You are here
Home > News > સતલાસણા ગ્રામ પંચાયતમાં ઉચાપત કરનાર તલાટીને છાવરતું તંત્ર

સતલાસણા ગ્રામ પંચાયતમાં ઉચાપત કરનાર તલાટીને છાવરતું તંત્ર

સતલાસણા ગ્રામ પંચાયતમાં ઉચાપત કરનાર તલાટીને છાવરતું તંત્ર
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
સતલાસણા તાલુકાની સતલાસણા ગ્રામ પંચાયતના માજી તલાટી કમ મંત્રી એમ.એસ. આગલોડીયા દ્વારા પંચાયતના વેર જેવા કે ઘરવેરો, પાણીવેરો, સફાઈવેરો, ગટરવેરો, લાઈટવેરા જેવા અન્ય વેરા વસુલાતની બનાવટી પાવર્તી બુકો બનાવી પંચાયતના લાખો રૂપિયા ઉઘરાવી સ્વ અક્ષરથી સહીઓ કરી પાવતીઓ આપી કૌભાંડ આચર્યુ હતુ. જેની જાણ ગ્રામ પંચાયતના જાગ્રૃત સરપંચ અને સભ્યોને થતા હાલના તલાટીએ તપાસ કરી રપ-૮-ર૦૧૮ના રોજ પત્ર લખી તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારીને નાણાની ઉચાપત કરનાર તલાટી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યુ હતુ. આ બાબતે ઉચાપત કરનાર તલાટીને જાણ થતા ૭-૯-ર૦૧૮ના રોજ સતલાસણા ગ્રામ પંચાયતના ખાતામાં ૭-૯-ર૦૧૮ના રોજ ૭,પ૬,પ૬૦/- રૂપિયા જેટલી રોકડ રકમ ભરપાઈ કરી ઉચાપત ઢાંકવાનો પ્રયત્ન કર્યા છે. ગ્રામ પંચાયતમાંઆ રકમ કઈ રીતે જમા થઈ તે પણ પ્રશ્ન હતો. પંચાયતને જાણ થતા બેંક ઓફ ઈન્ડીયામા તપાસ કરતા માજી તલાટી કમ મંત્રી એમ. એસ.આગલોડીયાએ જમા કરાવ્યા હોવાનું માલુમ થયુ હતુ. ગ્રામ પંચાયત સરપંચે ફરીથી તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને જાણ કરતો પત્ર લખી આ નાણા કયા હેડે જમા કરવા તેવુ માર્ગદર્શન માંગ્યુ છે. આ તલાટી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા તાલુકા વિકાસ અધિકારી કેમ વિલંબ કરી રહ્યા છે. ઉચાપત કરનાર તલાટીને કેવી રીતે ખબર પડી કે ૭,પ૬,પ૬૦/- રૂપિયા જ ઉચાપત થઈ છે.૭,પ૬,પ૬૦/- રૂપિયા જ ભર્યા એટલે ઉચાપત કરનાર તલાટી પાસે હજુ પણ ડુપ્લીકેટ પાવતી બુકો હોય તેવુ લાગે છે. અને જો ડુપ્લીકેટ પાવતીબુકો ન હોય તો ગ્રામ પંચાયતનો કોઈ વ્યક્તિ એટલે કે સભ્ય અથવા તો કર્મચારી ઉચાપત કરનાર તલાટીને મદદરૂપ થાય છે તેવુ સ્પષ્ટ જણાય છે. આ તલાટી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી ન થતા સાગથળાની જેમ આ તલાટી વિરૂધ્ધમાં પણ ભીનું સંકેલાશે તેવુ લાગે છે.
સતલાસણા પંથકમાં ચર્ચાય છે કે આ તલાટીની સમગ્ર નોકરી કાળમાં તપાસ વિજીલન્સ દ્વારા કરાય તો મોટા કૌભાંડો બહાર આવે તેમ છે. સતલાસણા તાલુકાના તલાટીઓની છાપ બહુ સારી નથી પરંતુ પછાત અને ગરીબ તાલુકાની પ્રજા મુંગા મોઢે વેદના સહન કરે છે આ કેસમાં કેટલાંક તલાટીઓ આ કેસને દબાવવા પ્રયત્નો કરતા હોવાનું ચર્ચાય છે. પૈસાની મોટી લેતી દેતી કરી આ કેસ પર પડદો પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સતલાસણા તાલુકાના તલાટીઓ અપડાઉન કરતા હોવાની અનિયમિત હાજર રહેવાની ફરીયાદો પણ ઉડી છે. તલાટીઓ મોંઘીદાટ હોટલોમાં જમવા તથા હાઈફાઈ ગાડીઓમાં ફરતા જોઈ તાલુકાની ગરીબ પછાત પ્રજા લાચાર બની જોઈ રહી છે. તાલુકાની પછાત અને લાચાર પ્રજા હવે ગુજરાત વિધાનસભાના દંડક અને ધારાસભ્ય ભરતસિંહ ડાભી સામે દયામણી નજરે ન્યાય માટે તરસી રહી છે પણ…અધિકારીઓનું કરવું શું?

Leave a Reply

Top