You are here
Home > News > વિસનગર ટીડીઓની વારંવાર રજુઆત બાદ પાલિકાએ ચાર દિવસે તાલુકા પંચાયતને પાણી આપ્યુ

વિસનગર ટીડીઓની વારંવાર રજુઆત બાદ પાલિકાએ ચાર દિવસે તાલુકા પંચાયતને પાણી આપ્યુ

વિસનગર ટીડીઓની વારંવાર રજુઆત બાદ પાલિકાએ ચાર દિવસે તાલુકા પંચાયતને પાણી આપ્યુ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર શહેરના છેવાડા વિસ્તારની સોસાયટીઓમાં પુરતા પ્રમાણમાં પાણી આપવાની મોટી મોટી વાતો કરતા પાલિકાના સત્તાધિશોએ ટીડીઓ વિજયભાઈ ચૌધરીની વારંવારની રજુઆત બાદ ચાર દિવસે તાલુકા પંચાયતમાં પાણી આપતા પાલિકાના અણઘડ વહીવટની પોલ ખુલ્લી પડી છે. જો પાલિકાના સત્તાધિશો સરકારી અધિકારીની રજુઆતને ગણકારતા ન હોય તો સામાન્ય નાગરિકની રજુઆત ક્યાંથી સાંભળતા હશે?
વિસનગરમાં કોગ્રેસ અને વિકાસમંચના ગઠબંધનના સાશનમાં પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ પટેલ(ગાંધી) સહિતના પાલિકા સભ્યો પોતાના વિસ્તારનો સર્વાંગી વિકાસ કરવાની અને પ્રજાને પડતી હાલાકી દુર કરવાની વાતો કરે છે. પરંતુ પાલિકા તંત્રની વહીવટી અણ આવડતના લીધે કેટલાંક વિસ્તારોમાં પીવાના પાણી સહિતની અનેક સમસ્યા જોવા મળે છે. છતાં પાલિકા પ્રમુખ સહિતના કેટલાંક સભ્યો પોતાના વોર્ડના રહીશોને પડતી મુશ્કેલી દુર કરવામાં સદંતર નિષ્ફળ ગયા છે.જેમાં શહેરના છેવાડાના વિસ્તારમાં પાણી પહોચાડવાની ગુલબાંગો મારતા પાલિકા પ્રમુખ તથા વોટર વર્કસ સમિતિના ચેરમેને તા.૧૬થી ર૦ ચાર દિવસ સુધી તાલુકા પંચાયતમાં પાણી નહી પહોચાડતા અરજદારોને પીવાના પાણી માટે ફાંફા મારવા પડયા હતા. તાલુકા પંચાયતના સંડાસ-બાથરૂમમાં પાણી વગર કર્મચારીઓ તથા અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. પાણી વગર સંડાસ-બાથરૂમમાં ગંદકી ફેલાતા ભારે દુર્ગંધ મારતી હતી. જો કે આ દરમિયાન જીલ્લાના કોઈ અધિકારીએ તાલુકા પંચાયતની મુલાકાત લીધી હોતતો પાલિકાના અણધડ વહીવટની પોલ ખુલ્લી પડી હતી. તાલુકા પંચાયતના કર્મચારીઓ તથા બહારગામથી આવતા અરજદારોને પાણી વગર પડતી મુશ્કેલી દુર કરવા ટી.ડી.ઓ વિજયભાઈ ચૌધરીએ પાલિકામાં વારંવાર ટેલીફોનીક રજુઆત કરતા ફોન રિસીવ કરનાર પાલિકાના કોઈ કર્મચારી તેમની રજુઆતને ગણકારતા નહતા. ત્યારે ટી.ડી.ઓ.એ આ બાબતે પાલિકા સભ્ય પરેશભાઈ પટેલને રજુઆત કરતા તેમને તાત્કાલિક તાલુકા પંચાયતમાં પાણી પહોચાડવાની કાર્યવાહી હાથ ધરતા ચાર દિવસે તાલુકા પંચાયતમાં પાણી મળ્યુ હતુ.જો પાલિકાતંત્ર સરકારી અધિકારીની રજુઆતને ગણકારતા ન હોય તો સામાન્ય નાગરિકની રજુઆતને કયાંથી સાંભળતા હશે તે વિચારી શકાય છે.

Leave a Reply

Top