You are here
Home > News > મામલતદાર ઓફીસમાં ઉપવાસ ઉપર બેસવાના ખોટા મેસેજ વાયરલ કરવા પાછળ શ્રાવણીયા જુગારધામોના સંચાલકોના હાથની ચર્ચા

મામલતદાર ઓફીસમાં ઉપવાસ ઉપર બેસવાના ખોટા મેસેજ વાયરલ કરવા પાછળ શ્રાવણીયા જુગારધામોના સંચાલકોના હાથની ચર્ચા

મામલતદાર ઓફીસમાં ઉપવાસ ઉપર બેસવાના ખોટા મેસેજ વાયરલ કરવા પાછળ શ્રાવણીયા
જુગારધામોના સંચાલકોના હાથની ચર્ચા
(પ્ર. ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર શહેરમાં રાંધણછઠના દિવસે મામલતદાર ઓફીસમાં ઉપવાસના વાયરલ મેસેજથી પોલીસ દોડતી થઈ ગઈ હતી. મામલતદાર ઓફીસમાં ઉપવાસ માટે કોઈ નહિ આવતા આ મેસેજ અફવા સાબિત થયો હતો. તેના સમાંતર એક ચર્ચા ચાલી હતી કે પોલીસને મામલતદાર ઓફીસમાં રોકી રાખવા પાછળ જુગારની ક્લબોના સંચાલકોનું ભેજુ કામ કરી ગયું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ સમગ્ર ગુજરાતમાં શ્રાવણ મહિનામાં મોટા પાયે જુગાર રમાય છે. તેમાં છઠ્ઠ-સાતમ અને આઠમે જુગારનો વધુમાં વધુ ક્રેઝ હોય છે. જેમાં મોટા મોટા વેપારીઓ, ઉદ્યોગપતિઓ પણ રમતા જોવાય છે. મામલતદાર ઓફીસમાં ઉપવાસનો વાયરલ મેસેજ ૧-૯-૨૦૧૮ ને શનિવાર રાંધણછઠના દિવસનો હતો. તેથી તાલુકાની સમગ્ર પોલીસ મામલતદાર ઓફીસના રક્ષણ માટે રોકાઈ ગઈ હતી. પોલીસનો રક્ષણનો કાર્યક્રમ આખા દિવસ જેવો ચાલ્યો હતો. જેથી પોલીસને બીજી કોઈ બાજુ જોવાની નવરાશ ન હતી. આ વાયરલ મેસેજ પાછળ એવી ચર્ચા ચાલી હતી કે આવો બોગસ મેસેજ કરાવવા પાછળ કોઈ પોલીસની મંજુરી વગરના જુગાર ધામના સંચાલકનો હાથ હોઈ શકે. પોલીસ બીજી જગ્યા રોકાઈ રહે એટલે જુગાર ધામમાં કોઈ ચિંતા ન રહે. એસ.પી.જી.ના કાર્યકરો દ્વારા તો આવો મેસેજ વાયરલ ન કરાય પણ એસ.પી.જી.ના નામે કોઈએ મામલતદાર ઓફીસ ઉપર ઉપવાસનો મેસેજ કરી પોલીસને ગેરમાર્ગે દોરી તેમનું કામ કાઢી લીધું હોય. આવું અગાઉ પણ બની ગયું છે. પટેલ આંદોલન વખત વિસનગર પોલીસ સ્ટેશનના ઘેરાવા સમયે પણ શ્રાવણ માસજ હતો તે સમયે પણ ઘેરાવો કરવા બેસેલાને એસ.પી.જી.ગૃપની સેવાઓ ઉપરાંત વધારે સેવા કરાઈ કે જે એસ.પી.જી.ગૃપના લોકો જાણતા નહતા. તે જુગારની ક્લબો વાળાનો હાથ હોવાનું ચર્ચાતુ હતું. શ્રાવણ મહિનામાં પોલીસની મંજૂરીવાળા જુગાર ધામને કોઈ ચિંતા નથી પણ છઠ્ઠ-સાતમ, આઠમ પૂરતા ચાલતા ટેમ્પરરી જુગારધામના સંચાલકોને આવા કીમીયા અજમાવવા પડે છે.

Leave a Reply

Top