You are here
Home > News > નૂતન જનરલ હોસ્પિટલમાં ૧૦,૦૦૦થી વધુ દર્દીઓએ સારવાર લીધી

નૂતન જનરલ હોસ્પિટલમાં ૧૦,૦૦૦થી વધુ દર્દીઓએ સારવાર લીધી

નૂતન જનરલ હોસ્પિટલમાં ૧૦,૦૦૦થી વધુ દર્દીઓએ સારવાર લીધી
(પ્ર. ન્યુ.સ.) વિસનગર,રવિવાર
નૂતન સર્વ વિધાલય કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા વિસનગર ખાતે જન હિતાથે સ્થાપવામાં આવેલ નૂતન જનરલ હોસ્પિટલ ખાતે હાલ ૩૦૦ જેટલા બેડની વ્યવસ્થા સાથે તમામ પ્રકારની સ્પેશ્યાલીટી સુવિધાઓ અત્યંત નજીવા દરે આપવાની શરુઆત થઈ છે. જેના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી નાગરિકો તથા દર્દીઓને અમદાવાદ, મહેસાણા ખાતે જઇ મોઘી સારવારમાંથી છુટકારો મળી ગયો છે. પૈસા ઉપરાંત આવવા જવાનો સમય તથા દર્દીઓને થતી હાલાકી પણ ઓછી થઇ ગઈ છે. જેથી વિસનગર તથા આસપાસના ગામોના દર્દીઓ તથા નાગરિકોમાં હર્ષ તથા રાહત ની લાગણી જોવા મળી રહી છે.
આ હોસ્પિટલ ખાતે મેડીકલ, સર્જીકલ, ઓર્થોપેડીક, બાળરોગ, સ્ત્રીરોગ, આંખરોગ, નાક કાન ગળા, ચામડીરોગ, માનસિકરોગ, દંત ચિકિત્સા, ફિજીયોથેરાપી વગેરે તમામ બ્રાંચના અનુભવી તથા ખ્યાતનામ ડોકટરોની સેવા મળી રહી છે.
હોસ્પિટલના વિભાગો ખાતે છેલ્લા ત્રણ માસમાં ૧૦,૦૦૦ કરતા પણ વધુ દર્દીઓએ ઓપીડી, ઈન્ડોર, ઓપરેશન, એક્સ-રે, લેબોરેટરી તપાસ, સોનોગ્રાફી, ઇમરજન્સી સારવાર, ડાયાલીસીસ , ડીલીવરી, મોતીયાના ઓપરેશન, આર.એસ.બી.વાય યોજના, એક્સિડેન્ટ સહાય યોજના, ચિરંજીવી યોજના, વગેરેનો લાભ લીધો છે.
અત્રે ખાસ નોંધનીય છે કે આ હોસ્પિટલ ખાતે હાલ દર્દીઓને તપાસવા માટે કોઇ ફી કે ચાર્જ રાખવામા આવેલ નથી. તથા દાખલ થવા માટે પણ કોઇ ચાર્જ લેવામા આવતો નથી. એક્સ-રે, ઇ.સી.જી. તથા સામાન્ય લેબોરેટરી તપાસ પણ વિના મુલ્યે કરવામા આવેછે. દર્દીને ડ્રેસીંગ તથા જમવા ની વ્યવસ્થા નિઃશુલ્ક છે.
દર્દીને જરુરીયાત મુજબની જનરીક દવાઓ પણ વિના મુલ્યે આપવામા આવે છે. જ્યારે જરૂર જણાય તો જ જનરીક સિવાયની દવાઓ માટે ખર્ચ કરવાનો રહે છે. જેથી સારવારનો ખર્ચ અત્યંત ઓછો આવે છે.
આમ સારવારના ખર્ચની સરખામણી કરવા જઇ એ તો અન્ય પ્રાઇવેટ/ ટ્રસ્ટ હોસ્પિટલની સરખામણીમા નૂતન હોસ્પિટલ ખાતે દર્દીઓને ન્યુંનતમ ખર્ચમા તમામ પ્રકારની આધુનિક સારવાર સંતોષ કારક રીતે મળી રહે છે. જેના લીધે અહીં સારવાર લેતા દર્દીઓ તથા તેમના કુટુંબીજનો દ્વારા નૂતન સર્વ વિધાલય કેળવણી મંડળ પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરવામા આવી રહી છે.
નૂતન સર્વે વિધાલય કેળવણી મંડળ ટ્રસ્ટ ના ચેરમેન તથા વિસનગરના નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ એવા શ્રી પ્રકાશભાઇ પટેલ ના જણાવ્યા મુજબ આ હોસ્પિટલ ખાતે આગામી વર્ષમા મેડીકલ કોલેજ શરૂ થાય તે માટેની તમામ તૈયારીઓ પુર્ણતાના આરે છે. જેના માટે સ્પેશ્યાલીસ્ટ ડોકટરો, માળખાકિય સુવિધાઓ ,ઇક્વીપમેંટ , ૨૪ કલાક સુવિધા વગેરે જેવી તમામ બાબતો પ્રત્યે સંનિષ્ઠ પ્રયાસો થઇ રહ્યા છે.
સુચિત નૂતન મેડીકલ કોલેજ તથા રીસર્ચ સેન્ટરના ડીન તરીકે, અગાઉ અમદાવાદની બીજે મેડીકલ કોલેજ તથા સિવીલ હોસ્પિટલ ખાતે ડીન તરીકે વરસો સુધી સેવા આપી ચુકેલ શ્રી ડો. ભરત શાહ ની નિયુક્તી કરવામા આવેલ છે. જેના લીધે આ સંસ્થાની સેવાઓની ગુણવત્તામા ઉત્તરોતર સુધારો થશે. જે નિઃશંક પણે કહી શકાય
નૂતન હોસ્પિટલ ખાતે ૨૪ કલાક ઇમરજન્સી સેવા ઉપરાંત આ.ઈ.સી.યુ, હાડકા સાંધાના રાહત દરે ઓપરેશન, ડાયાલીસીસ સુવિધા, આર.એસ.બી.વાય યોજના, અકસ્માંત સહાય યોજના,સગર્ભા મહિલાઓ માટે તમામ વીના મુલ્યે સુવિધા, મોતિયાના ઓપરેશન,એપેંડિક્શ- પથરી- હરસ- મસા ઓપરેશન, હ્રદય રોગ- બીપી- ડાયાબીટીસ-ક્મળો- થાઈરોઇડની સારવાર, ડેંન્ગ્યુ – મલેરીયા- સ્વાઈન ફ્લુ જેવા તાવ ની સારવાર, માનસિક રોગ, ચામડીના રોગ, વગેરેની સારવાર ઉપલબ્ધ હોઈ તમામ નાગરિકોને તેનો અચુક લાભ લેવા અનુરોધ કરવામા આવે છે? વધુમા હોસ્પિટલ દ્વારા આસપાસના ગામોમા મેડિકલ કેમ્પનુ પણ આયોજન કરી, દર્દીઓને મહતમ લાભ મળે તેવા પ્રયાસો થઇ રહ્યા છે. નજીક્ના ભવિષ્યમા આયુષ્યમાન ભારત યોજના તથા માં યોજનાનો પણ લાભ મળનાર છે.

Leave a Reply

Top