You are here
Home > News > તંત્રી સ્થાનેથી…..શિક્ષણ વિભાગનો વિદ્યાર્થીના દફતર માટેનો પરીપત્ર

તંત્રી સ્થાનેથી…..શિક્ષણ વિભાગનો વિદ્યાર્થીના દફતર માટેનો પરીપત્ર

તંત્રી સ્થાનેથી…..
કહેતા ભી દિવાના સુનતા ભી દિવાના જેવો

શિક્ષણ વિભાગનો વિદ્યાર્થીના દફતર માટેનો પરીપત્ર

 

‘કહેતા ભી દિવાના સુનતા ભી દિવાના ઔર સુનકર ઉસકા અમલ કરને વાલા’ મૂર્ખ વર્ગ કહી શકાય. ગુજરાતમાં ભાજપનું શાસન છે. કેન્દ્રમાં ભાજપનું શાસન છે. જેથી કેન્દ્ર સરકાર જે પણ સૂચનો કરે તેનું અમલીકરણ કરી નાંખવામાં જ ગુજરાત સરકાર પોતાની બાહોશી અને કેન્દ્રની વફાદારી માને છે. ઘણી વખત કેન્દ્રના વિભાગો પરીપત્રો કરે છે. તેની પૂરતી સમજ આપવાની બાકી હોય છતાં ગુજરાત સરકાર કેન્દ્રના પરીપત્રનું ગાંડુ અમલીકરણ કરી બેસે છે, આવુ જ છે. ગુજરાતના શિક્ષણ વિભાગનું કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયે વિદ્યાર્થીઓ સ્કુલે લઈ જાય છે તે દફતરના વજન માટે પરીપત્ર કર્યો છે. પરીપત્રની પૂરતી સમજ લીધા વિનાજ ગુજરાતના શિક્ષણ વિભાગે કેન્દ્રની વફાદારી દેખાડવા દફતરના વજન માટેનો પરીપત્ર કરી નાંખ્યો. વિદ્યાર્થીઓના દફતરના વજનની કાર્યવાહી કઈ રીતે કરવી? દફતરનું વજન માપવા માટે કઈ પધ્ધતિ અપનાવવી? તેનો અમલ કઈ રીતે કરવો? તે શિક્ષણ વિભાગના અધિકારીઓ નક્કિ કરી શકતા નથી. શિક્ષણ વિભાગના અધિકારીઓએ મનોમન માની લીધુ છેકે તંત્રએ વિદ્યાર્થીઓ અને દફતરના વજન માટેનો પરીપત્ર કર્યો છે. એટલે કાયમી ધોરણે સ્કુલમાં ડીઝીટલના જમાનામાં ડીઝીટલ કાંટો હોવો જોઈએ. રાજ્યના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના વજનના ૧૦ ટકાથી દફતરનું વજન ન હોવુ જોઈએ તેવો પરીપત્ર સમજણ વિના કરી દીધો છે. દરેક વર્ગમાં એક વજનના વિદ્યાર્થી નથી. વિદ્યાર્થીના દફતરમાં પુસ્તકો નોટો ગાઈડો સ્વાધ્યાય પોથીઓ તથા નાસ્તાનો ડબો, પાણીની બોટલ હોય છે. તેમાં સરકારના હુકમથી નોટો ગાઈડો, સ્વાધ્યાય પોથીઓ દૂર થઈ જશે. એકલા પુસ્તકોથી વિદ્યાર્થીઓ શાળામાં નોટબુકોમાં નોંધ નહિ કરે તો ઘરે રીવીઝન કઈ રીતે કરશે? આનો વિચાર કર્યા વિના કેન્દ્રના માનવ સંસાધન મંત્રાલયે હુકમ કર્યો છે. કેન્દ્રના આ પરીપત્રનો અમલ કરવા શિક્ષકોએ એવું કરવાનું રહેશે કે જે વિદ્યાર્થી તંદુરસ્ત હોય તેનું વજન વધારે હોય તો પુસ્તકો અને અન્ય નોટો વિગેરે લાવી શકશે. જે વિદ્યાર્થી દુબળો પાતળો હોય તેને પુસ્તકોજ લાવવાના અને શાળામાં આવીને કોઈ નોંધ કરવાની નહિ આ કેવી શિક્ષણ વિભાગની મૂર્ખામી? આ નિયમનો અમલ કદાપિ શિક્ષકો અને શાળાઓ કરી શકવાના નથી. રહી વાત રાજ્યની ૪૪ હજાર શાળાના ડીઝીટલ વજન કાંટા વસાવવાની વાત. આ વજન કાંટા શોભાના ગાંઠીયા સમાન બની શકે છે. ૪૪ હજાર કાંટા તો ફક્ત ગુજરાત પુરતાજ બાકી સમગ્ર દેશના વજનકાંટા ગણીએ તો તેની સંખ્યા લાખ્ખોમાં થાય. આવા પરીપત્રથી ફક્ત ડીઝીટલ વજન કાંટા બનાવતી કંપનીને ફાયદો થવાનો છે. પબ્લિકના પૈસાના નુકશાનના ભોગે કોઈ કંપનીને ફાયદો કરાવાઈ રહ્યો છે. આવા પરીપત્રો પાછળનું રહસ્ય છે. ભારત દેશમાં ધારાસભા લોકસભા લડવા માટેના શિક્ષણનો અભાવ. ચુંટણીઓમાં અંગૂઠાછાપ મોટા જથ્થાવાળા લોકો મીનીસ્ટર પદ સુધી પહોંચી જાય છે અને તે એવા ખાતાના મીનીસ્ટર હોય છેકે તેમની પાસે કયુ ખાતું છે. તેનું કાર્ય શું તેની પણ તેમને સમજ હોતી નથી તો તે કઈ રીતે વહીવટ કરવાના? સચિવ કક્ષાના અધિકારીઓ દેશ અને રાજ્યનો વહીવટ કરતા હોય છે. મેટ્રીક પાસ ન હોય તેવા ધારાસભ્યો શિક્ષણ વિભાગના મંત્રી હોય તેવા દેશમાં અનેક દાખલા છે. દેશમાં ઊંચામાં ઊંચુ શિક્ષણ આપતી આઈ.આઈ.ટી.કોલેજોનો વહીવટ ચલાવતા વિભાગના મીનીસ્ટર છે. તે કેટલું ભણેલા છે તેનો વિવાદ અખબારોમાં આવી ગયો છે. દેશમાં સુશાસન ચલાવવું હશે તો ચુંટણીઓ લડવા માટેનું શિક્ષણ નક્કિ કરવું જ પડશે. દેશમાં રામ મંદિર બનવાથી રામ રાજ્ય આવી જવાનું નથી. દેશમાં ખરેખર સુશાસનમાં ઈચ્છતી હોય તો કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકારે પંચાયતથી લોકસભા સુધીના ઉમેદવારની શિક્ષણ લાયકાત નક્કિ કરવીજ પડશે નહિ આવા વિદ્યાર્થીના ૧૦ ટકા જેટલા વજનના પરીપત્રો થશે.

Leave a Reply

Top