You are here
Home > News > વિસનગરમાં મોહર્રમે શાનદાર જુલુસ નીકળ્યુ

વિસનગરમાં મોહર્રમે શાનદાર જુલુસ નીકળ્યુ

વિસનગરમાં મોહર્રમે શાનદાર જુલુસ નીકળ્યુ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ઈરાકમાં આવેલ કરબલાના મેદાનમાં ઈસ્લામના મહાન પયંગમ્બર હજરત મુહંમદ સાહેબ(સ.અ.વ.)ના ખુબજ પ્યારા નવાસા(દોહીત્ર) હજરત ઈમામ હુસેન (ર.અ.) એ પોતાના સગાસબંધી સહીત ૭૨ સાથીઓ સાથે ઈસ્લામને બચાવવા માટે કરબલાના ધોમધખતા રણમાં ભૂખ્યા તરસ્યા રહી શહાદત વ્હોરી હતી. તેમની યાદમાં મુસ્લીમ બિરાદરો મહોર્રમના દસમાં દિવસે યવ્મે આસુરા તરીકે મનાવે છે અને તે દિવસે તમામ મુસ્લીમો શહીદોની યાદમાં નમાજ, રોઝા, ખેરાત, સદકા, સહીત સારૂ જમવાનુ બનાવી લોકોને વહેંચી શહીદોને યાદ કરે છે. શહીદે આજમ હજરત ઈમામ હુસેન (ર.અ.)ને નમાજના સદકાની હાલતમાં શહીદ કરવામાં આવ્યા હતા. એટલે કે તેમણે છેલ્લી ઘડી સુધી પોતાના સાયા હેઠળ પણ નમાજ અદા કરી હતી. તેમને માનવાવાળા તમામ મુસ્લીમોને ફરજ છેકે નમાજ અદા કરી તેમને રાજી કરવાનો પ્રયત્ન કરે. મહોર્રમની આગલી રાત્રે શબે આશુરા અને મહોર્રમના દિવસે એટલે કે યવ્મે આશુરાના રોજ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી “યા હુસૈન, યા હુસૈન”ના નારાઓ સાથે તાજીયા જુલુસ કાઢવામાં આવે છે અને તેને શ્રધ્ધાપૂર્વક શહેરના તળાવમાં ઠંડા કરવામાં આવે છે.
વિસનગર શહેરમાં બપોરે ઝોહરની નમાજ બાદ શહેરના નવાવાસ ચોકમાંથી “યા હુસૈન, યા હુસૈન”ના નારાઓ સાથે ભવ્ય તાજીયા જુલુસ નિકળ્યાં હતા. “યા હુસૈન, યા હુસૈન”ના નારાઓ સાથે નાના બાળકોથી લઈ મોટેરાઓ સુધી હજ્જારોની સંખ્યામાં મુસ્લીમ બીરાદરો જુલુસમાં જોડાયા હતા. નવાવાસ ચોકના તાજીયા ગુલજારથી લાલ દરવાજા, સ્વામીનારાયણ મંદિરથી ગુંદીખાડ બાપુના ચોરાથી સાતચકલી થઈ માયાબજાર, રોશની ચાર રસ્તાથી ગંજી તરફ નીકળ્યા હતા. ત્યારબાદ કન્યાશાળા પાસે કડા દરવાજા કસ્બા વિસ્તારના તાજીયા ભેગા થયા હતા. અને બન્ને તાજીયા ગજુકુઈ એક ટાવર બજારથી મેઈન બજારથી સીધા લાલ દરવાજા અને ત્યાં ગટીયાવાસના તાજીયા ભેગા થઈ સીધા વડનગરી દરવાજાથી છેલ્લે શહેરના દેળીયા તળાવમાં તમામ તાજીયા શ્રધ્ધાપૂર્વક ઠંડા કરવામાં આવ્યા હતા. શહેરમાં ઠેર ઠેર જુલુસના રોડ ઉપર હિંદુ ભાઈઓ દ્વારા ઠંડા પાણી, શરબતની સેવાઓ પુરી પાડી હતી. તેમજ હિંદુ ભાઈઓએ ઠેર-ઠેર જુલુસનુ સ્વાગત કરતા કોમી એખલાસના દૃશ્યો સર્જાયા હતા. જુલુસમાં મુસ્લીમ યુવાનો તેમજ નાના બાળકોએ અંગ કસરતના ખેલ અને લાઠીદાવ વગેરેથી અખાડાઓનું પ્રદર્શન કર્યુ હતુ. શહેરના કસાઈવાડા વિસ્તારમાં કલાત્મક છબી બનાવવામાં આવી હતી. જુલુસના રૂટ ઉપર ઠેર-ઠેર મુસ્લીમ તેમજ હિંદુ ભાઈઓ દ્વારા શરબત, ઠંડુ પાણી, દુધ કોલ્ડ્રીંક્સ, કુલ્ફી, બિસ્કીટ તેમજ વડનગરી દરવાજા પાસે એક્તા કમિટી મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તીખો પુલાવ(પ્રસાદ) બનાવવામાં આવ્યો હતો. અને સંત શ્રી સવૈયાનાથ સેવા ટ્રસ્ટ વિસનગર દ્વારા તહેવારોમાં ઠંડા પાણીની વ્યવસ્થા કરાય છે. આમ જુલુસનું ઠેર-ઠેર સ્વાગત કરાયુ હતુ.
