You are here
Home > News > સરદાર પટેલના એકતાના સંદેશાને ભાજપના આગેવાનોએજ છેદ ઉડાવ્યો વિસનગરમાં એકતા યાત્રામાં ભાજપના બે જુથ વચ્ચે શક્તિ પ્રદર્શન

સરદાર પટેલના એકતાના સંદેશાને ભાજપના આગેવાનોએજ છેદ ઉડાવ્યો વિસનગરમાં એકતા યાત્રામાં ભાજપના બે જુથ વચ્ચે શક્તિ પ્રદર્શન

સરદાર પટેલના એકતાના સંદેશાને ભાજપના આગેવાનોએજ છેદ ઉડાવ્યો
વિસનગરમાં એકતા યાત્રામાં
ભાજપના બે જુથ વચ્ચે શક્તિ પ્રદર્શન
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
અખંડ ભારતના શીલ્પી સરદાર વલ્લભભાઈ પટેલે સમગ્ર દેશને એકતાનો સંદેશો આપ્યો છે. ત્યારે વિશ્વમાં સૌથી ઉંચી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સરદારની પ્રતિમાના અનાવરણ પૂર્વે સરકાર દ્વારા આયોજીત એકતા યાત્રામાં વિસનગરમાં ભાજપના જુથે શક્તિ પ્રદર્શન કરી સરદાર વલ્લભભાઈ પટેલના એકતાના સંદેશાનો છેદ ઉડાડી દીધો હતો. એકતા યાત્રાના આગમન ટાણે એક તરફ ધારાસભ્ય જુથ તો બીજી તરફ પ્રકાશભાઈ પટેલના જુથ દ્વારા શક્તિ પ્રદર્શન જોવા મળ્યુ હતુ. ભાજપમાં આવી જુથ બંધી જોઈ લોકસભામાં ભાજપના શુ હાલ થશે તેવી ચર્ચાઓ કાર્યકરોમાં સાંભળવા મળી હતી. એકતાયાત્રા રથ મહેસાણા ચાર રસ્તાથી નિકળતા ટ્રકમાં ખામી સર્જાતા બંધ પડ્યો હતો. જેને ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ધક્કા મારી આગળ ધપાવ્યો હતો.
દેશની એકતા તથા અખંડિતતાના શીલ્પી એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ભાવભીની શ્રધ્ધાંજલી આપવા તથા સરદાર પટેલની જન્મજયંતિએ વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણ પહેલા લોકજાગૃતિ કેળવવા સરકાર દ્વારા એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. તા.૨૦-૧૦ ના રોજ એકતા યાત્રાનુ વિસનગરમાં આગમન પ્રસંગે મહેસાણા ચાર રસ્તા પાસે સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જ્યાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલ, પી.કે.પટેલ, રાજુભાઈ પટેલ-આર.કે., રાજુભાઈ ચૌધરી, તાલુકા ભાજપ પ્રમુખ સતીષભાઈ પટેલ, મહામંત્રી મુકેશભાઈ ચૌધરી, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પટેલ, પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી, માર્કેટયાર્ડના ડીરેક્ટર એલ.કે.પટેલ, ગીરીશભાઈ પટેલ, અંકીતભાઈ પટેલ, પાલિકા સભ્યો તથા ભાજપના કાર્યકરોએ હાજરી આપી હતી. આ સ્વાગત કાર્યક્રમમાં ધારાસભ્યના વિરોધી જુથની સ્પષ્ટ ગેરહાજરી જોવા મળતી હતી. આ પ્રસંગે ધારાસભ્ય ઋષિભાઈ પટેલે જણાવ્યુ હતું કે, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે દેશને એક તાતણે બાંધી જે એકતા આપી છે તે સંદેશો ગામેગામ ફેલાવી સમાજમાં એકતા આવે તેવુ કરવુ જોઈએ. જ્યાં એકતાના શપથ લેવડાવ્યા હતા. ધારાસભ્ય ઋષિભાઈ પટેલ એકતા યાત્રા રથનુ સુકાન સંભાળ્યુ હતુ અને આ યાત્રા શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી હતી. એકતા રથ કાંસા ચાર રસ્તા પાસે પહોચતા ત્યાં સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. જ્યાંથી યાત્રા સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં પહોચતા ભવ્ય આતશબાજી કરી યાત્રાનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલની દોરવણીમાં એકતા યાત્રા રથનુ ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યુ હતુ. યુનિવર્સિટીના પ્રેસીડન્ટ પ્રકાશભાઈ પટેલ, સંસ્થાના ઉપપ્રમુખ ચંદુભાઈ પટેલ, ટ્રસ્ટી ર્ડા.