You are here
Home > News > ખેરાલુમાં એક્તા યાત્રાનું સ્વાગત કરવા લોકો ઉમટી પડયા

ખેરાલુમાં એક્તા યાત્રાનું સ્વાગત કરવા લોકો ઉમટી પડયા

ખેરાલુમાં એક્તા યાત્રાનું સ્વાગત કરવા લોકો ઉમટી પડયા
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ શહેરમાં વલ્લભભાઈ પટેલની સરદાર સરોવર ખાતેની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા સાથે એક્તાયાત્રા આવી પહોચતા દેસાઈવાડા બ્રહ્માણી માતાની વાડી ખાતે લોકો ઉમટી પડયા હતા. વધુ પ્રમાણમાં લોકો એક્તા યાત્રાનું સ્વાગત કરવા આવી પહોંચતા ખુરશીઓ ખુટી પડી હતી. ગુજરાત વિધાનસભાના દંડક અને ધારાસભ્ય ભરતસિંહ ડાભી, પુર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ, પાલિકા પ્રમુખ હીરાબેન ભગુભાઈ પટેલ, ઉપપ્રમુખ હેમન્તભાઈ શુક્લ, પાલિકા દંડક ગોવિંદભાઈ પ્રજાપતિ, કારોબારી ચેરમેન જેઠાભાઈ પ્રજાપતિ, ખેરાલુ તાલુકા પંચાયત ઉપપ્રમુખ સુર્યાબેનના પતિ અને જાણિતા શિક્ષણવિદ રેવાભાઈ ચૌધરી, પાલિકા ચિફ ઓફીસર હરીશ અગ્રવાલ તથા ખેરાલુ મામલતદાર કટારીયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાનું ભવ્ય સ્વાગત કર્યુ હતુ. બ્રહ્માણી માતાની વાડી ખાતે ઝાંસીની રાણી, અને પાણીવાળી બાઈ પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈએ લોકોને મંત્ર મુગ્ધ કરતુ ભાષણ આપતા સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર વિશે જણાવ્યુ હતુ. રમીલાબેન દેસાઈએ સૌથી સારો રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘનો નગરપાલિકાના મહિલા પ્રમુખ હીરાબેન પટેલ માટેનો અભિપ્રાય આપ્યો હતો કે તે નગર સ્વામીની છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે જેમ પાલિકા પ્રમુખ પુરુષ હોય તો તેને નગર પતિ કહેવાય છે. પરંતુ પાલિકા પ્રમુખ મહિલા હોય તો નગર પત્ની ન કહેવાય પણ નગર સ્વામિની કહેવાય જેથી હીરાબેન ભગુભાઈ પટેલ સહિત આવનારા સમયમાં પાલિકામાં વખતોવખતના મહિલા પ્રમુખોને નગર સ્વામિની કહેવાશે તેમ કહી સુંદર વાક્ય રચનાથી મહિલા પ્રમુખનું સન્માન કર્યુ હતુ.
ધારાસભ્ય ભરતસિંહ ડાભીને પોતાના વક્તવ્યમાં જણાવ્યુ હતુ કે દેશ આઝાદ થયો ત્યારે અસંખ્ય લોકોએ બલીદાનો આપ્યા હતા જેના કારણે આપણે સુખ સાહીબી ભોગવી રહ્યા છીએ અને લોકશાહીના ફળ ચાખી રહ્યા છીએ. સન્માનીય નેતાઓને જે માન મોભો મળવો જોઈએ તે ભુતકાળની સરકારોએ આપ્યો નહોતો આપણા લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવી તેમને સાચુ સન્માન વિશ્વમાં અપાવ્યુ છે. મહાત્મા ગાંધી માટે ગાંધિનગરમાં મહાત્મા મંદિર બનાવ્યુ છે.