You are here
Home > News > વાવમાં દલિતની નનામી અટકાવવાનો બનાવ બતાવે છેકે આઝાદીના ૭૧ વર્ષ પછી કેટલાક વિસ્તારોમાં અસ્પૃશ્યતા એમની એમજ છે

વાવમાં દલિતની નનામી અટકાવવાનો બનાવ બતાવે છેકે આઝાદીના ૭૧ વર્ષ પછી કેટલાક વિસ્તારોમાં અસ્પૃશ્યતા એમની એમજ છે

વાવમાં દલિતની નનામી અટકાવવાનો બનાવ બતાવે છેકે
આઝાદીના ૭૧ વર્ષ પછી કેટલાક
વિસ્તારોમાં અસ્પૃશ્યતા એમની એમજ છે
ઉત્તર ગુજરાતના અંતરિયાળ વિસ્તાર સતલાસણા પાસે આવેલ વાવ ગામમાં દલિત વ્યક્તિની રસ્તો નથી કહી નનામી રોકવાના વિવાદમાં રસ્તાનું કારણ ગૌણ હતું દલિતની નનામી પસાર થાય તે સવર્ણ લોકોને ગમતું નહિ હોવાનું કારણ મુખ્ય હતું તેવી લોકચર્ચા હતી. એટલે આજે પણ પ્રાઈમ-મીનીસ્ટર નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન વડનગર, ખેરાલુ, સતલાસણા તાલુકામાં ભારતની આઝાદીના ૭૧ વર્ષ બાદ અસ્પૃશ્યતા અંગ્રેજોના સમયમાં હતી તેવી ને તેવીજ છે. આજે પણ આ તાલુકાના એવા કેટલાક ગામો છે જ્યાં દલિત વરરાજાનો વરઘોડો ઘોડા ઉપર બેસી બેન્ડવાજા વગાડી કાઢી શકાતો નથી. કદાચ કોઈ એજ્યુકેટેડ દલિત કુટુંબ વરઘોડો કાઢે તો પણ વરઘોડો ગામની વચ્ચેથી તો લઈ જવાતો જ નથી. દલિત મહિલાઓ ખુલ્લા મોંએ ગામની વચ્ચેથી ચંપલ પહેરી નીકળી શકતી નથી. પતિ-પત્નિ ગામ વચ્ચે સાથે નીકળી શકતા નથી. આવા અત્યાચારો હાલ પણ ચાલુ છે. સરકારની રોસ્ટર પધ્ધતિને લઈ વારા પ્રમાણે દલિતને સરપંચ બનાવવો પડે છે. પણ સરપંચ સાથેની અસ્પૃશ્યતા જતી રહેતી નથી. ગામમાં જ્યારે સામુહિક જમણવાર હોય ત્યારે સરપંચને આમંત્રણ મળે છે પણ ઘરેથી થાળી વાટકી લઈને જમવા જવું પડે છે. સામુહિક જમણવારોમાં દલિતો માટે જમવાની વ્યવસ્થા અલગ હોય છે. દલિતો સવર્ણ લોકો બક્ષીપંચના લોકો સાથે જમી પણ શકતા નથી. જો કોઈ ગામમાં આખુ ગામ જમવાનું હોય જમણવારની જગ્યા નાની હોય તો દલિતોને અન્ય લોકો કરતાં વહેલા જમવા બોલાવી જમણવાર પત્યા બાદ જગ્યા સાફ કરીને પછી અન્ય લોકોને જમવા બોલાવાય છે, આવા તો અનેક દાખલા છે. જે લખવા બેસીએ તો મોટા મોટા લેખના પાના ભરાય. એક વાત ચોક્કસ છેકે આજે પણ આઝાદીના સાત દાયકા પછી પણ અસ્પૃશ્યતા કેટલીક જગ્યાએ યથાવત છે. તાલુકા, જીલ્લા, શહેરોમાં ગ્રામ્ય વિસ્તાર જેટલી અસ્પૃશ્યતા નથી. આ વિસ્તારમાં દલિત અને સવર્ણો એક સાથે સાથે જમતા જોવા મળે છે. તાલુકા, જીલ્લાના શહેરોમાં આટલુજ સીમીત છે. કોઈ સવર્ણ બિલ્ડર તેની સોસાયટીમાં દલિતોને મકાન ભાડે કે વેચાણ આપતું નથી તે આજે પણ યથાવત છે. મોટા મેગા સીટીઓમાં દલિત સવર્ણના ભેદભાવ ઓછા થઈ ગયા છે. નવીન બનતી સોસાયટીમાં દલિતોને ફ્લેટો તથા ટેનામેન્ટો અપાય છે તેના પાછળનું કારણ છે દલિતો દ્વારા બદલવામાં આવેલી અટકો. જ્યારે સવર્ણોને ખબર પડે છેકે તેમનો પાડોશી દલિત છે ત્યારે સવર્ણોનું નાકનું ટેરવુ ચડી જાય છે. પણ જ્યારે દલિતના સંપર્કમાં આવ્યા પછી દલિતની સરકારી, ઉચ્ચ પોસ્ટનો લાભ લીધા પછી દલિત સારો લાગે છે પણ તે વાત તેમના સંબંધીઓને બતાવાતી નથી. આવી પરિસ્થિતિને લઈને દલિતો ગ્રામ્ય વિસ્તારમાંથી શહેર વિસ્તારમાં જઈ રહ્યા છે. સતલાસણા, ખેરાલુ, વડનગર તાલુકાના માલતદારશ્રીઓ પી.એસ.આઈ., પ્રાન્ત અધિકારી જેવા અધિકારીઓને પૂછવામાં આવે કે તમે તમારા હાથ નીચે કામ કરતા દલિત કર્મચારીના ઘરે પ્રસંગોપાત ગયા છો? તો જમ્યા છો? તો તેનો જવાબ મોટાભાગે નાજ આવશે. આઝાદીના ૭૧ વર્ષ પછી આ છે દલિતોની દશા.

Leave a Reply

Top