You are here
Home > News > વિસનગરમાં સાતમ આઠમના તહેવારમાં જુગારના અડ્ડા ઉપરથી પોલીસ કોન્સ્ટેબલની હપ્તો લેતી ફિલમ ઉતરતા બદલી

વિસનગરમાં સાતમ આઠમના તહેવારમાં જુગારના અડ્ડા ઉપરથી પોલીસ કોન્સ્ટેબલની હપ્તો લેતી ફિલમ ઉતરતા બદલી

વિસનગરમાં સાતમ આઠમના તહેવારમાં જુગારના અડ્ડા ઉપરથી
પોલીસ કોન્સ્ટેબલની હપ્તો લેતી ફિલમ ઉતરતા બદલી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર સીટી પોલીસ સ્ટેશન અત્યારે એક કોન્સ્ટેબલના કારણે ભારે વિવાદમાં સપડાયુ છે. પોલીસ સ્ટેશનના આ કોન્સ્ટેબલ સાતમ આઠમના તહેવારમાં રોફ જમાવી ખુલ્લેઆમ હપ્તો લેવા જતા તેમની ફિલમ ઉતરી ગઈ છે. આ ફિલમ સોશીયલ મીડીયામાં વાયરલ થતા ભારે ચકચાર જાગી છે. વાયરલ થયેલ વીડીઓ આધારે જીલ્લા પોલીસ વડાએ આ વિવાદાસ્પદ કોન્સ્ટેબલની તાત્કાલીક બદલી કરી ખાતાકીય તપાસનો આદેશ કરતા પોલીસ તંત્રમાં સોપો પડી ગયો છે.
વિસનગર સીટી પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલનો વાયરલ થયેલ વીડીઓએ ભારે ચકચાર જગાવી છે. સાતમ આઠમના તહેવારમાં આ કોન્સ્ટેબલ જુગારના અડ્ડા ઉપર સાદા ડ્રેસમાં બાઈક ઉપર જઈ હપ્તો લેતા હતા. ત્યારે આ કોન્સ્ટેબલની હપ્તાખાઉ પધ્ધતિથી ત્રાસેલા એક વ્યક્તિએ હપ્તો લેતા કોન્સ્ટેબલની ફિલમ ઉતારી હતી. જે ફિલમ સોશીયલ મીડીયામાં વાયરલ થતા પોલીસની સાતમ આઠમના તહેવારમાં જુગારની બદી ડામવા કેવી કામગીરી રહી હશે તેની ચાડી ખાય છે. વાયરલ થયેલ વીડીઓ જોતા જુગારના અડ્ડા ઉપરથી હપ્તો લેતા પોલીસ કોન્સ્ટેબલ ઈરફાનબેગ મીરઝા હતા. જે સાદા ડ્રેસમાં જુગારના અડ્ડા ઉપર પહોચી હપ્તો લીધો હતો. આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થતા જીલ્લા પોલીસ વડા નિલેશ જાજડીયાના ધ્યાન ઉપર આવતા તેમણે તાત્કાલીક અસરથી આ વિવાદાસ્પદ હેડ કોન્સ્ટેબલની હેડ ક્વાટર્સ ખાતે બદલીનો ઓર્ડર કર્યો હતો. આ બનાવમાં ખાતાકીય તપાસનો જીલ્લા પોલીસ વડાએ આદેશ કરતા હપ્તાખાઉ કર્મચારીઓમાં ખળભળાટ વ્યાપ્યો છે.
પોલીસ બેન્ડમાં ફરજનો ઓર્ડર હતો, ત્યારે વિસનગર પોલીસ સ્ટેશનમાં કોના આશિર્વાદથી કોન્સ્ટેબલની ફરજ ઉપર હતા
નોંધપાત્ર બાબત છેકે દર સાતમ આઠમે વિસનગરમાં જાહેર રોડ ઉપર જુગારના અડ્ડાઓ ધમધમતા જોવા મળતા હતા. ત્યારે સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ.વી.પી.પટેલની જુગારની બદી સામે કડક કાર્યવાહીના કારણે જાહેરમાં એકપણ જુગારનો અડ્ડો જોવા મળ્યો નહોતો. ત્યારે પી.આઈ.ની જુગારની બદી સામેની કામગીરીને લાંછન લગાડતા આ કોન્સ્ટેબલના વાયરલ થયેલા વિડીઓથી પોલીસ બેડામાં પણ ચકચાર જોવા મળી રહી છે. સીટી પોલીસ સ્ટેશનમાં આ કોન્સ્ટેબલનો પોલીસ બેન્ડમાં ફરજનો ઓર્ડર હતો ત્યારે વિસનગર પોલીસ સ્ટેશનમાં કોના આશિર્વાદથી કોન્સ્ટેબલની ફરજ ઉપર હતો તે તપાસનો વિષય છે. આ કોન્સ્ટેબલની રીતભાતથી બીજા પોલીસ કર્મચારીઓ પણ વાજ આવી ગયા હોવાનુ જાણવા મળ્યુ છે.

Leave a Reply

Top