You are here
Home > News > માર્કેટયાર્ડમાં મગફળી ખરીદીમાં અડચણ ઉભી કરનાર ખેરાલુના કિસાન સંઘના પ્રમુખે માફીપત્ર લખી આપ્યુ

માર્કેટયાર્ડમાં મગફળી ખરીદીમાં અડચણ ઉભી કરનાર ખેરાલુના કિસાન સંઘના પ્રમુખે માફીપત્ર લખી આપ્યુ

માર્કેટયાર્ડમાં મગફળી ખરીદીમાં અડચણ ઉભી કરનાર
ખેરાલુના કિસાન સંઘના પ્રમુખે માફીપત્ર લખી આપ્યુ
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ માર્કેટયાર્ડમાં એક ખેડુતની મગફળી રીજેક્ટ થતા ખેરાલુ તાલુકાના ગઠામણ ગામના કિસાન સંઘના પ્રમુખ ચૌધરી પથુભાઈ હેમરાજભાઈ માર્કેટયાર્ડમાં પહોચ્યા હતાં. માર્કેટયાર્ડમાં કામ કરતા ગ્રેડરો સાથે બોલાચાલી, દાદાગીરી અને નિમ્ન કક્ષાની ગાળા ગાળી કરતા ગ્રેડર હીતેશ ઠાકોર અને લાલાજી ઠાકોર કામ છોડી જતા રહ્યા ગ્રેડરો જતા રહેતા મગફળીની ખરીદી ઠપ્પ થઈ ગઈ, ખેરાલુ માર્કેટયાર્ડમાં મગફળીની બોરીઓ ના ઢગલા થઈ ગયા, ખેરાલુ ગોડાઉન મેનેજર ગીરીશભાઈ મિસ્ત્રીએ જણાવ્યુ હતું કે ચૌધરી જ્હાભાઈ અભાભાઈનો મગફળીનો જથ્થો રીજેક્ટ થયો હતો. કિશાન સંઘના પ્રમુખ પથુભાઈ હેમરાજભાઈ આવી પહોચતા ખરીદીની કામગીરીમાં રૂકાવટ કરી ગ્રેડર્સ સાથે બિભીત્સ ભાષામાં ગાળા ગાળી અને ધાક ધમકીઓ આપી હતી. મગફળીની ખરીદી અટકી પડતા ખેરાલુ માર્કેટયાર્ડના ચેરમેન ભીખાલાલ ચાચરીયાએ કલેક્ટરશ્રીને જાણ કરી હતી તેમજ બનાવ વખતે મોબાઈલનો વીડીયો ઉતાર્યો હતો. તે કલેક્ટરશ્રીને મોકલ્યો હતો. કલેક્ટરશ્રીએ કેસ કરવાનો હુકમ કરતા કિશાન સંઘના પ્રમુખે માર્કેટયાર્ડના ચેરમેનને લેખીત માફીપત્ર લખી આપતા પોલીસ ફરીયાદ થઈ ન હોતી.
આ બાબતે માર્કેટયાર્ડના ચેરમેન ભીખાલાલ ચાચરીયાએ જણાવ્યુ હતું કે ગઠામણ ગામનો પથુભાઈ ચૌધરી કિશાન સંઘનો પ્રમુખ નથી. કહેવાતો કિશાન સંઘનો પ્રમુખ કેસની બીકથી ફસકી પડતા લેખીત માફીપત્ર લખી આપ્યું છે. પથુભાઈ ચૌધરી હંમેશા સરકારી કામગીરી અને સરકાર વિરૂધ્ધની પ્રવૃતિઓને કારણે અગાઊ વારંવાર ઉચ્ચ લેવલે તેના વિરૂધ્ધ ફરીયાદો થઈ છે. પરંતુ આ પથુભાઈ ચૌધરી પોતાને આગેવાન ગણવા કે પોતાની જાતનું મહત્વ જાળવવા માટે નિયમના ભંગ કરીને આવા કામો કરે છે. પથુભાઈ ચૌધરી જાહેરમાં ન બોલાય તેવી ભાષામાં સરકારી ઓફીસમાં જઈ આવું કરવાની આદત ધરાવે છે. મારી સમક્ષ કાકલુદી કરતા કેસ ન કરવા લેખીતમાં માફીપત્ર લખી આપ્યું છે. મગફળી ખરીદી અટકાવવાના આવા વર્તન પાછળ ત્રણ કારણ હોઈ શકે (૧) સસ્તી લોકપ્રિયતા મેળવવી હોય (૨) અધિકારીઓ ઉપર રોફ જમાવવો હોય અથવા (૩) આવા કામોમાં વિકૃત આનંદ આવતો હોય તોજ આવુ વર્તન કરે તેવુ ખેેરાલુ માર્કેટ યાર્ડના ચેરમેન ભીખાલાલ ચાચરીયા જણાવે છે.
માફીપત્રના અંશ જોઈએતો ખેરાલુ એ.પી.એમ.સી.માં ખરીદી ચાલતી હતી ત્યારે ત્રણ ખેડુતો મારી પાસે આવેલા અને સેમ્પલ નાપાસ થયાનું જણાવેલ એક ખેડુત રડી પડતા હું એ.પી.એમ.સી.ખેરાલુમાં ગયો હતો ખેડુતોની તરફેણ માં રજુઆત કરેલ પરંતુ ધ્યાને ન લેતા હું ઉશ્કેરાઈ ગયો અને ઉશ્કેરાટમાં મારા વાણી વર્તનથી અધિકારીઓને દુઃખ પહોચ્યુ હોય તે માફી ચાહું છું. અને ફરીથી આવી ઘટના નહી બને તે ખાત્રી આપુ છું.
લિ. પથુભાઈ હેમરાજભાઈ ચૌધરી
ઉપરોક્ત માફીપત્ર માં કોઈપણ જગ્યાએ માર્કેટયાર્ડના ચેરમેને પથુભાઈ હેમરાજભાઈ ચૌધરી ઉપર કરેલા આક્ષેપો બાબતો સ્પષ્ટ લખ્યુ નથી. ખરેખર સાચી ઘટના શું છે તે બાબતે જેટલા મોઢા એટલી વાતો ચાલે છે.

Leave a Reply

Top