You are here
Home > News > હિંમતનગરના ઢુંઢરના બનાવનો વિરોધ ખેરાલુમાં ઠાકોર સેનાની કેન્ડલ માર્ચ

હિંમતનગરના ઢુંઢરના બનાવનો વિરોધ ખેરાલુમાં ઠાકોર સેનાની કેન્ડલ માર્ચ

હિંમતનગરના ઢુંઢરના બનાવનો વિરોધ ખેરાલુમાં ઠાકોર સેનાની કેન્ડલ માર્ચ
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
હિંમતનગર તાલુકાના ઢુઢંર ગામની સીમમાં આવેલી અનુપમ સિરામિક ફેકટરીમાં કામ કરતા મજુરે રવિન્દ્ર સોલીયા શાહ ઉ.ર૦ વર્ષ રહેવાસી. બિહારના એ પાનના ગલ્લા પાસે બેસેલી ૧૪ માસની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ કરી કિચડમાં ફેંકી નાસી જતા સમગ્ર ગુજરાતમાંથી બિહારીઓ હટાવોનો નારો ક્ષત્રિય ઠાકોર સેનાએ શરુ કર્યા હતા. જેના પડઘા ખેરાલુમાં પણ પડયા હતા. ખેરાલુ શહેરના તમામ મિઠાઈ, ફરસાણના વેપારીઓને ત્યાં તપાસ કરી તેના માલિકોને બિહારીઓને છુટા કરવા ચિમકી આપી હતી. ખેરાલુ શહેરની હોટલો, રેસ્ટોરન્ટો અને પુરી પકોડીની લારીઓવાળાને ચિમકી આપતા પુરી પકોડીની લારીઓ બંધ થઈ ગઈ હતી. આ બાબતે ફરસાણ, રેસ્ટોરન્ટ અને હોટલોના માલિકોએ બિહારીઓને છુટા કરવા તજવીજ શરુ કર્યાનું પણ જાણવા મળે છે.
ખેરાલુ શહેરમાં મંગળવારે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા દિવસ દરમિયાન તમામ હોટલો, રેસ્ટોરન્ટો, ફરસાણ સેન્ટરો, આઈસ્કીમ પાર્લરો, ખાણી પીણીની નાની હોટલોમાં જઈ શાંતિપૂર્ણ રીતે બિહારીઓને છુટા કરવા જણાવ્યુ હતુ. ખેરાલુ શહેરની પાણી પુરીની લારીઓ બંધ કરાવી હતી. સાંજે વિશ્વકર્મા મંદિરની ખારીકુઈ ચોક સુધી મોટી સંખ્યામાં ક્ષત્રિય ઠાકોર સેનાના આગેવાનો કડવાજી ઠાકોર (નાનીવાડા), લલિતસિંહ ઠાકોર (સંતોકપુરા), કિર્તિસિંહ ઠાકોર (ખેરાલુ), રમેશજી ઠાકોર (હીરવાણી), પ્રવિણજી ઠાકોર (મંદ્રોપુર), દિવાનજી ઠાકોર (ખેરાલુ) સહિત ગામેગામના કાર્યકરો ખેરાલુ કેન્ડલ માર્ચમાં ઉમટી પડયા હતા. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસે બંદોબસ્ત રાખ્યો હતો.

Leave a Reply

Top