You are here
Home > News > ખેરાલુ વેપારી મહામંડળના પ્રમુખ તરીકે મનિષભાઈ શાહની વરણી

ખેરાલુ વેપારી મહામંડળના પ્રમુખ તરીકે મનિષભાઈ શાહની વરણી

ધારાસભ્ય સાથે શુભેચ્છા મુલાકાતમાં પ્રમુખનું નામ સુચવતા

ખેરાલુ વેપારી મહામંડળના પ્રમુખ તરીકે મનિષભાઈ શાહની વરણી

• વાતો વાતોમાં વેપારી મહામંડળના પ્રમુખ તરીકે મનીષભાઈ શાહને લોકોએ તાળીઓથી વધાવી લેતા હોબાળા શરુ થયા
• વહેપારી મહામંડળના પ્રમુખની ગેર હાજરીમાં લોકોએ નવો પ્રમુખ જાહેર કરી દીધો
• મનીષભાઈ શાહની પ્રમુખ તરીકે જાહેરાત થતા કેટલાંક લોકો ઉઠીને ચાલતા થયા
• વેપારી મહામંડળના પ્રમુખની વરણી વેપારી મહામંડળની મિટીંગમાં જ થવી જોઈએ તેવો બળાપો
• વેપારીઓની હાજરીમાં મનીષભાઈ શાહને સમર્થન આપતા મોટાભાગના વેપારીઓ
• બસ સ્ટેશન વિસ્તારના વેપારીઓનો મનિષભાઈ શાહને ખુલ્લો ટેકો
• લોકોએ વેપારી મંડળના પ્રમુખ માટે ધારાસભ્યને ચીઠ્ઠીઓ ચાલુ ભાષણમાં આપી અને ધારાસભ્યએ જાહેરમા નામ સુચવતા લોકોએ મનીષભાઈ શાહનુ નામ વધાવી લીધું
• વેપારી મંડળના પુર્વપ્રમુખ મુકેશભાઈ દેસાઈના ધારાસભ્ય ભરતસિંહ ડાભીએ બીજી વખત તેજોવધ કર્યો કહેવાય

 

