You are here
Home > News > વિજાપુર પોલીસે ૩.૯૬ લાખનો દારૂ ઝડપ્યો

વિજાપુર પોલીસે ૩.૯૬ લાખનો દારૂ ઝડપ્યો

વિજાપુર પોલીસે ૩.૯૬ લાખનો દારૂ ઝડપ્યો
(પ્ર.ન્યુ.સ.) વિજાપુર,રવિવાર
૩૧ ડીસેમ્બરના અનુસંધાને વિદેશી દારૂની હેરાફેરી રોકવા માટે મહેસાણા જીલ્લા પોલીસ વડા નિલેશ જાંજડીયા તથા વિસનગર ડી.વાય.એસ.પી.એમ.બી.વ્યાસની સુચનાથી વિજાપુર પી.આઈ.ડી.બી.મહેતા, પી.એસ.આઈ.એસ.જી.ગોસ્વામી સહિતના પોલીસ સ્ટાફે ગત શુક્રવારે હિંમતનગર મહેસાણા હાઈવે રોડ ઉપર અવર-જવર કરતા વાહનોનુ ચેકીંગ હાથ ધર્યુ હતુ. આ દરમિયાન પોલીસે હિંમતનગર તરફથી આવતા કન્ટેનર નં NL01-AA0489 ને ઉભું રાખી તેના ચાલકની પુછપરછ કરી કન્ટેનરની અંદર તપાસ કરતા પ્લાસ્ટીકના દાણાની થેલી નીચેથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે પોલીસે કન્ટેનરના ચાલક ઓમપ્રકાશ દિલ્લુરામ પોખરરામ- જાતે જાટ, ઉં.વ.૨૧, તથા કંડક્ટર રાકેશ મણીરામ મગારામ-જાતે જાટ, ઉં.વ.૨૬ (બન્ને રહે.ગોટળા ખાલસા, તા.બટ્ટા, રાજસ્થાન)ની ધરપકડ કરી તેમની પાસેથી વિદેશી દારૂની ૧૧૦ પેટી, બોટલ નંગ-૧૩૨૦ કિં.રૂા.૩.૯૬ લાખ, પ્લાસ્ટીક દાણાની ૧૧૨૦ બેગ, બે મોબાઈલ તથા કન્ટેનર સહિત કુલ રૂા.૪૬,૩૭,૪૮૪ નો મુદ્દામાલ જપ્ત કરી આ દારૂનો જથ્થો કોને પહોચાડવાનો હતો અને પ્લાસ્ટીકના દાણાનો માલ કઈ ફેક્ટરીમાં લઈ જવાનો હતો. તેની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Top