાખ્યા વિના
ખેડૂતોએ ખેતી માટે ટપક પધ્ધતિ અપનાવવી પડશે
ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ઉત્તર ગુજરાતના ખેડૂત ચિંતીત થઈ ગયા કે અમારી ચોમાસુ સીઝન નિષ્ફળ જશે. સરકાર અમારા વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરે. આવી કપરી પરિસ્થિતિઓ સમય જતાં નિયમિત બની જવાની છે. ખેડૂતે આવી કપરી પરિસ્થિતિ સામે લડતાં શીખવું જ પડશે. વરસાદ ન આવે, સીઝન નિષ્ફળ જાય. મોંઘુ બિયારણ બળી જાય એટલે આત્મઘાત કરવો તે ખેડૂત માટે યોગ્ય ન કહેવાય. મુશ્કેલી સામે લડી રસ્તો કાઢે તેજ સાચો વ્યક્તિ કહેવાય. ગ્લોબલ વોર્મીંગની અસરો દિવસે દિવસે વધતી જાય છે. કુદરતના ઋતુચક્રમાં ફેરફારો આવતા જાય છે. જે ચાર મહિનાનો ઉનાળો હતો તે ધીરે ધીરે આઠ મહિનાનો થઈ ગયો છે. આજથી ૨૫-૩૦ વર્ષ પહેલાં નવરાત્રીમાં ગરબા ગાવા જનાર કે જોવા જનારને સ્વેટરો અને શાલ લઈને જવુ પડતુ હતું. આજની તારીખે દિવાળીના લક્ષ્મીપૂજન વખતે એ.સી. ચાલુ કરવુ પડે છે. દિવાળીમાં વરસાદ આવે છે. ધીરે ધીરે ઋતુઓમાં ફેરફાર થતા જાય છે. અગાઉના વર્ષોમાં જેઠ મહિનાથી ચોમાસુ બેસીજ જતું હતું. જ્યારે છેલ્લા કેટલાક વર્ષોથી આખો જેઠ કોરા જેવો જાય છે. આ ઓછા થતા વરસાદના ચિન્હો છે. હવે દેશના ખેડૂતોને સિંચાઈ માટે ડીપ એરીગેશન પધ્ધતિ(ટપક પધ્ધતિ)ને અમલમાં લાવવીજ પડશે. ડીપ એરીગેશન પધ્ધતિ અમલમાં લવાય તો ખેડૂતો ત્રણે સીઝનો આરામથી લઈ શકે. ગ્લોબલ વોર્મીંગમાં ભવિષ્યમાં આખેઆખુ ચોમાસુ કોરુ પણ જઈ શકે છે તેવા સમયે પાતાળકુવા અને નહેરોના પાણીથી ખેતી કરવી પડશે. વરસાદ ઓછો થશે એટલે પાતાળમાંથી નીકળતા પાણી કિંમતી બનશે. નહેરથી આવતા પાણી પૂરા મળશે નહિ. જેથી ડીપ એરીગેશન પધ્ધતિ વપરાશે તોજ ખેડૂત ખેતી કરી શકશે. ખેતી કર્યા વિના ખેડૂતનો છુટકો નથી. ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. તંત્ર નદીઓ બાંધી ખેતરે ખેતરે બંધના પાણી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. પણ તે પાણીનો ઉપયોગ છુટથી થાય તો પાણી ત્રણ સીઝન ચાલે નહિ. તેથી ખેતી માટે એકજ વિકલ્પ છે. ડીપ એરીગેશન ઈઝરાઈલ આપણા કરતાં ઘણો નાનો દેશ છે. ત્યાં ડીપ એરીગેશન પધ્ધતિથી ખેડૂતો ચાર સીઝનો લઈ આપણા કરતાં અનેકઘણુ ઉત્પાદન લે છે. ઈઝરાયેલની ડીપ એરીગેશન પધ્ધતિ હવે ખેડૂતોને શીખવાનો સમય આવી ગયો છે. સાથે સાથે સરકારે પણ ખેડૂતોને સાથ આપવો પડશે. સરકારે ઝડપી ટૂંકા સમયમાં ઊગી જાય અને વધારે ઉત્પાદન આપે તેવા બિયારણો વિકસાવવા પડશે. સરકારે ખેડૂતોને ડીપ એરીગેશન માટે પ્રોત્સાહન આપવુ પડશે. ડીપ એરીગેશનથી પકવાતા પાકોના ભાવો માટે સરકાર ટેકાના ભાવો વધારે આપે તો ખેડૂતો ડીપ એરીગેશન તરફ વધશે. ડીપ એરીગેશન પધ્ધતિથી ચીલાચાલુ પાકો છોડી નવા પાકોનું ઉત્પાદન કરવાનું પણ શિક્ષણ લેવું પડશે અને આપવુ પડશે. સરકારે ગ્લોબલ વોર્મીંગના મારથી બચાવવા ખેડૂતોને ખેતીની પધ્ધતિના પ્રકારમાં ફેરફાર કરવા માટે ખેડૂતોને શિક્ષીત કરવા પડશે. ગામે ગામ અત્યારે જેમ વેટનરી ર્ડાક્ટરો છે તે રીતે તાલુકે તાલુકે કૃષિ વિજ્ઞાનીઓની ઓફીસો બનાવવી પડશે. તથા સોઈલ ટેસ્ટની લેબોરેટરીઓ બનાવવી પડશે. જેથી ખેડૂતો તેમની જમીનોનું પરીક્ષણ કરાવીનેજ ખેતી કરે હવે ખેતીના પ્રકારો બદલાઈ રહ્યા છે. ખેડૂતો બદલાતા જમાના સાથે બદલાવુ પડશે તે ચોક્કસ વાત છે. આ શિખામણ અત્યારે વહેલી પડશે. ખેડૂતોને હાસ્યાસ્પદ પણ લાગી શકે છે. પણ જેના વિના છૂટકો નથી, ઉધ્ધાર નથી તે વાત તંત્રીએ થોડા વર્ષો પહેલાં મૂકી છે. આ સિવાય ખેતીમાં બીજો કોઈ પર્યાય નથી.

Leave a Reply

Top