You are here
Home > News > મુસ્લિમ મહિલાઓને સલામતી અપાવતો ટ્રીપલ તલાકનો અંત લાવતો મોદી સરકારનો વટહુકમ

મુસ્લિમ મહિલાઓને સલામતી અપાવતો ટ્રીપલ તલાકનો અંત લાવતો મોદી સરકારનો વટહુકમ

મુસ્લિમ મહિલાઓને સલામતી અપાવતો
ટ્રીપલ તલાકનો અંત લાવતો મોદી સરકારનો વટહુકમ
ગત વર્ષે ઓગષ્ટ માસમાં સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પુરુષો પોતાની પત્નિને માત્ર ત્રણ વખત તલાક બોલીને છુટાછેડા આપી શકે છે. એ કાયદાને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. ભારતીય બંધારણના મૂળ તત્વો દેશના નાગરિકો ઉપર અલગ અલગ રીતે લાગુ ન થઈ શકે ભલે ભારત દેશ વિવિધતાઓથી ભરેલો દેશ છે પણ છેવટે બધા ભારતીય નાગરિકો જ છે હિન્દુ કે મુસ્લિમ મહિલાઓને સમાન હક્ક મળવા જોઈએ. તે આશયથી સુપ્રીમ કોર્ટે ટ્રીપલ તલાકની પ્રક્રિયાને ગેરબંધારણીય કહી હતી. ત્યારથી મુસ્લિમ મહિલાઓએ ટ્રીપલ તલાક માટે કાયદો બનાવવો જોઈએ તે માટે આંદોલન ચલાવ્યુ હતું. ત્યારથી નરેન્દ્રભાઈ મોદીની સરકારે ટ્રીપલ તલાક માટે કાયદો બનાવવાનુ અભિયાન હાથ ધર્યુ હતુ. ટ્રીપલ તલાક ગેર બંધારણીય છે તેના માટેનું ભાજપ સરકારનું બીલ લોકસભામાં ગત ડીસેમ્બરમાં પસાર થઈ ગયુ હતું. પણ રાજ્ય સભામાં ભાજપનું સંખ્યાબળ ઓછું હોવા છતાં રજૂ કરાતા બે બે વખત બીલને સુધારા કરવાના મુદ્દે નામંજૂરી કરાતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં બુધવાર તા.૧૯-૯-૧૮ ના રોજ મળેલી કેન્દ્રીય કેબીનેટની મીટીંગમાં ટ્રીપલ તલાકને ત્રણ વર્ષની જેલની સજાને અપરાધ ગણાવતા વટહુકમને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રની ભાજપ સરકારનું મુસ્લિમ મહિલાઓના રક્ષણ માટેનું ઉમદા પગલું ગણી શકાય. ઘણા મુસ્લિમ દેશો ટ્રીપલ તલાકના વિરોધી છે. માટે શરીયતમાં તલાક-એ-ઈદ્‌ત અનુસાર ત્રણ મહિનાના ગાળામાં ત્રણ વખત તલાક કહીને પત્નિને છોડવાનું વિધાન છે. જે સમય જતા તલાક-એ-બિદત અર્થાત્‌ એક જ વખતમાં ત્રણ વખત તલાક બોલીને કે લખી દેવામાં ફેરવાઈ ગયું. જે સમય જતાં બિદત્‌ નો અર્થ એક વખત તલાક બોલી કે લખી વોટસપ ઉપર વાયરલ કરી તલાકનું કામ પરીપૂર્ણ થતું હતું. તેને મોદી સરકારે અટકાવી મુસ્લિમ મહિલાઓને રક્ષણ આપ્યું છે. એક રીતે જોઈએ કે જે કાર્ય તમે અનેક લોકોની હાજરીમાં કર્યું હોય તે કાર્ય તમે ઘડીના છઠ્ઠા ભાગમાં કઈ રીતે પૂર્ણ કરી શકો? મુસ્લિમ સમાજમાં યુવકના લગ્ન થાય ત્યારે વડીલોની હાજરીમાં સગાઈ કરવામાં આવે ત્યારબાદ લગ્ન લેવાય, લગ્નની કંકોત્રી છપાય સબંધીઓને વહેંચાય, લગ્નના આગળના દિવસે હિન્દુઓના ગરબાની જેમ સંગીત કાર્યક્રમ, મહેંદીની રસમ પણ થાય, વરરાજા ઘોડે ચડી પરણવા નીકળે મોટા મંડપમાં એક સ્ટેજ ઉપર મૌલવીની હાજરીમાં લગ્નની રસમ પૂરી કરાય મૌલવી મહેર નક્કિ કરી તેમની સાથે લાવેલી નોંધ પોથીમાં નોંધ કરે ત્યારબાદ વર કન્યાનું લગ્નવિધિનું કબુલનામું થાય. આટલી મોટી બે-ત્રણ દિવસની વિધિને પુરુષ ત્રણ વખત તલાક બોલી પત્નિને કાઢી મૂકે મુસ્લિમ મહિલા એકપણ દલીલ ન કરી શકે. આ કેવો કાયદો? ખરેખર તો જેટલા વ્યક્તિઓની હાજરીમાં નિકાહખાની થઈ હોય તેટલા લોકો અને મૌલવીની હાજરીમાં પુરુષ તમામ વ્યક્તિઓને પત્નિને તલાક આપવાનુ કારણ જણાવે પત્નિની દલીલો સાંભળી જે મૌલવીએ નિકાહખાની કરાવી હોય તેને તલાક આપવાનો અધિકાર આપતો કાયદો હોય તો આજે સરકારને આ કાયદો લાવવો પડ્યો ન હોત. મુસ્લિમ મહિલાઓના જ્યારથી લગ્ન થાય ત્યારથી તે ટ્રીપલ તલાકની લટકતી તલવારના ભયમાં આખી જીંદગી પસાર કરે છે. એટલે મુસ્લિમ મહિલાની સ્થિતિ એક ગુલામ જેવી ગણી શકાય. સુપ્રીમ કોર્ટને ટ્રીપલ તલાકને સૂચન કર્યું નરેન્દ્રભાઈ મોદીની સરકારે. ભારતમાં વસતી તમામ મુસ્લીમ મહિલાઓને બંધારણીય રીતે એક હક્કના મુદ્દે ટ્રીપલ તલાકમાં ત્રણ વર્ષની સજા અને દંડની જોગવાઈ કરી નવા કાયદામાં મુસ્લિમ મહિલાને ભરણપોષણ મેળવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. સોનિયા ગાંધી એક મહિલા હોવા છતાં તેમણે મુસ્લિમ મહિલાની વેદનાને નજરંદાઝ કરી રાજ્ય સભામાં આ કાયદાને મદદ ન કરી પણ જે આજીવન કદી સ્ત્રીના સંસર્ગમાં આવ્યા નથી તેવા નરેન્દ્રભાઈ મોદીએ મુસ્લિમ મહિલાઓના દર્દને જાણી શક્યા તે આનંદની વાત છે. આ કાયદાથી મુસ્લિમ પુરુષોનું સ્વમાન ઘવાતુ નથી. તે એક પતિ મટી પિતા અને ભાઈ બને તો આ કાયદો તેમને ગમશે જ.

Leave a Reply

Top