You are here
Home > News > જનરલ હોસ્પિટલ, ગંજબજાર, રોટરી ક્લબ તથા બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે વિસનગરમાં રક્તદાન તથા રોગ નિદાન કેમ્પ યોજાયો

જનરલ હોસ્પિટલ, ગંજબજાર, રોટરી ક્લબ તથા બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે વિસનગરમાં રક્તદાન તથા રોગ નિદાન કેમ્પ યોજાયો

જનરલ હોસ્પિટલ, ગંજબજાર, રોટરી ક્લબ તથા બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે
વિસનગરમાં રક્તદાન તથા રોગ નિદાન કેમ્પ યોજાયો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
તા.૨૭-૧૨-૧૮ ગુરુવારે સવારે ૯-૦૦ કલાકે APMC હૉલ ગંજબજાર વિસનગર ખાતે મહારક્તદાન કેમ્પ યોજાયો. કેમ્પમાં જનરલ હોસ્પિટલ, APMC ગંજબજાર, ગંજબજાર વેપારી મંડળ, રોટરી ક્લબ ઓફ વિસનગર અને વિસનગર વોલન્ટરી બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન કેમ્પ તથા દ્ગઝ્રડ્ઢ-બિનચેપી રોગો તપાસણી કાર્યક્રમ અંતર્ગત ડાયાબીટીસ તથા બ્લડ પ્રેશર(BP), ચકાસણી કરાઈ હતી. સફળતાપૂર્વક સંપન્ન થયો.
માર્કેટયાર્ડના ચેરમેન તથા ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ, હોસ્પિટલ અધિક્ષક ર્ડા.પારૂલબેન પટેલ, ર્ડા.દેવાંગભાઈ તથા અન્ય, સ્ટાફ, ગંજબજાર વેપારી મંડળના પ્રમુખ તથા અગ્રણીઓ, કરસનભાઈ પટેલ, સિવિલ હોસ્પિટલનાR.K.S.. કમીટીના અન્ય બાલમુકુન્દભાઈ બ્રહ્મભટ્ટ, ઈશ્વરલાલ નેતા, નિગમભાઈ ચૌધરી તથા અન્ય સભ્યો, રોટરી ક્લબના પ્રમુખ કલ્પેશભાઈ પટેલ તથા અન્ય સભ્યો તેમજ C.N.કોલેજના પ્રિન્સીપાલશ્રી એમ.એફ.પટેલ અન્ય અધ્યાપકો અને વિદ્યાર્થીઓ આ કેમ્પમાં દિપ પ્રાગટ્ય માટે એકત્ર થયા. જેમાં ધારાસભ્ય તથા અન્ય અગ્રણીઓ દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ.
કેમ્પમાં કુલ ૭૫ બોટલ રક્ત ભેગુ કરવામાં આવેલ. જેમાં C.N. કોલેજના પ્રિન્સીપાલશ્રીની પ્રેરણાથી ૨૫ વિદ્યાર્થીઓ રક્તદાન માટે ઉત્સાહભેર ભાગ લીધેલ. એવી જ રીતે ગંજબજારના પ્રમુખની પ્રેરણાથી ગંજબજારના અન્ય સભ્યો ઉત્સાહભેર રક્તદાન માટે ભાગ લીધેલ. કેમ્પમાં N.C.D.(બિન ચેપી રોગો તપાસણી કેમ્પ)માં જી.ડી.જનરલ હોસ્પિટલના અધિક્ષક ર્ડા.પારૂલબેન પટેલના માર્ગદર્શન હેઠળ આશરે ૨૧૦ લાભાર્થીઓના ડાયાબીટીસ અને બીપી તથા અન્ય ચકાસવામાં આવ્યા હતા. જે પૈકી ૧૭ ડાયાબીટીસના તથા ૨૩ BP ના નવા દર્દી જાણવા મળ્યા. આ દર્દીઓને આગળની સારવાર, તપાસ તથા જરૂરી દવાઓ માટે જનરલ હોસ્પિટલ ખાતે આવવા માર્ગદર્શન આપવામાં આવેલ. મહા રક્તદાન કેમ્પ માટે ગંજબજાર, ગંજબજાર વેપારી મંડળ, રોટરી ક્લબ, સી.એન.કોલેજ, બ્લડ બેંક, R.K.S. કમીટી મેમ્બર્સ રક્તદાતાઓ, લાભાર્થીઓ તથા નામી-અનામી તમામ કે જેમનો આ મહારક્તદાન કેમ્પ સફળ બનાવવામાં ફાળો છે. તે સર્વેનો મહામૂલી આભાર માનવામાં આવ્યો હતો.

Leave a Reply

Top