You are here
Home > News > તોફાનોમાં જ્વલનશીલ પદાર્થોનો ઉપયોગ ન થાય તે માટે પી.આઈ. વી.પી.પટેલનુ અગમચેતી રૂપ પગલુ બોટલ-કેરબામાં પેટ્રોલ ડીઝલ નહી આપવા નોટીસ

તોફાનોમાં જ્વલનશીલ પદાર્થોનો ઉપયોગ ન થાય તે માટે પી.આઈ. વી.પી.પટેલનુ અગમચેતી રૂપ પગલુ બોટલ-કેરબામાં પેટ્રોલ ડીઝલ નહી આપવા નોટીસ

તોફાનોમાં જ્વલનશીલ પદાર્થોનો ઉપયોગ ન થાય તે માટે પી.આઈ. વી.પી.પટેલનુ અગમચેતી રૂપ પગલુ
બોટલ-કેરબામાં પેટ્રોલ ડીઝલ નહી આપવા નોટીસ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં અગાઉના પાટીદાર અનામત આંદોલનના તોફાનોમાં બોટલોમાં પેટ્રોલ ડીઝલ ભરી બસો સળગાવવામાં આવી હતી. ત્યારે હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસથી ફરી પરિસ્થિતિ વણસે તેમ હોઈ વિસનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.પી.પટેલે અગમચેતી રૂપ પગલુ ભર્યુ છે. પેટ્રોલપંપોને નોટીસ આપવામાં આવી છેકે કોઈપણ વ્યક્તિને બોટલ કે કેરબામાં પેટ્રોલ કે ડીઝલ આપવુ નહી.
પાટીદાર અનામત તથા ખેડૂતોના દેવા માફી માટે હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ ઉપર ઉતરતા વિધાનસભાની ચુંટણી બાદ સુશુપ્ત રહેલું પાટીદાર આંદોલન ફરીથી ઉગ્ર બન્યુ છે. સરકાર સમાધાન માટે કોઈ ચર્ચા નહી કરતા પાટીદારોમાં ભારે નારાજગી સાથે હવે ધીરજ ખૂટી છે. ધીમે ધીમે ઉગ્ર બનતુ આંદોલન ક્યારે તોફાનોમાં પરિવર્તન થાય તેનુ કોઈ નક્કી નથી. ત્યારે પાટીદાર અનામત આંદોલનના અગાઉના તોફાનોના અનુભવ આધારે વિસનગર સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.પી.પટેલે અગમચેતીરૂપ પગલા ભર્યા છે.
પાટીદાર અનામત આંદોલન તેમજ અન્ય સમાજના આંદોલનની રેલીઓ સમયે એસ.ટી.બસ સળગાવવાના તથા ટાયરો સળગાવી રોડ ચક્કાજામ કરવાના બનાવો બન્યા હતા. જેમાં પેટ્રોલ ડીઝલનો મોટા પ્રમાણમાં ઉપયોગ થયો હતો. હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ ઉપર ઉતરતા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે તેમ હોઈ પી.આઈ.વી.પી.પટેલ દ્વારા પેટ્રોલ પંપના સંચાલકોને નોટીસ આપી કડક સુચના આપવામાં આવી છેકે, કોઈપણ વ્યક્તિને પેટ્રોલ, ડીઝલ બોટલ કે કેરબામાં આપવુ નહી. બોટલ કે કેરબામાં પેટ્રોલ ડીઝલનો જથ્થો આપવામાં આવશે અને તેનો કોઈ અનિચ્છનીય બનાવમાં ઉપયોગ થશે તો પેટ્રોલ ડીઝલ આપનાર પેટ્રોલપંપના સંચાલક વિરુધ્ધ કાર્યવાહી કરવાની ફરજ પડશે. બીન વપરાશવાળા પડી રહેલા ટાયરો પણ નહી આપવા સુચના અપાઈ છે. આ ઉપરાંત પેટ્રોલ ડીઝલનો જથ્થો લેવા આવનાર વ્યક્તિના ચેહરા તથા વાહનોના નંબર સીસીટીવી ફૂટેજમાં મળી રહે તે રીતે સીસીટીવી કેમેરાની ગોઠવણી કરી ફૂટેજની સાચવણી કરવા તથા આવા કોઈ ઈસમો જથ્થો લેવા આવે તો તુર્તજ વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં જાણ કરવા સુચના આપવામાં આવી છે.

Leave a Reply

Top