You are here
Home > News > વડનગરી દરવાજા આઠમનો તહેવાર આવતો હોવાનુ જાણવા છતા રોડનુ ખોદકામ કરાયુ કોંગ્રેસના શાસનમાં હિન્દુઓના તહેવારની દરકાર નહી-ભરતભાઈ પટેલ

વડનગરી દરવાજા આઠમનો તહેવાર આવતો હોવાનુ જાણવા છતા રોડનુ ખોદકામ કરાયુ કોંગ્રેસના શાસનમાં હિન્દુઓના તહેવારની દરકાર નહી-ભરતભાઈ પટેલ

વડનગરી દરવાજા આઠમનો તહેવાર આવતો હોવાનુ જાણવા છતા રોડનુ ખોદકામ કરાયુ
કોંગ્રેસના શાસનમાં હિન્દુઓના તહેવારની દરકાર નહી-ભરતભાઈ પટેલ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં વડનગરી દરવાજા પાસે પાલિકા દ્વારા બનતા રોડની કામગીરીના કારણે આઠમના મેળામાં જતા લોકોને ભારે ગંદકીનો સામનો કરવો પડ્યો હતો. આઠમનો મેળો આવતો હોવા છતાં છેલ્લા એક માસથી કીડી પગે રોડનુ કામ ચાલતા પાલિકાના પૂર્વ પ્રમુખ ભરતભાઈ પટેલે રોષ ઠાલવ્યો છેકે કોંગ્રેસના શાસનમાં હિન્દુઓના તહેવારની કોઈ દરકાર નથી. ઈદગાહમાં જો રાતોરાત સીસી કામ થતુ હોય તો, આઠમના મેળાને ધ્યાનમાં રાખી સીસી રોડનુ કામ રાતોરાત કેમ કરવામાં આવ્યુ નહી?
વિસનગરમાં વડનગરી દરવાજા વિસ્તારમાં આઠમનો મેળો ભરાય છે. છબીલા હનુમાનના આ મેળાનો મોટી સંખ્યામાં લોકો લાભ લે છે. આ વર્ષ મેળામાં આવનાર તમામને વડનગરી દરવાજા વિસ્તારમાં ફેલાયેલી ગંદકીનો સામનો કરવો પડ્યો હતો. વડનગરી દરવાજા પાસે અધૂરા સીસી રોડના કામના કારણે મોટો ખાડો હતો. જેમાં ગટરનુ ગંદુ પાણી ભરાયેલુ હતુ. આખા વિસ્તારમાં કાદવ કિચ્ચડ હતો. ગટરનુ પાણી દુર્ગંધ મારતુ હતુ. પોલીસ ચોકી આગળ પણ પાણી ભરાયેલુ હતુ. આમતો ચાલુ ચોમાસામાંજ આ વિસ્તારમાં આવો કાદવ કિચ્ચડ જોવા મળે છે. ત્યારે આ ગંદકી કુદરતી નહી પરંતુ પાલિકા તંત્રની નિષ્કાળજીના કારણે કુત્રીમ ગંદકી ફેલાઈ હતી.
આઠમનો મેળો આવતો હોવા છતાં અને તે જાણવા છતાં પાલિકા તંત્રની ઘોર ઉપેક્ષાના કારણે મેળાના સ્થળે ફેલાયેલી ગંદકી બાબતે રોષ ઠાલવતાં પાલિકાના પૂર્વ પ્રમુખ ભરતભાઈ પટેલે જણાવ્યુ છેકે, પાલિકા દ્વારા છેલ્લા એક માસથી સીસી રોડનુ કામ ચાલી રહ્યુ છે. આઠમનો મેળો વર્ષમાં એક વખત આવે છે. ત્યારે યુધ્ધના ધોરણે કામ કરવાની ત્રેવડ ન હોય તો પાલિકા તંત્ર આઠમના મેળા બાદ રોડનુ કામ કરી શકતુ હતુ. ટેન્ડર તો પડી ગયુ હતુ, તો હિન્દુઓના તહેવારની દરકાર કર્યા વગર આ રોડ બનાવવાની આટલી ઉતાવળ શુ હતી? આમ પણ પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરોને બે થી ત્રણ વખત મુદત વધારો કરી આપવામાં આવે છે તો આ રોડ બનાવવામાં ઝડપ કરવાનુ કારણ શુ?
ભરતભાઈ પટેલે કટાક્ષ કર્યો હતો કે કોંગ્રેસના શાસનમાં હિન્દુઓના તહેવારની કોઈ દરકાર નથી. નૂતન હાઈસ્કુલ ટાઉન હૉલ પાસે જો ઈદગાહની જગ્યામાં રાતોરાત યુધ્ધના ધોરણે સીસી કામ કરાતુ હોય તો, આઠમના મેળાને લક્ષમાં રાખી વડનગરી દરવાજા પાસે પણ આર.સી.સી. રોડનુ યુધ્ધના ધોરણે કામ કરવુ જોઈતુ હતું.

Leave a Reply

Top