You are here
Home > News > દારૂની બદી ડામવા જીલ્લા પોલીસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

દારૂની બદી ડામવા જીલ્લા પોલીસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

દારૂની બદી ડામવા
જીલ્લા પોલીસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
મહેસાણા જીલ્લામાંથી દારૂની બદી નેસ્ત નાબુદ કરવા માટે જીલ્લા પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમા હેલ્પલાઈન મોબાઈલ નંબર જાહેર કરવામા આવ્યો છે. આ નંબર ઉપર દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તીની પોલીસને સીધી જ જાણ કરી શકાશે. આ નંબર ઉપર વ્હોટસેપની પણ વ્યવસ્થા કરવામા આવી છે.
મહેસાણા જીલ્લા પોલીસ દ્વારા ટ્રાફીકને અડચણ સંબંધે ટ્રાફીક હેલ્પ લાઈન ચાલુ કરવામાં આવી હતી.તેમા ભારે સફળતા મળતા રાજ્ય સરકારની દારૂબંધીની નિતીને ધ્યાને લઈ જીલ્લામાં દારૂનુ વેચાણ કે હેરાફેરી સદંતર નાબુદ થાય તેમજ આસપાસના વિસ્તારમા અન્ય ગુનાકીય પ્રવૃત્તી જણાય તો આવી ગુન્હાકીય પ્રવૃત્તિઓ અંગે જાહેર જનતા તરફથી મહેસાણા પોલીસે સીધી માહિતી મળે તે હેતુથી જીલ્લા પોલીસ દ્વારા એક હેલ્પલાઈન ચાલુ કરવામા આવેલ છે. જેમા જાહેર જનતા મોનં. ૮૪૬૯૪ પપ૭પ૧ ઉપર સંપર્ક કરી દારૂ વેચાણ કે હેરાફેરીની હકીકત આપી શકશે. આ મોબાઈલ નંબર ઉપર ફોટો સહિતની માહિતી વ્હોટશેપ પર મોકલી શકશે. માહિતી આપનારના નંબરની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. તેવુ જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જણાવાયુ છે.

Leave a Reply

Top