શહેરના માયાબજાર વિસ્તારમાં જુલુસ પહોંચતા વિસનગર વેપારી મહામંડળ દ્વારા તાજીયા જુલુસનુ સ્વાગત કાળુભાઈ પટેલ, બાલમુકુન્દભાઈ બ્રહ્મભટ્ટ, દામજીભાઈ પટેલ, ગૌતમભાઈ કડીયા, હર્ષલભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, શીવકુમાર સોની, ગીરીશભાઈ પટેલ (નવદુર્ગા) અને રોશની ચાર રસ્તા, એક ટાવર બજાર તેમજ મંડીબજાર પાસે ગોવિંદભાઈ ગાંધી (નગરપાલિકા પ્રમુખ), શામળભાઈ દેસાઈ, ગણપતભાઈ પરમાર, નટુભાઈ પટેલ, બટુકભાઈ ત્રીવેદી, ઈકબાલભાઈ ચોક્સી, મુસ્તાકભાઈ સીંધી, રાજુભાઈ ગાંધી, હિંમતભાઈ દેસાઈ, ભુપતજી ઠાકોર, સુભાષભાઈ, શકુન્તલાબેન પટેલ, પ્રકાશભાઈ દાણી, વજીરખાન પઠાણ, સમીરખાન પઠાણ, નવાબખાન પઠાણ, હરિહર સેવા મંડળ પ્રમુખશ્રી હરગોવનદાસ પટેલ તેમજ ફતેહ દરવાજા રબારીવાસ લલુતરા પરિવાર દ્વારા રાજુભાઈ રબારી, તળજાભાઈ રબારી, કાનજીભાઈ રબારી, દેવરાજભાઈ રબારી, સિધ્ધરાજભાઈ રબારી, સહદેવભાઈ રબારી, વિજયભાઈ રબારી, શનીભાઈ રબારી, સંજયભાઈ રબારી, નાગજીભાઈ રબારી અને વિસનગર નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ, નગરપાલિકા સ્ટાફ તેમજ નામી-અનામી તમામ હિંદુ-મુસ્લીમ ભાઈઓએ જુલુસનુ સ્વાગત કર્યુ હતુ.
વિસનગર કડા દરવાજા કસ્બા વિસ્તારના તાજીયા કમીટી સભ્યો અને તાજીયા બનાવનાર રહેમતખાન પઠાણ, જાંગીરબેગ મીરજા, કરીમખાન પઠાણ, સીરાજભાઈ ચૌહાણ અને છેલ્લા ઘણા વર્ષોથી તાજીયા બનાવવામાં ખાસ મદદ કરનાર એવા જસુભાઈ પટેલ(પેઈન્ટર), જમીયતખાન પઠાણ, નાજીમ ચૌહાણ, વસીમભાઈ પઠાણ, જાબીરભાઈ શેખ, ઈમરાનભાઈ ચૌહાણ, ગુલામ મૈયોદ્દીન પઠાણ, નઈમભાઈ મનસુરી, શાકીર ચૌહાણ, શોહીલ ચૌહાણ તેમજ નવાવાસ ચોકના અશગરઅલી સૈયદ, ગુલામનબી સૈયદ, ફારૂકભાઈ બહેલીમ(મુન્સી), મુસ્તાકભાઈ બહેલીમ, ફજલભાઈ મેમણ, યુસુફભાઈ જીલાની, ગુલામનબી, અહેમદહુસેન, શોકતઅલી, રૂહુલ અમીન, મુસ્તાકભાઈ, મહંમદ નુર, દો ભાઈ, ઈમામશા, શલીમશા, યુસુફભાઈ, રજ્જાકભાઈ, સમીરભાઈ, શોહીલભાઈ, અસ્પાક પઠાણ, મુનાફ પઠાણ, જુબેર, યુસુફભાઈ સીંધી, ઐયુબ મલેક, આદીલ, વાજીદ, સલાઉદ્દીન તેમજ શહેર પોલીસ સ્ટાફ ખડેપગે ફરજ બજાવી હતી. જ્યારે છેલ્લે વડનગરી દરવાજા પાસે આભારવિધીમાં ફજલભાઈ(ઉપકાર), ઈર્શાદભાઈ(વકીલ)એ ડી.એસ.પી. નિલેશ જાંજડીયા, ડી.વાય. એસ.પી.વાઘેલા, પી.આઈ.વી.પી.પટેલ, પી.એસ.આઈ. રાજગોર, પી.એસ.આઈ. પરમાર, પી.એસ. આઈ.બોરીચા, ડી.સ્ટાફ, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, મામલતદાર એ.એન. સોલંકી, નગરપાલિકા સ્ટાફ, કોર્પોરેટરશ્રીઓ, જીઈબી એન્જી. કે.જે.દરજી, તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, વેપારી મહામંડળ તેમજ નામી અનામી વિસનગરની ધર્મપ્રેમી જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Top