You are here
Home > News > ૯૦ લાખ લીટરની જગ્યાએ ૫૫ લાખ લીટરજ પાણી અપાય છે વિસનગરમાં તહેવારના તાકડેજ ધરોઈ પાણી પુરવઠાના ધાંધીયા

૯૦ લાખ લીટરની જગ્યાએ ૫૫ લાખ લીટરજ પાણી અપાય છે વિસનગરમાં તહેવારના તાકડેજ ધરોઈ પાણી પુરવઠાના ધાંધીયા

૯૦ લાખ લીટરની જગ્યાએ ૫૫ લાખ લીટરજ પાણી અપાય છે
વિસનગરમાં તહેવારના તાકડેજ ધરોઈ પાણી પુરવઠાના ધાંધીયા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં ધરોઈ પાણી પુરવઠા દ્વારા પુરતા પ્રમાણમાં પાણી આપવામાં નહી આવતા અત્યારે તહેવારોના તાકડે પાણીની સમસ્યા સર્જાય છે. દૈનિક જરૂરીયાત ૯૦ લાખ લીટરની છે. ત્યારે સરેરાશ ૫૫ લાખ લીટર પાણી આપવામાં આવતા શહેરના અણમાનીતા વિસ્તારોમાં પાણીના સમયમાં કાપ મુકવામાં આવ્યો છે. ફીલ્ટરેશન પ્લાન્ટમાંથી પુરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે છે ત્યારે ધરોઈ પાણી પુરવઠાના અધિકારીઓની મીલીભગતથી પાઈપ લાઈનમાંથી પાણીની ચોરી થતી હોવાની પણ શંકા સેવાઈ રહી છે, જેની તપાસ થાય તે જરૂરી છે.
ધરોઈ પાણી પુરવઠા આધારીત વિસનગર શહેરમાં પાણીની રોજીંદી જરૂરીયાત ૧ કરોડ ૨૦ લાખ લીટરની છે. પરંતુ પાણી પુરવઠા દ્વારા ક્યારેય પુરતા પ્રમાણમાં પીવાનુ પાણી આપવામાં આવ્યુ નથી. અત્યારે તહેવારોના તાકડેજ ધરોઈ દ્વારા જરૂરીયાત કરતા ઓછુ પાણી આપવામાં આવતા શહેરના વિવિધ વિસ્તારોમાં પુરતા પ્રમાણમાં પાણી મળી શકતુ નથી. તેમાં પણ પાલિકા તંત્રની માનીતી અને અણમાનીતી નિતિના કારણે કેટલાક વિસ્તારોમાં પુરતા પ્રમાણમાં પાણી મળે છે. જ્યારે અણમાનીતા વિસ્તારોમાં પાણીના સમયમાં કાપ મુકવામાં આવ્યો છે. પાલિકા સંચાલીત ટ્યુબવેલ છે. પરંતુ ટીડીએસની વધારે માત્રાવાળુ પાણી આવતુ હોવાથી ટ્યુબવેલનું સીધુ પાણી આપી શકાતુ નથી. ધરોઈના પાણીમાં મિક્ષ કરી ટ્યુબવેલનુુ પાણી આપવામાં આવે છે.
ધરોઈ પાણી પુરવઠા દ્વારા વિસનગરમાં રાત્રે ૧૨-૦૦ થી બપોરે ૧-૦૦ કલાક સુધી અને બપોરે ૪-૦૦ થી રાત્રે ૯-૦૦ કલાક સુધી એમ ૧૮ કલાક પાણી આપવામાં આવે છે. જ્યારે બપોરે ૧-૦૦ થી ૪-૦૦ સુધી તેમજ રાત્રે ૯-૦૦ થી ૧૨-૦૦ કલાક સુધી ૬ કલાક પાણી બંધ કરી ગામડાઓમાં સપ્લાય આપવા ગુંજા હેડ વર્કસમાં પાણી ભરવામાં આવે છે. વિસનગરમાં જે ૧૮ કલાક પાણી ભરવામાં આવે છે તેમાં પુરેપુરો વાલ ખોલવામાં નહી આવતા પુરતા ફોર્સથી જરૂરીયાત પ્રમાણેનું પાણી મળતુ નથી. જેના કારણે શહેરના વિવિધ સંપ પુરતા પ્રમાણમાં ભરાતા નથી. જોકે માનીતા વિસ્તારોમાં પ્રથમ સંપ ભરવામાં આવે છે. જ્યારે અણમાનીતા વિસ્તારોમાં પાછળના સમયે સંપ ભરવામાં આવતા હોવાથી અણમાનીતા વિસ્તારોમાં પાણીની કાયમી સમસ્યા રહે છે.
