You are here
Home > News > વિસનગર પાલિકાની ગાર્બેજ ફ્રી સીટીની પોકળ વાતો તાલુકા સેવાસદન પાસે રોડ ઉપર કચરા સ્ટેન્ડ

વિસનગર પાલિકાની ગાર્બેજ ફ્રી સીટીની પોકળ વાતો તાલુકા સેવાસદન પાસે રોડ ઉપર કચરા સ્ટેન્ડ

વિસનગર પાલિકાની ગાર્બેજ ફ્રી સીટીની પોકળ વાતો
તાલુકા સેવાસદન પાસે રોડ ઉપર કચરા સ્ટેન્ડ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
સ્વચ્છતા જાળવવા વિસનગર પાલિકાની એકધારી સુચનાઓને કારણે લોકોમાં સ્વચ્છતા જાગૃતિ આવી હોવાનુ જોવા મળે છે.પરંતુ પાલિકાના સફાઈ કામદારો હજુ પણ સુધરવા માંગતા નથી. તાલુકા સેવા સદન પાસે રોડ ઉપર એકઠો થયેલો કચરો દેખાતા એમ કહી શકાય કે સ્વચ્છતા માટે લોકો જાગૃત થયા છે. પરંતુ પાલિકા સફાઈ કામદારો સુધરવા માંગતા નથી.
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણ માટે વિસનગર પાલિકા દ્વારા છેલ્લા વિસેક દિવસથી સુકો અને ભીનો કચરો એકઠો કરી તેનો નિકાલ કરવા માઈક ઉપર સુચનાઓ આપવામા આવે છે. પાલિકાના એકધારા આવા પ્રયત્નોથી લોકોમાં પણ સુધારો જોવા મળે છે. કચરો નાખતા બંધ થયા છે. ડોર ટુ ડોર ટ્રેકટરમાં કચરાનો નિકાલ કરી રહ્યા છે. પરંતુ પાલિકાના સફાઈ કામદારો હજુ સુધર્યા નથી. તાલુકા સેવા સદન પાસે અને જવાહર પ્રા.શાળાની સામે રોડ ઉપર કચરાનો ઢગલો જોવા મળ્યો હતો. જે કચરાને ગાયો ફેદતી હતી. કચરો કયાય ઠલવવામા આવશે નહી. કન્ટેઈનર રાખવામા આવશે નહી.ત્યારે આ કચરાનો ઢગલો જોતા એમ કહેવાય કે પહેલા સફાઈ કામદારોને સુધારો.

Leave a Reply

Top