You are here
Home > News > વિસનગર સખીમંડળના સ્ટોલમાં તમાકુ ગુટખાનુ વેચાણ થતા રજુઆત

વિસનગર સખીમંડળના સ્ટોલમાં તમાકુ ગુટખાનુ વેચાણ થતા રજુઆત

વિસનગર સખીમંડળના સ્ટોલમાં તમાકુ ગુટખાનુ વેચાણ થતા રજુઆત
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકા પંચાયતના મિશન મંગલમ્‌ યોજના હસ્તક તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં ચાલતા સખીમંડળમાં તમાકુ ગુટખાનુ વેચાણ થતુ હોવાના મુદ્દે એક નાગરિકે તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરી છે. જેમાં તાલુકા વિકાસ અધિકારીએ સખીમંડળના સંચાલકને નોટીસ આપી કાર્યવાહી કરી છે.
વિસનગર તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં ચાલતા સખીમંડળના સ્ટોલમાં તમાકુ-ગુટખાનુ વેચાણ થતુ હોવાના ફોટોગ્રાફ સાથે રાજપૂત ગોવિંદસિંહ બાબુજીએ વિસનગર તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ ચૌધરીને લેખીત રજુઆત કરી હતી. જેમાં ટીડીઓએ સખીમંડળના સંચાલિકાને નોટીસ આપી તમાકુ-ગુટખાનું વેચાણ બંધ કરવા કાર્યવાહી હાથ ધરી હતી. છતાં સખીમંડળના સંચાલિકા દ્વારા ગુટખાનુ વેચાણ ચાલુ રહેતા અરજદારે ફરીથી ટીડીઓને મૌખિક રજુઆત કરી છે. આ સાથે અરજદાર ગોવિંદસિંહ રાજપૂતે જણાવ્યુ છેકે સરકાર વ્યસનમુક્તિના જાહેર કાર્યક્રમો કરે છે. ત્યારે તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં ચાલતા સખીમંડળના સ્ટોલમાં તમાકુ-ગુટખાનુ બેરોક-ટોક વેચાણ થાય છે. તાલુકા પંચાયતના અધિકારી અને મિશન મંગલમ્‌ યોજનાના કર્મચારી મહેશભાઈ ચૌધરી આ બાબતે કોઈ કડક કાર્યવાહી કરતા નથી. શું આ અધિકારી અને કર્મચારીને સરકારના વ્યસનમુક્તિ અભિયાનમાં કોઈ રસ નથી? તેવુ અરજદારનું કહેવુ છે. હાલમાં તો આ અરજદાર સખીમંડળના સંચાલિકા દ્વારા ચાલતા સ્ટોલમાં તમાકુ-ગુટખાના વેચાણ મુદ્દે મિશન મંગલમ્‌ યોજનાના કર્મચારીને કોઈ લાભ હોવાની શંકા વ્યક્ત કરી રહ્યા છે.

Leave a Reply

Top