You are here
Home > News > જૂના બી.કે.સિનેમાની જગ્યાએ સ્પાન ટુ ઈન વન અદ્યતન થીએટરનુ ઉદ્‌ઘાટન થયુ

જૂના બી.કે.સિનેમાની જગ્યાએ સ્પાન ટુ ઈન વન અદ્યતન થીએટરનુ ઉદ્‌ઘાટન થયુ

જૂના બી.કે.સિનેમાની જગ્યાએ
સ્પાન ટુ ઈન વન અદ્યતન થીએટરનુ ઉદ્‌ઘાટન થયુ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરના જાણીતા બિલ્ડર જુથ સ્પાન ઈન્ફાસ્ટ્રક્ચર પ્રા.લી.ગૃપ દ્વારા નવીન અદ્યતન બે સ્ક્રીનવાળું મલ્ટીપ્લેક્સ થીએટર સ્પાન ટુ ઈન વનની શુભ શરૂઆત થઈ છે. ગત શુક્રવારથી થીએટર કાર્યરત થયુ છે.
પ્રાપ્ત માહિતી મુજબ જૂના બી.કે.સિનેમાની જગ્યાએ બનેલ સ્પાન મોલની પાછળની બાજુએ ૧૩૫ અને ૧૫૫ સીટના બે થીએટરો સ્પાનગૃપ દ્વારા બનાવવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતમાં કોઈ જગ્યાએ નથી તેવા અદ્યતન ડોલ્બી ડીઝીટલ સાઉન્ડવાળા થીએટરોની રીબીન કાપી વડનગરના સામાજીક કાર્યકર સોમાભાઈ મોદી તથા વિસનગરના લોકલાડીલા ધારાસભ્ય ઋષિભાઈ પટેલના વરદ હસ્તે તા.૧૭-૧૦-૨૦૧૮ ના રોજ ખુલ્લા મુકાયા છે. અમદાવાદ સીને વન ના સંચાલકો અને સ્પાન ગૃપના પરેશભાઈ ચૌધરી, અનીલભાઈ હેપ્પી, રાજુભાઈ પટેલ(આર.કે.), સ્પાન -ટુ ઈન વન થીએટર સાથે જોડાયા છે. થીએટરનું આર્કીટેક્ચરી કામ આર્કીટેક નિગમભાઈ ચૌધરી દ્વારા કરાયુ છે. થીએટરની સંપૂર્ણ કામગીરીની દેખરેખ ક્રિમેશ પટેલ(ભાણા)એ કરી હતી. સમારંભના ઉદ્‌ઘાટન પ્રસંગે સોમાભાઈ મોદીએ સંચાલકોને નવીન નહિ પણ એક શો માં જૂની લોકોને બોધપાઠ આપતી કેરીયર ફિલ્મો બતાવવાનો અનુરોધ કર્યો હતો. ધારાસભ્ય ઋષિભાઈ પટેલે થીએટર સારી રીતે ચાલે અને લોકોને સારુ અને સસ્તુ મનોરંજન પૂરુ પાડવા જણાવ્યું હતું. સમારંભનું સ્ટેજ સંચાલન આર્કીટેક નિગમભાઈ ચૌધરીએ સંભાળ્યું હતું. ઉદ્‌ઘાટન સમારંભમાં વિસનગર શહેરના અગ્રગણ્ય નાગરીકો, જીલ્લા શિક્ષણ સમીતીના ચેરમેને હસમુખભાઈ ચૌધરી, વિસનગર વેપારી મહામંડળના પ્રમુખ કાળુભાઈ પટેલ અને સભ્યો, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ચૌધરી તથા પાલિકા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્‌ઘાટન નક્કિ થયા પછી એકજ દિવસનો સમય હોઈ સ્પાન ગૃપ તેમના તમામ શુભેચ્છકોને હાથોહાથ આમંત્રણ આપી શક્યું નથી. તે બદલ સ્પાન ગૃપના ચેરમેન પરેશભાઈ ચૌધરીએ દિલગીરી વ્યક્ત કરી છે.

Leave a Reply

Top