You are here
Home > News > દેશના યુવાધનને દૃષ્ટિ સમક્ષ રાખી # ઈં મી ટુ ના અર્થ વિનાના વિવાદો બંધ થવા જોઈએ

દેશના યુવાધનને દૃષ્ટિ સમક્ષ રાખી # ઈં મી ટુ ના અર્થ વિનાના વિવાદો બંધ થવા જોઈએ

દેશના યુવાધનને દૃષ્ટિ સમક્ષ રાખી
# ઈં મી ટુ ના અર્થ વિનાના વિવાદો બંધ થવા જોઈએ
દેશના અખબારોના પાને રોજેરોજ ચમકતા મી ટુ ના વિવાદો દેશમાં યુવાધન ઉપર વિપરીત અસર કરી રહ્યા છે. આવા વિવાદો ભારત દેશના અખબારોના પાને ચમકે તે શોભાસ્પદ નથી જોકે અખબારો એમની ફરજ અદા કરે છે. તથ્ય અને પૂરાવા વિનાના વિવાદો સમાજને દૃષ્ટિ સમક્ષ રાખી અટકાવવા જોઈએ. છેલ્લા કેટલાક સમયથી અખબારોના પાને મી ટુ આધારિત કમ્પલેન મહિલાઓ દ્વારા ભૂતકાળમાં થયેલી. જાતીય સતામણી બાબતે ટોચ ઉપર પહોંચેલા વ્યક્તિઓ સામે આક્ષેપો થઈ રહ્યા છે. ભારત દેશમાં મહિલાઓ ઉપર જાતીય અતિક્રમણ માટે કડકમાં કડક કાયદો અસ્તિત્વમાં છે છતાં જે તે સમયે થયેલ જાતીય સતામણી માટે કાયદાકીય કાર્યવાહી કર્યા વિના જે તે વ્યક્તિઓ સાથે કામ ચાલુ રાખી લાંબા સમય બાદ ફક્ત આક્ષેપો કરાઈ રહ્યા છે. જે તે સમયે કાયદાકીય કાર્યવાહી નહિ કરનાર મહિલા આક્ષેપવાળા પુરુષ જેટલી જ જવાબદાર ગણી શકાય. ફીલ્મ નિર્માતા સુભાષ ઘાઈ સામે એક અભિનેત્રીએ કાસ્ટીંગ કાઉચનો આક્ષેપ કર્યો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં જનારી યુવતિઓને ખબર છેકે જો તેને એક્ટ્રેસ બનવું હશે તો તેને પોતાના સર્વસ્વનો ભોગ આપવો પડશે. છતાં તે એક્ટ્રેસ બનવા જાય છે. અને કાસ્ટીંગ કાઉચનો ભોગ બને છે. તે સમયે કોઈ ફરીયાદ કે આક્ષેપ થતો નથી. લાંબા સમય પછી એક્ટ્રેસ ઉચ્ચ લેવલે આવ્યા પછી આક્ષેપો કરે છે તે કેટલું વ્યાજબી? હિન્દુ અને શીખ ધર્મના કેટલાક મંદિરોમાં એવી વ્યવસ્થા છેકે મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં તમારા પગ આપોઆપ પાણીમાં ધોવાઈ જાય પગ પલાળ્યા વિના મંદિરમાં જઈ શકાતુ નથી તેવુું ને તેવું ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કાસ્ટીંગ કાઉચનું છે. કેટલીક અભિનેત્રીઓ સાથે નિર્માતા કાસ્ટીંગ કાઉચમાં સંડોવાયેલા રહેતા નથી. સહ-નિર્માતા, મેઈન ફોટો ગ્રાફર, ફિલ્મ ફાઈનાન્સરને અભિનેત્રી બનવા માંગતી કેટલીક યુવતીઓએ ખુશ કરવા પડે છે. વ્યવસાયની નિતિરીતી જોઈ તમે તેમાં પડે અને પાછળથી જાતીય અતિક્રમણની ફરીયાદ લાંબા સમય પછી કરાય તે ફક્ત કોઈ ટોચ ઉપર બેઠેલા વ્યક્તિને નીચો પાડવા જેવું જ કામ ગણી શકાય. વિદેશ રાજ્ય મંત્રી એમ.જે.અકબર જ્યારે પત્રકારીત્વના વ્યવસાયમાં હતા તે સમયે તેમની સાથી મહિલા પત્રકારો દ્વારા જાતીય અતિક્રમણના આક્ષેપો કરાયા છે. તે પણ ક્યારે જ્યારે સીનીયર પત્રકાર કેન્દ્રના વિદેશમંત્રી બને છે. ત્યારે જેમણે પણ એમ.જે.અકબર ઉપર આક્ષેપ કર્યા છે તે મહિલાઓએ તેમના ઉપર જાતીય અતિક્રમણ થયા બાદ કામ ચાલુ રાખ્યું છે. જે તે સમયે મહિલાઓનો વિરોધ હતો તો કાયદાની નિષ્ણાત મહિલાઓએ એમ.જે.અકબર સામે ફરીયાદ કરી હોત. પોલીસ ફરીયાદ કરી નથી અને એમ.જે.અકબર સામે કામ ચાલુ રાખ્યું જે ઉપરથી કહી શકાય કે બન્ને વચ્ચે તે વર્તન થયું હતું તે બન્ને માટે થોડા ઘણા અંશે પણ સ્વીકાર્ય હોઈ શકે. મહિલાઓ ઉપર અતિક્રમણ અત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સિવાય શિક્ષણમાં પણ ઘૂસી ગયું છે. જે વિદ્યાર્થીનીઓની ઓરલ પરીક્ષા(વાયવા) પ્રેક્ટીકલ હોય છે તે ઉચ્ચ શિક્ષણમાં ભણતી યુવતિઓ સાથે અતિક્રમણ થાય છે. વાયવા-પ્રેક્ટીકલમાં સારા માર્ક્સ મેળવવા પાસ થવા માટે કાસ્ટીંગ કાઉચ થાય છે. મહિલા ઉપર થયેલ અતિક્રમણ પછી લાંબો સમય વીતિ જાય તો જેતે કાર્ય થયુ હોય તે સ્વીકાર્ય છે તેવું માનવું રહ્યું. લાંબા સમય પછી થતા આક્ષેપો ટોચ ઉપર પહોંચેલી વ્યક્તિની ઈમેજ ઓછી કરવા માટે થતી કાર્યવાહી ગણી શકાય. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં નિર્માતા દ્વારા અભિનેત્રીની ઈચ્છા મુજબનું કેરેક્ટર ન અપાય તો પણ આક્ષેપ થાય તેવું માની શકાય. એક વાત ચોક્કસ છે. ભારત દેશની પવિત્ર ભૂમિ ઉપર પરદેશથી આવેલું મી ટુ નું કેમ્પેઈન દેશના યુવાધન ઉપર વિપરીત અસર ઊભી કરનાર સાબિત થઈ શકે છે જે અટકવું જોઈએ.

Leave a Reply

Top