You are here
Home > News > લ્યો સાંભળો તાલુકા ઉપર સરકારની કિન્નાખોરી સતલાસણાની ૩૭ ગ્રામ પંચાયતો ૧૧ તલાટીઓના ભરોશે

લ્યો સાંભળો તાલુકા ઉપર સરકારની કિન્નાખોરી સતલાસણાની ૩૭ ગ્રામ પંચાયતો ૧૧ તલાટીઓના ભરોશે

લ્યો સાંભળો તાલુકા ઉપર સરકારની કિન્નાખોરી
સતલાસણાની ૩૭ ગ્રામ પંચાયતો ૧૧ તલાટીઓના ભરોશે
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
સતલાસણા તાલુકામાં ૩૭ ગ્રામ પંચાયતો આવેલી છે જેમાંથી મોટા ભાગની ગ્રામ પંચાયતો જુથ ગ્રામ પંચાયતો છે. તાલુકાના ૬પ ગામડા છે. જેની ૩૭ ગ્રામ પંચાયતો છે. સતલાસણા તાલુકાનો વિસ્તાર ખુબ જ મોટો છે. ૬પ ગામડા વચ્ચે માત્ર ૧૧ તલાટીઓ હોય તો તાલુકાનો વહીવટ કેવી રીતે ચાલે લોકો કેટલા હૈરાન છે તે એ.સી.ઓફીસમાં બેસતા રાજ્યના, જિલ્લાના અને તાલુકાના અધિકારીઓને કેવી રીતે ખબર પડે ? તેવુ સતલાસણા તાલુકા કોગ્રેસ પ્રમુખ મહોબ્બતસિંહ ચૌહાણ જણાવે છે.
સતલાસણા તાલુકો પછાત તાલુકો છે તેમજ આ તાલુકાને બે જિલ્લાઓની હદ અડે છે. વસ્તીના પ્રમાણમાં તેમજ વિસ્તારના પ્રમાણમાં ખુબજ મોટો તાલુકો સતલાસણા છે.આ તાલુકાના લોકો અભણ છે. તાલુકાને ૧૧ તલાટીઓના ભરોસે છોડી દીધો છે. એક તલાટીના ભાગે સરેરાશ છ ગામ આવે છે. તમામ ગામોના વેરા ઉઘરાવવા, તમામ ગામોમાં લોકોને દાખલા આપવા, ખેડુતોની જમીનોની નોંધો પ્રમાણિત કરવી જેવા અસંખ્ય કામો તલાટીઓ સમયસર કામ ન કરતા હોવાની પ્રજા પરેશાન છે. ગતિશિલ ગુજરાત વિકાસશિલ ગુજરાત, સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ગુજરાત, જેવા મોટા મોટા સ્લોગનો સાથે સરકાર વિકાસની વાતો કરે છે. પરંતુ હકીકતમાં ગ્રામ્ય સ્તરે થતા વિકાસોમાં તલાટીઓ સ્થળ ઉપર હાજર રહી શકતા નથી. મહોબતસિંહ ચૌહાણે વધુમાં જણાવ્યુ હતુ કે જે ૧૧ તલાટીઓ છે તેમાંથી અડધા ઉપરાંત તલાટીઓ સજામાં સતલાસણા તાલુકામાં મુકવામાં આવ્યા છે. જેના કારણે રીઢા ગુનેગાર જેવા તલાટીઓ લોકોને પરેશાન કરે છે. સરકારે તાત્કાલિક તલાટીઓની નિમણુંક સતલાસણા તાલુકામાં કરવી જોઈએ. હાલ ૧ તલાટી પાસે ત્રણ ગ્રામ પંચાયતોનો ચાર્જ હોવાથી લોકોના કામો થતા નથી. આવુ છેલ્લા ઘણા સમયથી ચાલે છે. ભાજપ સરકાર ગરીબો વિરોધી સરકાર છે તે આ બનાવ ઉપરથી સાબિત થાય છે.

Leave a Reply

Top