સરદાર સરોવર ખાતે સાધુબેટ ખાતે ૧૮ર મીટર ઉંચી પ્રતિમા બનાવી છે. આ પ્રતિમાનો રોજ રપ હજાર ઉપરાંત લોકો મુલાકાત લઈ રહ્યા છે. જેના કારણે આ વિસ્તારનો વિકાસ થશે અને રોજગારી ઉભી થશે દેશના તમામ રાજ્યોના ગેસ્ટ હાઉસો પણ ત્યાં બનવાના છે. નરેન્દ્રભાઈ મોદીના કારણે કચ્છનું સફેદરણ પ્રવાસનું ધામ બન્યુ છે. ર૦૧૯ની લોકસભાની ચુંટણી આવી રહી છે. ભારતને વિશ્વ ગુરુ બનાવવા નરેન્દ્રભાઈ મોદી પ્રયત્ન કરી રહ્યા છે. નરેન્દ્રભાઈ મોદીને કારણે વિશ્વના દેશો ભારતને માન અને સન્માન આપી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવવા ખભે-ખભો મિલાવી કામ કરવાનું છે. ભાજપે સલામતી સાથે વિકાસ આપ્યો છે. લોકસભામાં ર૬ સીટો જીતાડવાની છે.
કાર્યક્રમની પુર્ણાહુતી પછી રાષ્ટ્રીય એક્તા દિવસના સોગંધ લેવડાવ્યા હતા. એક્તાયાત્રા ખોખરવાડા ખાતે પહોચી ત્યારે સાંઈમંદિરના ટ્રસ્ટી અમરતભાઈ મોદી પાલિકાના પૂર્વ સભ્ય ગીતાબેનના પતિ નિતિનભાઈ પરમાર, પાલિકા પ્રમખના પતિ ભગુભાઈ પટેલ, જ્યોત્સનાબેન જસુભાઈ કડીયા, આશાબેન નિલેશભાઈ બારોટ, સવિતાબેન નવિનભાઈ પરમાર, વસંતિબેન યોગેશભાઈ દેસાઈ સહિત અનેક ભાઈઓ બહેનોએ ભવ્ય સ્વાગત કર્યુ હતુ.
ખારીકુઈ ખાતે એક્તા યાત્રા પહોંચી ત્યારે ગાયત્રીબેન જગદીશભાઈ ઠક્કર, ધરમભાઈ શુક્લ (માલવીકા કંગન), કાલી સિંધી (લખન સ્ટોર), નંદુભાઈ સિંધી (દિપા મોબાઈલ), ચિરાગભાઈ ડબગર, રસિકભાઈ કડીયા (પૂર્વસભ્ય), મોહનભાઈ સિંધી (નિલમ કટપીસ), રાજુભાઈ સથવારા (પુર્વ શહેર ભાજપ પ્રમુખ), સહિત અનેક ભાઈઓ બહેનોએ સ્વાગત કર્યુ હતુ. લોકો વધુ પ્રમાણમાં ઉમટી પડતા ખારીકુઈથી હીંગળાજ માતા મંદિર સુધી રેલી સ્વરૂપે યાત્રા પહોચી હતી.
હીંગળાજ ચોકમાં બ્રહ્મભટ્ટ-બારોટ સમાજ દ્વારા ફટાકડા ફોડી એક્તા યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યુ હતુ. જેમા પાલિકા સભ્ય મહેશભાઈ બ્રહ્મભટ્ટ, ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ, ભાજપ અગ્રણી સંજયભાઈ જે બ્રહ્મભટ્ટ, ધર્મેન્દ્રભાઈ સી. બ્રહ્મભટ્ટ, જીતુભાઈ બ્રહ્મભટ્ટ, જવાનજી ઠાકોર, ભુપેશભાઈ બ્રહ્મભટ્ટ, ભાવેશભાઈ બ્રહ્મભટ્ટ, અશોકભાઈ બ્રહ્મભટ્ટ, પ્રિયવદન બ્રહ્મભટ્ટ, સુધીરભાઈ બ્રહ્મભટ્ટ, સંદીપભાઈ બ્રહ્મભટ્ટ તેમજ પાલિકા સભ્ય દશરથભાઈ પરમાર તથા દશરથભાઈ પ્રજાપતિએ સ્વાગત કર્યુ હતુ.

Leave a Reply

Top