ધરોઈ ફીલ્ટરેશન પ્લાન્ટમાં અગાઉ ૯૦૦ ન્ઁજી (લીટર પર સેકન્ડ) ના ત્રણ પંપ કાર્યરત હતા. જેમાંથી બે પંપ ચાલુ કરવામાં આવતા હતા અને એક પંપ સ્પેરમાં રાખવામાં આવતો હતો. જુના પંપની મશીનરી બગડી હોવાથી અત્યારે આ જુના પંપ બદલી નવી ટેકનોલોજીના ત્રણ પંપ મુકવામાં આવ્યા છે. જેમાં એક પંપની કેપેસીટી ૧૫૦૦ ન્ઁજી ની છે. આવા બે પંપ કાર્યરત છે. જુના કરતા નવા પંપની કેપેસીટી વધારે છે. ત્યારે તે પ્રમાણે વધારે નહી તો પૂરતા પ્રમાણમાં પણ વિસનગરમાં પીવાનુ પાણી મળતુ નથી. ધરોઈ પાણી પુરવઠા દ્વારા રોજીંદુ ૮૦ થી ૮૫ લાખ લીટર પાણી આપવામાં આવતુ હોવાનો દાવો કરાય છે. જ્યારે વિસનગરમાં સરેરાશ ૫૫ લાખ લીટરજ પાણી મળે છે. જોકે કેટલુ પાણી મળ્યુ તેના માટે ધરોઈ પાણી પુરવઠા તંત્ર પાસે કે પાલિકા પાસે મીટરની કોઈ વ્યવસ્થા નથી. ધરોઈ પાણી પુરવઠા જે પ્રમાણે પંપ પાણી આપે છે અને જે ફોર્સથી પાણી આપે છે તે પ્રમાણે અડસટ્ટે ગણતરી થાય છે. જ્યારે વિસનગર પાલિકાના જે પ્રમાણે સંપ ભરાય છે તે પ્રમાણે કેટલુ પાણી આવ્યુ તેની ગણતરી થાય છે. ફીલ્ટરેશન પ્લાન્ટના પંપ નવી ટેકનોલોજીના લગાવાયા છે. વધારે માત્રામાં પાણી કાઢે છે ત્યારે આ વધારાનુ પાણી જાય છે ક્યા? તે પણ એક પ્રશ્ન છે. જાણવા મળ્યા પ્રમાણે ધરોઈ પાણી પુરવઠાના કેટલાક અધિકારીઓના આશિર્વાદથી પાઈપલાઈનમાંથી મોટા પ્રમાણમાં પાણીની ચોરી થતી હોવાનુ ચર્ચાય છે. ધરોઈ પાણી પુરવઠાના કેટલાક અધિકારીઓના પગારની આવક કરતા સંપત્તીની માત્રા વધી ગઈ હોવાનુ પણ ચર્ચાય છે.
ધરોઈ પાણી પુરવઠા આધારીત અન્ય શહેરોમાં પાણીની કોઈ બુમરાડ નથી. ફક્ત ને ફક્ત વિસનગરમાંજ વારંવાર પાણી પુરવઠો ઓછો આપવામાં આવે છે. જે વિસનગર નેતાઓની નબળી નેતાગીરીનુ પરિણામ છે. અગાઉ તત્કાલીન વૉટર વર્કસ ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલ ધરોઈના અધિકારીઓની હેરાનગતી સામે ઉપવાસ ઉપર બેસતા આખુ વર્ષ પુરતા પ્રમાણમાં પાણી મળ્યુ હતુ. જ્યારે અત્યારે પાલિકા પ્રમુખ કે વોટર વર્કસ ચેરમેનની નિષ્ક્રીયતાથી ધરોઈના અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની મનમાની કરતા તહેવારના સમયે શહેરમાં પાણીની કટોકટી સર્જાઈ છે.

Leave a Reply

Top