એલ.કે.પટેલ, યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ર્ડા.વી.કે.શ્રીવાસ્તવ તથા ઉપસ્થિત પ્રતિષ્ઠિત મહેમાનો દ્વારા આરતી તથા ફુલહાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ. એકતા યાત્રાના સ્વાગત માટે ૨૦૦૦ થી પણ વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના ચેરમેન પ્રકાશભાઈ પટેલે સરદાર સાહેબના આઝાદી વખતેના અખંડ ભારત માટેના પ્રયત્નોને યાદ કર્યા હતા. અને જ્યારે વિશ્વ આખું આજે સરદાર સાહેબને શ્રધ્ધાંજલિ આપવા માટે આતુર છે ત્યારે એમના જીવન દરમિયાન ભારત માટેની એમની વિચારધારાને ભારતના લોકો પોતાના જીવનમાં ઉતારી લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં સહભાગી બને એવા પ્રયત્નો કરે એ માટે આહ્‌વાન આપ્યુ હતુ. જ્યાં પૂર્વ ધારાસભ્ય પ્રહેલાદભાઈ ગોસા, જશુભાઈ પટેલ કાંસા, મહેન્દ્રભાઈ પટેલ વાલમ, લાલાભાઈ રબારી, રાજુભાઈ પટેલ, વેપારી મહામંડળના પ્રમુખ પરેશભાઈ પટેલ, ગંજબજાર વેપારી મંડળના પ્રમુખ કરશનભાઈ પટેલ, વિસનગર મજુર સહકારી મંડળીના ચેરમેન પી.સી.પટેલ, ર્ડા.મિહિરભાઈ જોષી, મહિલા સુરક્ષાના ડીરેક્ટર વર્ષાબેન પટેલ, ગોવિંદભાઈ પટેલ તલાટી, તાલુકા સંઘના પ્રમુખ કે.કે.ચૌધરી, કમલેશભાઈ પટેલ દાઢી, તાલુકા ડેલીગેટ ધર્મેન્દ્રભાઈ પટેલ, ગુંજા સરપંચ સુરેશભાઈ ચૌધરી વિગેરેએ હાજરી આપી હતી. મહેસાણા ચાર રસ્તા ખાતે થયેલ સ્વાગત કાર્યક્રમ કરતા એસ.કે.યુનિવર્સિટીમાં યોજાયેલ સ્વાગત કાર્યક્રમમાં સંખ્યા વધારે હતી. એકતા યાત્રાનુ સ્વાગત કાર્યક્રમની પાછળ શક્તિ પ્રદર્શન થયુ હોવાનુ જણાતુ હતુ. જોકે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ નિખાલસપણે એકતા રથ લઈને એસ.કે.યુનિવર્સિટીમાં ગયા હતા ત્યારે એસ.કે.યુનિવર્સિટીમાં ભાજપના જે આગેવાનો હતા તે મહેસાણા ચાર રસ્તાના સ્વાગત કાર્યક્રમમાં હાજર રહ્યા હોત તો કદાચ ચાર રસ્તાની જગ્યા ઓછી પડી હોત. ભાજપના બે જુથ વચ્ચેના વિખવાદનો લાભ વિરોધ પક્ષે પણ ભરપુર લીધો હતો. એસ.કે.કેમ્પસમાં કેટલાક કોંગ્રેસના કાર્યકરો પણ જોવા મળ્યા હતા. વિસનગરમાં ભાજપના આગેવાનો વચ્ચેની જુથ બંધી લોકસભાની ચુંટણીમાં શુ ઉકાળશે તેવી ચર્ચાઓ કાર્યકરોમાં થતી હતી. કાર્યક્રમમાં મામલતદાર એ.એન.સોલંકી, ટીડીઓ વિજયભાઈ ચૌધરી, પી.આઈ.વી.પી.પટેલ, પી.એસ.આઈ.એસ.એચ.ભુવા , પાલિકા ઓ.એસ.સુધીરભાઈ કંસારા સહીતના અધિકારીઓએ હાજરી આપી હતી. એકતા રથ યાત્રા વિસનગરના માર્ગો ઉપરથી પસાર થતાં માર્કેટયાર્ડ, મજુર સહકારી મંડળીના હોદ્દેદારો દ્વારા, મેઈન બજારમાં ગુલજાર પાન હાઉસ આગળ લઘુમતી સમાજના આગેવાનો દ્વારા તથા પાલિકા સભ્યો અને શહેરીજનો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. એકતા રથ યાત્રા વિસનગર તાલુકામાં ફરતા કાંસા, કાંસા એન.એ., હસનપુર, ખદલપુર, રંગપુર, ઉમતા વિગેરે ગ્રામજનો દ્વારા અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

Leave a Reply

Top