You are here
Home > News > વિસનગર કાંસામાં સામાજીક સમરસતા મહાયજ્ઞ

વિસનગર કાંસામાં સામાજીક સમરસતા મહાયજ્ઞ

નાનાથી માડી મોટા તમામ સમાજના લોકો એક મંડળ નીચે બેસી હવનમાં જોડાશે

વિસનગર કાંસામાં સામાજીક સમરસતા મહાયજ્ઞ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ભારતમાતાના લોકો અનેક જ્ઞાતિ, વર્ણ સમાજમાં વહેચાતા એકજ માના સંતાનો હોવા છતાં સમાજ બંધુત્વની ભાવના ભુલાઈ છે. ભારતમાતાના સંતાનો સામાજીક ભેદભાવ ભુલે અને સમાજ સંગઠીત રહે તેવી ઉમદા ભાવના સાથે સામાજીક સમરસતા સમિતિ વિસનગર દ્વારા કાંસામાં સમરસતા મહાયજ્ઞનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં એકજ મંડપ નીચે બેસી તમામ સમાજના લોકો ધાર્મિક કાર્યક્રમ કરશે. જેમાં નામ નોંધાવવા માટે તમામ સમાજના લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યુ છે.
વિશ્વની પ્રાચીન અને વસુદૈવ કુટુંબકમ ભાવનાથી જે વિચારધારાની પરંપરા સર્વશ્રેષ્ઠ શીખર ઉપર સ્થાપિત છે તેવા ભારતમાતાના સૌ ભાઈ-બહેનો એક પરિવારજનો છે. વિવિધ સમાજ, વર્ણ કે જ્ઞાતિમાં વહેચાયેલા ભારતમાતાના સંતાનો, પરિવારો, અરસપરસ નજીક આવે, તેમના વચ્ચે સ્નેહનો સેતુ બંધાય, તેમજ અરસપરસ હૃદયમાં આત્મીયતાનો ભાવ વધે, તેમના થકી સમાજ અને રાષ્ટ્રની એકતા વધે તેવા સમાજ એકતા, રાષ્ટ્ર એકતા જેવા અનેક હેતુઓ સાથે સામાજીક સમરસતા સમિતિ વિસનગર દ્વારા કાંસા અંબાજી માતાના મંદિરમાં તા.૨૩-૧૨-૨૦૧૮ ને રવિવારના રોજ સવારે ૮-૦૦ થી બપોરે ૧-૦૦ સુધી સમરસતા મહાયજ્ઞનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં નાના મોટા તમામ સમાજના લોકો એક માંડવે બેસી હવન કરી દેશ બંધુત્વની ભાવના અપનાવે તે માટેનું આયોજન છે. આપણી સંસ્કૃતિ અને પરંપરાને વૈશ્વીકફલક ઉપર આ સમરસતાના મહાયજ્ઞ દ્વારા પ્રાણ પુરી ભારતમાતાને પરમવૈભવના શીખરે પહોચાડવા તથા વિશ્વગુરૂ બનાવવા, તેમજ આપણે સૌ સમાનભાવ, સમાન વિચાર અને સમાન દ્રઢ સંકલ્પ સાથે સમરસતા મહાયજ્ઞમાં આહુતિનુ યોગદાન આપી સામાજીક સમરસતાને વધુ સુદ્રઢ બનાવવા સમરસતા મહાયજ્ઞમાં નામ નોંધાવવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યુ છે. ઉંચ-નીચ, ગરીબ-તવંગરનો ભેદભાવ ભુલી જે લોકો સમરસતા મહાયજ્ઞનો લાભ લેવા માગતા હશે તે તમામ નામ નોંધાવી શકશે. હવનમાં બેસવા નોંધણી કરાવવા મો.નં.૯૪૨૮૩૮૫૨૪૮, તથા મો.નં.૯૪૨૬૨ ૮૨૫૬૦ ઉપર સંપર્ક કરી શકશે.

Leave a Reply

Top