You are here
Home > News > પાલિકાએ ગાયો પકડવાનુ નાટક કર્યુ ફાયર સ્ટેશનમાં ગાયો પુરતા પાણીના સંપની આસપાસ ગંદકી

પાલિકાએ ગાયો પકડવાનુ નાટક કર્યુ ફાયર સ્ટેશનમાં ગાયો પુરતા પાણીના સંપની આસપાસ ગંદકી

પાલિકાએ ગાયો પકડવાનુ નાટક કર્યુ ફાયર સ્ટેશનમાં ગાયો પુરતા
પાણીના સંપની આસપાસ ગંદકી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકા તંત્ર ગાયો પકડવાનુ નાટક કરી શકે છે. પરંતુ શહેરમાં રખડતી ગાયોનો કાયમી નિકાલ કરવા કોઈ નક્કર પગલા વિચારી શકતા નથી. ૨૦ થી ૨૫ જેટલી ગાયો પકડી ફાયર સ્ટેશનમાં પુરી હતી. જ્યાંથી અડધા શહેરને પાણી પુરૂ પાડવામાં આવે છે. ગાયોના કારણે પાણીના બન્ને સંપ પાસે ભારે ગંદકી થઈ છે.
વિસનગર પાલિકા તંત્ર પાસે શહેરમાં રખડતી, લોકોને શીંગડે ચડાવતી તેમજ ટ્રાફીકમાં અડચણરૂપ ગાયો પકડવા માટે કોઈ અનુભવ નથી. દર વર્ષે રખડતી ગાયો પકડવાના નાટક થાય છે અને પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળે છે. પકડેલી ગાયો માટે દંડની વાતો થાય છે પરંતુ કોઈ દંડ કરવામાં આવતો નથી. ફક્ત ગાયો પકડવાના નામે હોબાળા થાય છે. શુક્રવારના દિવસે ખેરાલુ રોડ ઉપર ગાયો પકડવા પાલિકા ટીમ ગઈ હતી. પરંતુ એકપણ ગાય પકડવામાં આવી નહોતી. રોડ ઉપરથી ગાયો ઉઠાડવામાં આવી હતી. ત્યારબાદ રાત્રે જાણે આખુ શહેર ગાયમુક્ત કરવાનુ હોય તેમ પાલિકાની એમ્બ્યુલન્સ, ટ્રેક્ટરો સાથે ૫૦ કર્મચારીઓનુ ટોળુ ગાયો પકડવા નીકળ્યુ હતુ. ટોળાને જોઈ ગાયો જતી રહી હતી. આટલા ટોળાએ ફક્ત ૨૦ થી ૨૫ ગાયો પકડી હતી. પાલિકાની અને સરકારી જગ્યાઓમાં વિવિધ સમાજોએ વરંડા બાધ્યા હોવાથી પાલિકા પાસે ગાયો પુરવા કોઈ જગ્યા રહી નથી. જેથી પકડેલી ગાયો જ્યાં સ્વચ્છતા રાખવાની હોય ત્યાં ફાયર સ્ટેશનના સંપની જગ્યામાં પુરી હતી. આ બન્ને સંપમાંથી અડધા શહેરમાં પીવાનુ પાણી જાય છે. ત્યારે ગાયોના કારણે સંપની આસપાસ ભારે ગંદકી થઈ હતી.
નોંધપાત્ર બાબત છેકે સંપની આસપાસ અગાઉ ઝાડી-જાખરા હોવાથી આ ઝાડી જાખરા કાઢી લગભગ ૧૦ થી ૧૨ લાખના ખર્ચે તત્કાલીન પ્રમુખ શકુન્તલાબેન પટેલે બ્લોક લગાવ્યા હતા. જ્યારે પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ પકડેલી ગાયો ગાલી ગંદકી કરતા લોકોને દુષિત પાણી પીવાનો વારો આવે તેમ છે. પાલિકા તંત્ર ખરેખર ગાયો પકડવા બુધ્ધીનુ પ્રદર્શન કરી રહ્યુ છે. ગાયો પકડવા એમ્બ્યુલન્સનો ઉપયોગ કરે છે. જ્યાં સ્વચ્છતા જરૂરી છે ત્યાં ગાયો ગાલી ગંદકી કરાવે છે. અત્યાર કરતા તો અગાઉ તત્કાલીન પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલે ગાયો પકડવાનુ શુયોગ્ય આયોજન કર્યુ હતુ. પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી પાસે અનુભવ ન હોય તો પૂર્વ પ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ પાસેથી પણ સલાહ સુચન મેળવી શકે છે. ફાયર સ્ટેશનમાં બન્ને પાણીના સંપ આસપાસ સ્વચ્છતા રહે તે લોકહિતમાં જરૂરી છે.

Leave a Reply

Top