You are here
Home > News > નિઃસહાય વૃધ્ધો માટે રોટરી શ્રવણ યાત્રાનુ આયોજન

નિઃસહાય વૃધ્ધો માટે રોટરી શ્રવણ યાત્રાનુ આયોજન

નિઃસહાય વૃધ્ધો માટે રોટરી શ્રવણ યાત્રાનુ આયોજન
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
સમાજમાં એવા ઘણા વૃધ્ધો છેકે જે આર્થિક સંકડામણના કારણે યાત્રા પ્રવાસ કરી શકતા નથી. ત્યારે રોટરી ક્લબ ઓફ વિસનગર દ્વારા આવા નિરાધાર-નિઃસહાય વૃધ્ધો માટે રોટરી શ્રવણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. રોટરી ક્લબના પ્રમુખ સેક્રેટરી તથા પ્રોજેક્ટ ચેરમેન દ્વારા યાત્રાનુ જે આયોજન કરવામાં આવ્યુ છે તે ખરેખર સરાહનીય અને અભિનંદનને પાત્ર છે.
સમાજમાં એવા ઘણા લોકો છે કે જે ઓછી આવક હોવાના કારણે પરિવારનું માંડ પાલન પોષણ કરી શકે છે. થોડી ઘણી બચત કરી હોય તેમાંથી છોકરાઓના પ્રસંગો કરે છે. પરિવારની જવાબદારીઓ પુરી પાડવાના કારણે આવા આર્થિક જરૂરીયાતમંદ લોકો જીવનમાં ક્યારેય પોતાના માટે વધારાનો ખર્ચ કરી શકતા નથી. જીવનમાં ક્યારેય યાત્રા પ્રવાસ કરી શકતા નથી. ત્યારે આવા નિરાધાર, આર્થિક જરૂરીયાતમંદ, નિઃસહાય વૃધ્ધ માવતર યાત્રા પ્રવાસનો આનંદ માણી શકે, યાત્રા પ્રવાસનો લાભ મેળવી શકે તે માટે રોટરી ક્લબ ઓફ વિસનગર દ્વારા રોટરી શ્રવણ યાત્રા-૨૦૧૮ નું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં તા.૧૭-૧૨-૨૦૧૮ થી ૨૩-૧૨-૨૦૧૮ સુધી સૌરાષ્ટ્રના યાત્રાધામોની યાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ છે. વિસનગર શહેરના રહેવાસી હોય, ૫૮ વર્ષ કરતા મોટી ઉંમરના હોય તેમજ પેન્શન તથા બીજા કોઈ સહકારી લાભ મેળવતા ન હોય તેવા માવતર આ યાત્રા પ્રવાસનો લાભ લેવા અરજી કરી શકશે. અરજી ફોર્મ મેળવવા તથા પરત કરવા નૂતન હાઈસ્કુલ સામે, ઋષિકેશ માર્કેટમાં આવેલ રોટરી ભવનનો તથા ચોક્સી બજારમાં આવેલ ચોકસી અંબાલાલ ગંગારામમાં સંપર્ક કરવાનો રહેશે. શ્રવણ યાત્રા માટે સ્વ. નિર્મળાબેન તથા સ્વ.નરસિંહલાલ શંકરલાલ ઠક્કરના સ્મરણાર્થે હસ્તે રોટે.રાકેશભાઈ એન.ઠક્કર મુખ્ય દાતા તરીકે સહયોગ આપી રહ્યા છે. રોટરી પ્રમુખ રોટે.કલ્પેશ પટેલ, સેક્રેટરી ગજેન્દ્ર દોશી, પ્રો.ચેરમેન યોગેશ પટેલ, સમીર પટેલ વિગેરે રોટેરીયન મિત્રો આ યાત્રાની સફળતા માટે પ્રયત્નો કરી રહ્યા છે.

Leave a Reply

Top