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ શહેરના લોકસેવક જેવા હુલામણા નામથી ઓળખાતા અમીઝરા એમ્પોરીયમવાળા મનીષભાઈ જયંતિલાલ શાહ દ્વારા ર૮-૧૧-ર૦૧૮ના રોજ બુધવારે ધારાસભ્ય ભરતસિંહ ડાભીની અધ્યક્ષતામાં નવા વર્ષના સ્નેહમિલન અને શુભેચ્છા કાર્યક્રમ રાખ્યો હતો. આ કાર્યક્રમના મુખ્ય હેતુ ધારાસભ્ય અને ખેરાલુ શહેરના વહેપારીઓ સાથેની મુલાકાત અને બજારના પ્રશ્નોની ચર્ચા કરવાનો મુખ્ય ઉદેશ હતો. આ કાર્યક્રમમાં ખેરાલુ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડકની અધ્યક્ષતામા કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં જયારે ધારાસભ્ય ભરતસિંહ ડાભીએ વકતવ્ય શરુ થયુ ત્યારે કેટલાક લોકોએ ભરતસિંહ ડાભીને ચિઠ્ઠીઓ મોકલીકે વેપારી મહામંડળના પ્રમુખ માટે ચર્ચા કરો. વક્તવ્યમાં ધારાસભ્યએ જણાવ્યુ કે આ ચિઠ્ઠીઓમાં જણાવ્યુ છે કે વેપારી મહામંડળના પ્રમુખની જાહેરાત કરો તો મારે તેમને કહેવુ છે કે મનીષભાઈ શાહને પ્રમુખ બનાવો. આ વાક્ય પુરુ કરે તે પહેલા તાળીઓના ગડગડાટ શરુ થઈ ગયોે. પાછળ ઉભા રહેલા કેટલાક લોકોએ ખાનગીમા મનીષભાઈ શાહનો વિરોધ શરુ કર્યો ચર્ચાઓનુ પ્રમાણ વધી જતા ધારાસભ્યના ભાષણ પણ અટકાવવુ પડયુ હતુ. હર્ષદભાઈ શાહે લોકોને શાંત રહેવા અપીલ કરવી પડી હતી. મહામંડળના પુર્વ પ્રમુખ મુકેશભાઈ દેસાઈના ર૦થી રપ જેટલા સમર્થકો તો મનીષભાઈ શાહની મહામંડળના પ્રમુખ તરીકે જાહેરાત થતા જતા રહ્યા હતા.
વેપારી મહામંડળની આ મિટીંગમા બસ સ્ટેશન વિસ્તારના તમામ વેપારીઓ મહેશભાઈ બારોટ સાથે હાજર રહ્યા હતા જેથી પહેલી વખત ૪૦૦ ઉપરાંત લોકો મીટીંગમાં હાજર રહ્યા હતા. વેપારી મહામંડળની મિટીંગ હોય ત્યારે કયારેય આટલી મોટી સંખ્યામા લોકો હાજર રહેતા નથી તે સ્પષ્ટ જોવા મળ્યુ હતુ. મોદી સમાજની વાડી પણ નાની પડી હતી. ર૭પ ખુરશીઓ ઓછી પડતા ૧૦૦ ઉપરાંત લોકોને શેતરંજીઓ પાથરી બેસાડયા હતા છતા લોકો ઉભા રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઈ પુખરાજભાઈ સોનીએ કર્યુ હતુ. ધારાસભ્ય પ્રથમ વખત વેપારીઓ વચ્ચે જાહેર કાર્યક્રમમાં આવતા તેમના સન્માન માટે નાગરિક બેંકના ડીરેક્ટરો, નગરપાલિકાના સભ્યો, ખેરાલુ વેપારી મહામંડળના તમામ હોદ્દેદારો, નગરવિકાસ સંગઠન, જૈન સમાજ, સિન્ધી સમાજ સહિત વિવિધ સંસ્થાના પ્રમુખો કે જે વેપારીઓ છે તેવા આગેવાનોએ સન્માન કર્યુ હતુ. છેલ્લે ભરતસિંહ ડાભીએ જણાવેલ કે આટલુ બધુ સન્માન મારુ કરવાનુ ન હોય તેવી ટકોર કરી હતી.
વેપારી મહામંડળના ઉપપ્રમુખ જીતુભાઈ બારોટે સ્વાગત પ્રવચન કર્યુ હતુ. ખેરાલુ શહેર ભાજપ પ્રમુખ અને અગ્રણી વેપારી વૃંદાવન પરોઠાવાળા હેમન્તભાઈ શુકલએ સુંદર વકતવ્ય આપ્યુ હતુ. લોકોને પોતાની વાણીથી મંત્ર મુગ્ધ કરતા છટાદાર વક્તવ્યના માહિર મનીષભાઈ શાહે લોકોના દીલ જીતી લીધા હતા. મનીષભાઈ શાહે જણાવ્યુ હતુ કે દરેક ધર્મના અને જાતિના વહેપારી કહેવાય તેની એક્તા જાળવવી તે મારી અને આપણી સૌની ફરજ છે. જીવનમાં કોઈ ડાઘ પડવા દીધો નથી. દિવસરાત મારા બજારની અને વહેપારીના પ્રશ્નોની ચિંતા કરતો રહું છુ. વહેપાર ધંધા કરનાર લોકોનું સંગઠન હંમેશા સરકારના સાથે તાલમેલ રાખીને ચાલતુ હોય છેે. જેના કારણે ઘણો વિકાસ કરી શકાય છે. ધારાસભ્યનો પરિવાર પ૦ વર્ષ ઉપરાંતથી રાજકીય પ્રતિનિધિત્વ કરે છે. ભરતસિંહની રાજનીતી સરળ અને વિવાદ વગરની છે.
ધારાસભ્યએ જણાવ્યુ હતુ કે વેપારીઓએ કરેલુ અભુતપુર્વ સન્માન મને સદાય યાદ રહેશે. વેપારીઓ નિર્ભય રહી વેપાર કરે કોઈપણ પ્રકારની તકલીફ હોય તો હું સરકારવતી તમારી સાથે છુ. ચાલુ પ્રવચન દરમિયાન નગરના વેપારીઓએ ચિઠ્ઠીઓ મોકલેલ અને માંગણી કરેલ કે વેપારી મહા મંડળના પ્રમુખ તરીકે યુવાન-ઉત્સાહી-સ્વચ્છ પ્રતિભા અને કુનેહ પુર્વક પ્રશ્નોનો નિકાલ કરનાર મનીષભાઈ શાહની વરણી કરો. આ વાત લોકો સમક્ષ મુકતા તમામ લોકોએ તાળીઓના ગડગડાટથી આ વાતને વધાવી લીધી. મનીષભાઈ શાહને ખુબજ નજીકથી ઓળખ્યા છે જેનો લાભ તમારા મહામંડળને થશે. નવા પ્રમુખ મનીષભાઈ શાહનું સન્માન ધારાસભ્ય ભરતસિંહ ડાભીએ કર્યુ હતુ ત્યારે મનીષભાઈ શાહે જણાવેલ કે મારા વેપારી, મારુ બજાર અને મારુ મહામંડળ એજ માત્ર મંત્ર જીવનમાં હતો છે અને રહેશે. મીટીંગમાં નાસ્તો પટેલ ટ્રાન્સપોર્ટ તરફથી અપાયો હતો.

Leave a Reply

Top