You are here
Home > News > માંડવી ચોક મનારામાં આઠમના દિવસે સટ્ટામાં દેવુ થતા આત્મહત્યાના તથા વ્યસનમુક્તિના પ્રદર્શને આકર્ષણ જમાવ્યુ

માંડવી ચોક મનારામાં આઠમના દિવસે સટ્ટામાં દેવુ થતા આત્મહત્યાના તથા વ્યસનમુક્તિના પ્રદર્શને આકર્ષણ જમાવ્યુ

માંડવી ચોક મનારામાં આઠમના દિવસે
સટ્ટામાં દેવુ થતા આત્મહત્યાના તથા વ્યસનમુક્તિના પ્રદર્શને આકર્ષણ જમાવ્યુ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
અત્યારે વિસનગરમા સટ્ટાના રવાડે ચડેલા યુવાનોને દેવુ થતા છેવટે આત્મહત્યા કરવા મજબુર બનવુ પડે છે જયારે દારૂ, ગુટખા, તમાકુનુ વ્યસન ધરાવતા લોકોને મૃત્યુને આવકારવું પડે છે. વિસનગરમાં માંડવી ચોક મનારામાં આત્મહત્યા અને વ્યસનમુક્તી ઉપર પ્રદર્શન યોજાયુ હતુ.જે પ્રદર્શન જોવા માટે લોકો ઉમટતા માંડવી ચોક નાનો પડયો હતો.
વિસનગરમા નવરાત્રીમા વર્ષો જુની માંડવીઓ પૈકીની એક માંડવી ગુંદીખાડ માંડવી ચોક મનારામાં નીકળે છે. ગુંદીખાડના પાટીદાર સમાજના યુવાનો અને વડીલોના પ્રયત્નો તથા માર્ગદર્શનથી અત્યારે પાર્ટીપ્લોટના જમાનામાં પણ માંડવી ચોક મનારાની માંડવીએ નવરાત્રીમાં દબદબો જાળવી રાખ્યો છે.માંડવી ચોકમાં નવરાત્રીની દર આઠમે વિવિધ પ્રદર્શન કાર્યક્રમો કરાય છે. આ વર્ષે સટ્ટા બજારના કારણે કરવી પડતી આત્મહત્યા તથા વ્યસનના કારણે થતા મૃત્યુની થીમ ઉપર પ્રદર્શન યોજાયુ હતુ. વિસનગરમાં ક્રિકેટ સટ્ટાના કારણે યુવાનો પાયમાલ થઈ રહ્યા છે. સટોડીયાઓ તગડા થઈ રહ્યા છે. જયારે સટ્ટો રમતા યુવાનો દેવાદાર બનતા છેવટે આત્મહત્યા કરવાનો વારો આવે છે. પ્રદર્શનમાં એક વ્યક્તિને સટ્ટાના કારણે આત્મહત્યા કરી હોવાનુ દર્શાવાયુ હતુ. જયારે દારૂનુ અતિશય સેવન તેમજ ગુટકા-મસાલાના વ્યસનના કારણે એક વ્યક્તિનુ મૃત્યુ થતા પ્રદર્શનમાં બનાવેલ સ્ટેજ ઉપર અગ્નિદાહનુ દ્વશ્ય ઉભુ કરવામા આવ્યુ હતુ. આ પ્રદર્શન જોવા માટે માંડવી ચોકમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. લોકોનો એટલો ઘસારો હતો કે ચોક નાનો પડયો હતો.

Leave a Reply

Top