You are here
Home > News > કોંગ્રેસના પ્રદેશ કક્ષાના હોદ્દેદાર અને જીલ્લા પંચાયત પ્રમુખના પતિ સુધીરભાઈ પટેલે નરેન્દ્રભાઈ મોદીનો ફોટો FB પર મુકતા તર્ક વિતર્ક

કોંગ્રેસના પ્રદેશ કક્ષાના હોદ્દેદાર અને જીલ્લા પંચાયત પ્રમુખના પતિ સુધીરભાઈ પટેલે નરેન્દ્રભાઈ મોદીનો ફોટો FB પર મુકતા તર્ક વિતર્ક

કોંગ્રેસના પ્રદેશ કક્ષાના હોદ્દેદાર અને જીલ્લા પંચાયત પ્રમુખના પતિ
સુધીરભાઈ પટેલે નરેન્દ્રભાઈ મોદીનો ફોટો FB પર મુકતા તર્ક વિતર્ક
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકાના કમાણા ગામના વતની અને મહેસાણા જીલ્લા પંચાયતના પ્રમુખના પતિ કોંગ્રેસના પ્રદેશ કક્ષાના હોદ્દેદાર સુધીરભાઈ પટેલે થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને તેમના માતૃશ્રી હિરાબા સાથેનો ફોટો ફેસબુક ઉપર વાયરલ કરતા તેનુ રહસ્ય જાણવા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમા કોંગ્રેસના કેટલાંક કાર્યકરો આવનારી લોકસભાની ચુંટણી પહેલા સુધિરભાઈ પટેલ તેમના ટેકેદારો સાથે ભાજપમાં જોડાશે તેવી શંકા વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે સુધિરભાઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી સાથેનો ફોટો ફેસબુક ઉપર વાયરલ કરીને લોકોને શુ કહેવા માંગતા હતા તેવી ચર્ચાઓ થઈ રહી છે.
વિસનગર તાલુકાના કમાણા ગામના વતની સુધીરભાઈ પટેલ તથા તેમના ધર્મપત્નિ શિલાબેન પટેલ એક શિક્ષિત દંપતી અને કોંગ્રેસ પક્ષના સક્રીય વફાદાર કાર્યકર મનાય છે. જેના ફળસ્વરૂપે કોંગ્રેસે સુધિરભાઈ પટેલને પ્રદેશ કક્ષાનો ઉચ્ચ હોદ્દા આપી જવાબદારી સોંપી છે. જયારે તેમના ધર્મપત્નિ શિલાબેન પટેલને પાટીદાર અનામત આંદોલનના વાવાઝોડામાં જીલ્લા પંચાયતની ગોઠવા બેઠક ઉપરચુંટણી લડાવી તેમને વિજયી બનાવ્યા હતા. અને સમય થતા કોંગ્રેસે તેમને બાકીના અઢી વર્ષ માટે જીલ્લા પંચાયત પ્રમુખની મહત્વની જવાબદારી સોંપી છે. ત્યારે શિલાબેનના પતિ અને કોંગ્રેસના પ્રદેશ કક્ષાના હોદ્દેદાર સુધિરભાઈ પટેલ શિક્ષિત અને સમજુ હોવા છતા તેમને થોડા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને તેમના માતૃશ્રી હિરાબા સાથેનો જોઈન્ટ ફોટો ફેસબુક ઉપર વાયરલ કર્યો હતો. શિક્ષિત અને પ્રદેશકક્ષાના હોદ્દેદાર સુધિરભાઈ પટેલે કોઈપણ પ્રકારની ટીકા ટીપ્પણી કે કારણ વગર ભાજપના સક્રીય કાર્યકરની જેમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને તેમના માતૃશ્રી સાથેનો ફોટો ફેસબુક ઉપર વાયરલ કરતા કોંગ્રેસના કાર્યકરોએ જુદીજુદી કોમેન્ટો લખી સુધીરભાઈએ ફોટો વાયરલ કરવાનું રહસ્ય જાણવાનો પ્રયત્ન કરતા હતા. જેમા સુધિરભાઈ કોમેન્ટ કરનાર કાર્યકરોને કાંઈ પ્રત્યુત્તર આપી શકયા નહતા. અને કાર્યકરોના જુદાજુદા પ્રશ્નોનો મારો જોઈને છેવટે કંટાળીને સુધિરભાઈએ ફેસબુકમાં વાયરલ કરેલો ફોટો ડીલીટ કર્યો હતો. ત્યારે સુધિરભાઈએ ફેસબુક ઉપર વાયરલ કરેલા નરેન્દ્રભાઈના ફોટા મુદ્દે કોગ્રેસના કાર્યકરોમાં ભારે તર્કવિતર્ક ઉભા થયા છે. જેમાં કોગ્રેસના કેટલાક ટોચના આગેવાનો અને કાર્યકરોમાં એવી ચર્ચા છે કે સુધિરભાઈ પટેલ તેમના ટેકેદારો સાથે આવનારી લોકસભાની ચુંટણી પહેલા ભાજપમાં જોડાવવાના હોવાનો કોગ્રેસને સંદેશો આપવા કદાચ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા તેમના માતૃશ્રી હિરાબા સાથેને જોઈન્ટ ફોટો વાયરલ કર્યો હશે. બાકી આ ફોટાને વાયરલ કરવાનો અર્થ શુ? જોકે કોગ્રેસના કાર્યકરોની આ ચર્ચા વચ્ચે મહેસાણા જીલ્લા કોગ્રેસના આધારસ્તંભ અને ધનકુબેર એવા પુર્વ સાંસદ જીવાભાઈ પટેલે અચાનક કોગ્રેસમાંથી છેડો ફાડી ભાજપનો કેસરીયો ધારણ કરતા લોકસભાની ચુંટણી પહેલા જીવાભાઈ પટેલ રાજકીય કાવાદાવાથી જીલ્લા પંચાયતના કેટલાક સભ્યો અને કોગ્રેસના કાર્યકરોને ભાજપનો કેસરીયો ધારણ કરાવશે તેવી કોગ્રેસના ટોચના આગેવાનો અને કાર્યકરો શંકા વ્યક્ત કરી રહ્યા છે. જોકે આ બાબતે કોગ્રેસના પ્રદેશ અગ્રણી સુધિરભાઈ પટેલ ભાજપમાં જોડાવાથી જીલ્લા પંચાયતને કોઈ નુકશાન નહી થાય તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Top