You are here
Home > News > એક ટાવરથી લાલ દરવાજા સુધીનું મેઈન બજારને ધમધમતુ કરવા વેપારીઓ એક-એસો.ની રચના

એક ટાવરથી લાલ દરવાજા સુધીનું મેઈન બજારને ધમધમતુ કરવા વેપારીઓ એક-એસો.ની રચના

એક ટાવરથી લાલ દરવાજા સુધીનું
મેઈન બજારને ધમધમતુ કરવા વેપારીઓ એક-એસો.ની રચના
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર મેઈન બજારની રોનક પાછી આવે મેઈન બજાર ધમધમતુ થાય તે માટે વેપારીઓએ હવે કમર કસી છે. મેઈન બજાર એસોશીએસનની રચના કરવામાં આવી છે. વેપારીઓની મળેલી મીટીંગમાં બજારમાં સુવિધાઓ વધારવા તથા બજાર ધમધમતુ કરવા શુ કરી શકાય તેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બજારનો ભુતકાળ પાછો લાવવા મોટુ ભંડોળ પણ ઉભુ કરવામાં આવી રહ્યુ છે.
વિસનગરના બજારો વિવિધ નામથી ઓળખાય છે. તેમા એક ટાવરથી માડી લાલ દરવાજા સુધીના બજારને મેઈન બજાર તરીકે ઓળખાય છે. જે ખરેખર વિસનગરનું મેઈન બજાર હતું. આ બજારનો એક જમાનો હતો. જેમા ધંધો કરવા ભાડે પણ દુકાન મળતી ન હોતી, શહેરની તાલુકાની અને બહારગામથી આવતા ગ્રાહકો મેઈન બજાર સીવાય બીજે ક્યાય જતા નહોતા પરંતુ શહેરના વિકાસની સાથે બજાર વિસ્તાર બહારના ભાગમાં આવતા મેઈન બજારની દુકાનો પણ બહાર બજારો તરફ ખસી રહી છે. મેઈન બજારમાં જેવડી દુકાન હોય તેટલી જગ્યા બહારના બજાર વિસ્તારમાં રૂા. ૧ કરોડથી ઓછામાં મળતી નથી.
ત્યારે મેઈન બજારની રોેનક પાછી આવે અને ભુતકાળની જેમ ધમધમતો થાય તે માટે હવે મેઈન બજારના વેપારીઓએ કમર કસી છે. તા. ૨૬-૧૨-૨૦૧૮ના રોજ બપોરે ૩-૦૦ કલાકે પારેખપોળ નાગર વણીકની વાડીમાં મેઈન બજારના વેપારીઓની મીટીંગ મળી હતી. જેમા એક ટાવરથી લાલ દરવાજા સુધી તેમજ મંડી બજારથી ગોલવાડ સુધી દુકાન શો-રૂમ ધરાવતા લગભગ ૮૦ થી ૯૦ જેટલા વેપારીઓએ હાજરી આપી હતી. આ મીટીંગમાં મેઈન બજાર એસો.ની પ્રથમ રચના કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ પદે દ્વારકેશભાઈ મણીયાર, ઉપ પ્રમુખ પદે ફજલભાઈ મેમણ, મંત્રી પદે પીયુષભાઈ ચોક્સી તથા સકીલભાઈ આખુન્જી, સહમંત્રી પદે નિકેતુભાઈ મણીયાર તથા દિલીપભાઈ ચૌધરી અને ખજાનચી તરીકે જયકૃષ્ણભાઈ પટેલની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી. આ મીટીંગમાં મેઈન બજારને ધમધમતુ કરવા ખરીદી કરવા આવનાર ગ્રાહકોને પાર્કિંગની સુવિધા મળી રહે તે માટે લાલ દરવાજા જુની એસ.બી.આઈ.સામે જુના શાક માર્કેટની જગ્યામાં, દરબાર જુની કોર્ટ કંમ્પાઉન્ડમાં તથા ટાઉનહોલ નીચે પાર્કીંગ સ્ટેન્ડ બનાવવા બજારમાં ટ્રાફીક વ્યવસ્થા માટે ટ્રાફીક પોલીસ પોઈંટ મુકવા, સ્ટ્રીટ લાઈટની અને સ્વચ્છતાની વ્યવસ્થા કરવા ખરીદી કરવા આવનાર ગ્રાહકોને જમવાની વ્યવસ્થા મળી રહે તે માટે એક સારી રેસ્ટોરન્ટ બનાવવા તહેવારોમાં ગ્રાહકોને આકર્ષવા માટે સમગ્ર બજાર વિસ્તારમાં રોશની કરવા મેઈન બજારના પ્રસાર પ્રચાર માટે શહેરના વિવિધ વિસ્તારોમાં મોટા હોર્ડીંગ્સ લગાવવા, નાનામાં નાના વેપારીને મુશ્કેલી પડે તો બધાજ વેપારીઓએ ભેગા થઈ તેનુ નિરાકરણ લાવવા વિગેરે ચર્ચાઓ કરવામાં આવી હતી. ખરીદી કરવા આવનાર ગ્રાહક પોતાને મળતા લાભોનો પ્રથમ વિચાર કરે છે. ત્યારે મેઈન બજારમાથી ખરીદી કરનાર ગ્રાહક માટે ઈનામી ડ્રો યોજના મુકવા પણ વિચાર કરવામાં આવ્યો છે. બજારને ધમધમતુ કરવા માટેના ખર્ચને પહોચી વળવા દુકાન, શો-રૂમ દિઠ રૂા. ૧૦૦૦ ફાળો ઉઘરાવી મોટુ ફંડ એકઠુ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. બુધ્ધીજીવી બજારના વેપારીઓ અને એસો.ના હોદ્દેદારો દ્વારા બજારને જીવંત બનાવવા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે મેઈન બજાર વિસ્તાર ફરીથી ધમધમતુ થશે તેમા શંકાને કોઈ સ્થાન નથી.

 

Leave a Reply

Top