You are here
Home > News > ખેરાલુ સફાઈ કામદારોની નિમણુંકના કાર્યક્રમમાં દંડક ભરતસિંહ ડાભીની હાજરીમાં દલિત સમાજનો હોબાળો

ખેરાલુ સફાઈ કામદારોની નિમણુંકના કાર્યક્રમમાં દંડક ભરતસિંહ ડાભીની હાજરીમાં દલિત સમાજનો હોબાળો

ખેરાલુ સફાઈ કામદારોની નિમણુંકના કાર્યક્રમમાં
દંડક ભરતસિંહ ડાભીની હાજરીમાં દલિત સમાજનો હોબાળો
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ પાલિકાના ઈતિહાસમાં ૧૯૮૬ પછી રર વર્ષે સફાઈ કામદારોને કાયમી નિમણુંકો આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.જેમા વિધાનસભાના દંડક ભરતસિંહ ડાભી, પૂર્વ ધારાસભ્ય રમિલાબેન દેસાઈ ખેરાલુ એ.પી.એમ.સી.ના ચેરમેન ચાચરીયા, તાલુકા પંચાયત પ્રમુખ જશોદાબેન તા.પં.ઉપપ્રમુખ સુર્યાબેન, તાલુકા વિકાસ અધિકારી ઉપલાણા, ખેરાલુ પાલિકા ચિફ ઓફીસર હરીશ અગ્રવાલ સ્વચ્છતા કમિટિના ચેરમેન ગાયત્રીબેન જગદીશભાઈ ઠક્કર સહિત પાલિકાના તમામ સભ્યો હાજર રહ્યા હતા. ધારાસભ્ય ભરતસિંહ ડાભીએ ૩૧સફાઈ કામદારોને નિમણુંક પત્રો આપવાનો પ્રારંભ કર્યો હતો. છેલ્લા બે-ત્રણ નિમણુંક પત્રો આપવાનો બાકી હતા ત્યારે દલિત સમાજના અગ્રણીઓએ ભારે હોબાળો મચાવતા નિમણુંક પારદર્શક થઈ છે. તેવુ કહેનાર પાલિકા તંત્ર ઉપર પ્રશ્ન ચિન્હ ઉભુ થયુ હતુ. સફાઈ કામદારોને કાયમી નિમણુંક-પત્ર આપવાના કાર્યક્રમમાં ધારાસભ્ય અને દંડક ભરતસિંહ ડાભીએ જણાવ્યુ હતુ કે રાજયની અને કેન્દ્રની સરકારોએ છેવાડાના ગરીબ માણસો સુધી વિવિધ રીતે સહાય પહોચાડવા માટે જન આદોલન શરુ કર્યુ છે. સફાઈ કામદારોને સુચન કર્યુ હતુ કે શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી તમારા હાથમાં છે. વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે કાયમી નિમણુંક પત્રો અપાઈ રહયા છે. જેથી સમગ્ર નોકરીના વર્ષો સુધી વડાપ્રધાનનો જન્મ દિવસ તમામને યાદ રહેશે. સરકારે લોક કલ્યાણના અસંખ્ય કામો કર્યા છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં સલામતિ સાથે વિકાસ થઈ રહ્યો છે. સફાઈ કામદારોને ભરતસિંહ ડાભીએ ટકોર કરી હતી કે અમે તમને નોકરી એ રાખીએ ત્યારે શહેરને સ્વચ્છ બનાવશો તેવી અપેક્ષા પણ રાખીએ છીએ.
નિમણુંક પત્રો આપવાની શરુઆત થતા તમામ હોદ્દેદારો તથા પાલિકા સભ્યોના હાથે નિમણુંક પત્ર આપી સફાઈ કામદારોનું શાલ ઓઢાડી સન્માન સાથે સ્વાગત કર્યુ હતુ. બે-ત્રણ નિમણુંક પત્રો આપવાનો બાકી હતા ત્યારે અચાનક એક સાથે ભરતી કરો તેવી માંગણી કરનારા દલિત સમાજના લોકો સ્થળ ઉપર પહોંચી ભરતસિંહ ડાભી સમક્ષ ચિફ ઓફિસર વિરૂધ્ધ ઉગ્ર થઈનેે ફરીયાદ કરી હતી કે પાલિકામાં છેલ્લા છ મહિનાથી પત્રો લખી જાણ કરી છે. માહિતી અધિકાર પ્રમાણે અરજીઓ કરી છે છતા પાલિકાએ માહિતી આપી નથી અમે વાલ્મીકી સમાજના હોવાથી અમને હડધુત કર્યો છે. આ બાબતે ચિફ ઓફીસરે જવાબ આપે. ૧૦૦% ભરતી કરવાનો પરિપત્ર હોવા છતા ચિફ ઓફીસરે ઈરાદા પુર્વક ભરતી કરી નથી.
આ બાબતે સુભાષભાઈ દેસાઈએ જણાવ્યુ હતુ કે અમે ભરતી પારદર્શક રીતે કરી છે. અમે કોઈનું ખોટુ કર્યુ નથી અમે ઝડપથી બાકીની ભરતી પ્રક્રિયા પુર્ણ કરી દઈશું. શહેર ભાજપ પ્રમુખ હેમન્તભાઈ શુકલએ જણાવ્યુ હતુ કે કદાચ આગામી એકાદ મહિનામાં ભરતી પ્રક્રિયા શરુ કરીશુ અને આ ભરતી પ્રક્રિયા ઝડપથી શરુ કરાવવામાં ધારાસભ્ય અમને બધી જ રીતે મદદરૂપ થવા તૈયાર છે.

Leave a Reply

Top